• મંગળવાર, 16 જૂન, 2026

અવસાન નોંધ

ભુજ : ગં.સ્વ. સરલાબેન મકવાણા (ઉ.વ. 74) તે સ્વ. નાનજી કરસન મકવાણાના પત્ની, સ્વ. બેનબાઇ મૂળજી ડુડિયાના પુત્રી, વર્ષા વિરલ ભટ્ટ, વિશાલ મકવાણા (એલએલડીસી)ના માતા, શિલા વિશાલ મકવાણા, વિરલ ભટ્ટના સાસુ, પ્રિષા - મેહાના દાદી, સયાની અને માહિરના નાની, સ્વ. સામજીભાઈ અને સ્વ. રામજીભાઈના ભાભીગં.સ્વ. ચંદ્રિકાબેનના દેરાણી, જગદીશ, ઉષા, મહેશ, અંજના, હિતેષ અને જ્યોતિના કાકી તા. 15-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 18-6-2026ના ગુરુવારે સાંજે 5.30થી 6.30 રાજપૂત સમાજવાડી, ન્યૂ રાવલવાડી રિલોકેશન સાઇટ, ભુજ ખાતે.

ભુજ : મૂળ માંડવીના શાહ શશિકાંત મોહનલાલ (ભાચ્છા) (સુપાર્શ્વ જૈન સેવા મંડળ ભુજના સ્થાપક) (ઉ.વ. 90) તે સ્વ. હંસાબેનના પતિ, મોહનલાલ રતનશી (ભાચ્છા-માંડવી)ના પુત્ર, ભૂપેશ, મીનલ, કાશ્મીરાના પિતા, ભારતી, હિમાંશુ વોરા (મુંબઈ), અમિત મહેતાના સસરા, વત્સલ, જેયુરના દાદા, ડોલી, પ્રિન્સીના દાદા સસરા, કુંજ, ધ્વનિ, પર્વના નાના, જૈનિલ (જર્મની)ના નાના સસરા, વિરાંશ, આશ્વીના પરદાદા, નિમેશ, અલ્પાના કાકા, સ્વ. સૂર્યકાંત, સ્વ. રજનીકાંત, સ્વ. ગુણવંતીબેન (મદ્રાસ), સ્વ.  નિર્મળાબેન (કોચીન), સ્વ. દમયંતીબેન (માંડવી), મધુબેન (કોચીન)ના મોટા ભાઈ, સ્વ. શાહ હીરાલાલ ભગવાનજી (મુંબઈ)ના જમાઈ, સ્વ. ત્રંબકલાલ, સ્વ. ભોગીલાલ, સ્વ. મહેન્દ્રભાઈના બનેવી તા. 15-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-6-2026ના સાંજે 4.30થી 5.30 ડોસાભાઈ લાલચંદ ધર્મશાળા પહેલા માળે, ભુજ ખાતે.

ભુજ : મૂળ મોરાતલી (મીઠી થરપારકર) ભાટી ખેતાસિંહ રતનાસિંહ તે સ્વ. ભાટી દાદાસિંહ રતનાસિંહ, ભાટી હેમરાજાસિંહ રતનાસિંહના મોટા ભાઈ, ભાટી વિક્રમાસિંહ હેમરાજાસિંહ, ભાટી વિજયરાજાસિંહ દાદાસિંહના મોટાબાપુ તા. 14-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-6-2026ના મંગળવારે સાવરથી સાંજ સુધી નિવાસસ્થાન મકાન નંબર 106, પ્રભુનગર-1, કાળીદાસ પાછળ, રાવલવાડી રિલોકેશ, ભુજ ખાતે.

ભુજ : જયાબેન ખીમજી માલમ (ખારવા) (ઉ.વ. 71) (પિગ્મી એજન્ટ, કેનરા બેંક-ભુજ) તે સ્વ. હીરાબેન ખીમજી માલમના પુત્રી, મોહનલાલ (માંડવી), અશ્વિન, હરીશ (માધાપર), સ્વ. બિપિન, ઇલાબેન, લક્ષ્મીબેન (લંડન)ના બહેન તા. 12-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-6-2026ના મંગળવારે સાંજે 5થી 6 બીએપીએસ સ્વામિનારાયણ મંદિર સત્સંગ હોલ, નિર્મલસિંહની વાડી, ભાનુશાલી નગર, ભુજ ખાતે.

ભુજ : કુંભાર આશબાઇ રમજુ (છત્રા) (ઉ.વ. 83) તે આમદ તથા મ. આદમના માતા, સલીમ અદ્રેમાન, રજાક અદ્રેમાન, લતીફ અદ્રેમાન, અભુ અદ્રેમાનના દાદી, ફકીરમામદ કારા છત્રાના કાકી તા. 14-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-6-2026ના મંગળવારે સવારે 9.30થી 10.30 કુંભાર જમાતખાના, ભીડગેટ, ભુજ ખાતે.

ભુજ : પઢિયાર ઈલિયાસ ઈબ્રાહિમ (ઉ.વ. 66) તે અલીમામદ (એએસઆઇ), મ. આમદ, મ. ઈસ્માઈલ, મ. મુહમ્મદહુસેન, નૂરમામદના ભાઈ, મોહશીન, આશિફના પિતા, ભોરિયા અલીમામદના જમાઈ તા. 14-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 16-6-2026ના મંગળવારે સવારે 10થી 11 મુસ્તફા જમાતખાના, મુસ્તફાનગર, સંજોગનગર, ભુજ ખાતે.

ભુજ : મૂળ કેરાના સોનબાઇ શામજી આયડી તે રાજુભાઇ, સ્વ. ભચીબેન, ગં.સ્વ. રમીલાબેન, હંસાબેનના માતા, લક્ષ્મીબેન, ભાણજીભાઇ પાતારિયા, સ્વ. વાલજીભાઇ નોરિયા, વિનોદભાઇ ડોરૂના સાસુ, નૈતિક, સવિતા, ગીતા, પાર્વતી, સુનીતા, સરોજ, હિનલના દાદી તા. 14-6-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિક્રિયા મોકૂફ રાખેલ છે.

અંજાર : ત્રિકમદાસ (પપ્પુ સાહેબ) દેવચંદભાઈ સોઢા (ઉ.વ. 70) તે સ્વ. દીવાળીબેન દેવચંદભાઈ (વૈધ) સોઢાના પુત્ર, સ્વ. પ્રેમજીભાઈ, સ્વ. વિઠ્ઠલદાસ, સ્વ. ગિરધરલાલ (દેશી દવાવાળા), સ્વ. હીરાબેન હર્ષદરાય પલણ (મીરજ), સ્વ. નેણાબેન રણછોડદાસ પલણ, મુકતાબેન નાનાલાલ મજેઠિયા (કંડલા)ના ભાઈ, લક્ષ્મીબેન પ્રેમજીભાઈ, શાંતાબેન વિઠ્ઠલદાસ, ઉર્મિલાબેન ગીરધરલાલના દિયર, દિનેશ, ભરત, ભૂપેન્દ્ર, હિતેષ (એ ટુ ઝેડ), નરેન્દ્ર, સુનીલ, જયેશ (નીરામય), જયાબેન મનસુખલાલ ગણાત્રા, નીતાબેન અશ્વિનકુમાર પૂજારા (રાજકોટ), શોભનાબેન હસમુખભાઈ કોડરાણી, માલતીબેન મનીષભાઈ પલણ (ભુજ), હસ્તાબેન પ્રમોદકુમાર કોટેચા, જયશ્રીબેન રાજેશભાઈ પૂજારા (આદિપુર), હર્ષાબેન રૂચિરભાઈ સોમેશ્વર (ભુજ), ડીમ્પલ આશિષકુમાર ચંદેના કાકા, સ્વ. મોહનભાઈ પલણ (જી.ઈ.બી.), સ્વ. વિનોદભાઈ, નીતિનભાઈ, રાજેશભાઈ (કંડલા), જાગૃતિબેન વિજયભાઈ માથકિયા (હૈદરાબાદ), અનિલભાઈ, રંજનબેન રાજુભાઈ ચોથાણી, નલીન (મીરજ), સ્વ. અરૂણભાઈ (મીરજ)ના મામા, કિરણબેન (વડોદરા), ભાવનાબેન, સ્વ. રક્ષાબેન, જિજ્ઞાબેન, જ્યોત્સનાબેનના કાકાજી સસરા, સ્નેહા મુકેશકુમાર (વડોદરા), કૃપા લવકુમાર (વડોદરા), બાદલ, યશ, ધ્રુવી જીતકુમાર પલણ, શ્લોક, રેયાન, વિહાનાના દાદા તા. 15-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-6-2026ના મંગળવારે સાંજે 5થી 6 અંજાર લોહાણા મહાજનવાડી, સવાસર નાકા, અંજાર ખાતે (ભાઈઓ-બહેનોની સાથે) (લૌકિક વ્યવહાર બંધ છે)

મુંદરા : ખત્રી ખતુબાઈ યુસુફ બિદડાઈ (ઉ.વ. 78) તે બિલ્કિશ અલીમોહમદ (ભુજ) (અફરોજ ડાઇંગ)ના માતા, ઝાકીર, અબ્દુલ લતીફ, અબ્દુલ અઝીઝના ફઈ, સરફરાઝ, રમીઝના નાની તા. 15-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-6- 2026ના બુધવારે સવારે 10.30થી 11.30 ખરોત દરગાહ કમ્પાઉન્ડ, મુંદરા ખાતે.

માધાપર (તા. ભુજ) : નાયા ફાતિમા (ભચીબાઈ) મામદ હુસૈન (ઉ.વ. 58) તે મામદ હુસૈન સુલેમાન નાયાના પત્ની, મ. ચૌહાણ અલીમામદ આદમ લધાના પુત્રી, નાયા કાસમ, નાયા સૌકતના માતા, મ. ચૌહાણ આમદ, ચૌહાણ અબુના બહેન, ચૌહાણ સાલેમામદ સુલેમાન (તુંબડીવાળા)ના ભાણેજી તા. 14-6-2026ના અવસાન પામ્યાછે. વાયેઝ-જિયારત તા. 17-6-2026ના બુધવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાન, માધાપર ખાતે.

બળદિયા (તા. ભુજ) : મૂળ બરાયાના ગાંગજીભાઇ ખેતાભાઇ ભર્યા (ઉ.વ. 77) તે શિવજીભાઇ, સામતભાઇના મોટા ભાઇ, દિનેશભાઇના પિતા, વીરના દાદા, કરશન, હરેશ, ખીમજી, પરેશ, વાલજીના મોટાબાપા, સોનબાઇના પતિ, અજબાઇ, ધીરબાઇના જેઠ, લીલબાઇ, હરિભાઇ વાલજી પિંગોલ (સલાયા)ના સસરા, કારા કેશાના જમાઇ, ભોજા ખેતા (થરાવડા)વા વેવાઇ તા. 15-6-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 18-6-2026ના ગુરુવારે આગરી તથા તા. 19-6-2026ના પાણીયારો બળદિયા ખાતે.

નાગલપર મોટી (તા. અંજાર) : મિત્રી (ક.ગુ.ક્ષ.) દયારામ હરિલાલ રાઠોડ (ઉ.વ. 73) તે ચંપાબેનના પતિ, સ્વ. લક્ષ્મીબેન હરિલાલ હીરજીના પુત્ર, ચેતન, સ્વ. ધર્મેશ, સ્વ. શૈલેશ, પ્રજ્ઞાબેનના પિતા, ભાવનાબેન, વિપુલ અમૃતલાલ સોલંકીના સસરા, રૂત્વી, હેત્વીના દાદા, સ્વ. જાદવજીભાઇ, સ્વ. જેન્તીલાલ, સ્વ. કરમશીભાઇ, સ્વ. અમૃતલાલ, ધીરજલાલ, સુરેશભાઇ, અરુણભાઇ, ગં.સ્વ. દમયંતીબેન નાનાલાલ વાઢેર, જયાબેન લક્ષ્મીકાંત ટાંક, અનસૂયાબેનના ભાઇ, સ્વ. જમનાબેન, ગં.સ્વ. ગોદાવરીબેન, સ્વ. કામિનીબેનના દિયર, ગં.સ્વ. ઉર્મિલાબેન, શારદાબેન, સવિતાબેન, અનીલાબેનના જેઠ, કાશીબેન પરસોત્તમભાઇ ચૌહાણ (ગળપાદર)ના જમાઇ, રસિકભાઇ, દિલીપભાઇ, સ્વ. ભરતભાઇના બનેવી, રમેશભાઇ નરશીભાઇ ખોડિયારના ભાણેજ, ધનજી, બાબુલાલ, મહેશ, કિશોર, નરેન્દ્ર, સ્વ. વિજય, સ્વ. અનિલ, યોગેશ, ચિરાગ, હંસાબેન રતનશી ટાંક, ગં.સ્વ. સરસ્વતીબેન રમેશભાઇ ટાંક, સુનિતા ભરતભાઇ વેગડના કાકા, ભાવેશ, નીલેશ, પરેશ, દીપેશ, પલવેશ, કિરણ, નીતિન ટાંક, અનિતા ભરત ચૌહાણ, સ્વ. ઉર્મી, દીશા વિનય જેઠવા, મૈત્રી ધર્મેશ વેગડ, ભૂમિ ભાવેશ ચાવડાના મોટાબાપા તા. 14-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-6-2026ના બુધવારે સાંજે 5.30થી 6.30 હાટકેશ્વર મંદિર, મેઇન બજાર, નાગલપુર મોટી ખાતે.

નાગલપર મોટી (તા. અંજાર) : મિત્રી (ક.ગુ.ક્ષ.) શૈલેશ (રાજુ) દયારામ રાઠોડ (ઉ.વ. 40) તે ગં.સ્વ. ચંપાબેન દયારામ હરિલાલ રાઠોડના પુત્ર, ચેતન, સ્વ. ધર્મેશ, પ્રજ્ઞાબેનના ભાઇ, ભાવનાબેનના દિયર, વિપુલ અમૃતલાલ સોલંકીના સાળા, રૂત્વી, હેત્વીના કાકા, સ્વ. જાદવજીભાઇ, સ્વ. જેન્તીલાલ, સ્વ. કરમશીભાઇ, સ્વ. જમનાબેન, ગં.સ્વ. ગોદાવરીબેન, સ્વ. કામિનીબેનના પુત્ર, સ્વ. અમૃતલાલ, ધીરજલાલ, સુરેશભાઇ, અરૂણભાઇ, ગં.સ્વ. ઉર્મિલાબેન, શારદાબેન, સવિતાબેન, અનીલાબેન, ગં.સ્વ. દમયંતીબેન નાનાલાલ વાઢેર, જયાબેન લક્ષ્મીકાંત ટાંક, અનસૂયાબેનના ભત્રીજા, રસિકભાઇ, દિલીપભાઇ, સ્વ. ભરતભાઇ (ગળપાદર)ના ભાણેજ, ધનજી, બાબુલાલ, મહેશ, કિશોર, નરેન્દ્ર, સ્વ. વિજય, સ્વ. અનિલ, યોગેશ, ચિરાગ, ભાવેશ, નીલેશ, પરેશ, દીપેશ, પલવેશ, હંસાબેન, સરસ્વતીબેન, સુનિતાબેન, કિરણબેન, અનિતાબેન, સ્વ. ઉર્મી, ભૂમિ, દીશા, મૈત્રીના ભાઇ તા. 14-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 17-6-2026ના બુધવારે સાંજે 5.30થી 6.30 હાટકેશ્વર મંદિર, મેઇન બજાર, નાગલપુર મોટી ખાતે.

મેરાઉ (તા. માંડવી) : કુંભાર આમદ જુસબ (ઉ.વ. 53) તે સાલેમામાદ, ઇબ્રાહિમ, ઈસ્માઈલ, રજાકના ભાઈ, અલીમામદ, આદમ, અબ્દુલના કાકાઈ ભાઈ તા. 15-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-6-2026ના બુધવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, મેરાઉ ખાતે.

નાની ખાખર (તા. માંડવી) : સમેજા સલેમાન સાલેમામદ (ઉ.વ. 63) તે સમેજા સતારના પિતા, મ. ઇબ્રાહિમ, મ. રહેમતુલા, અલીમામદ, ગુલમામદના ભાઇ, કોરેજા અલીમામદ ઓસમાણના બનેવી, કુરેશી હાજી કાસમના સાળા તા. 15-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-6-2026ના બુધવારે સવારે 10થી 11 મુ. જમાતખાના, નાની ખાખર ખાતે.

રાયણ મોટી (તા. માંડવી) : કુંવરબેન છાભૈયા (ઉ.વ. 78) તે ઈશ્વરલાલ વિશ્રામ છાભૈયાના પત્ની, હસમુખભાઈ, દેવજીભાઈ, ભવાનજીભાઈ, ચંદુભાઈ, સાવિત્રીબેન (દુર્ગાપુર)ના ભાભી, શારદાબેન (બીલીમોરા), પ્રભાબેન (ગાંધીધામ), ચંપાબેન (બિદડા), સકુંતલાબેન  (બિદડા), રસીલાબેન (સુરત), સ્વ. પરસોત્તમભાઈ, કેલ્વીનભાઈના માતા, જગદીશભાઈ, પ્રભુદાસભાઈ, ગ્રીપેશભાઈ, મોનિકભાઈના મોટીમા, ભરતભાઈ લીંબાણી (બીલીમોરા), ડો. રાજેશભાઈ રંગાણી (ગાંધીધામ), નરેશભાઈ લીંબાણી (બિદડા), નરેશભાઈ પોકાર (બિદડા), હરેશભાઈ સેંઘાણી (સુરત), ભારતીબેનના સાસુ, નૈતિ, સિદ્ધાર્થના દાદી, સ્વ. દેવજી કાનજી માકાણીના પુત્રી, સામજી દેવજી માકાણીના બહેન તા. 15-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 16-6-2026ના મંગળવારે સવારે 8થી 11.30 અને બપોરે 3થી 6 સતપંથ સમાજવાડી, કોલિયાણ, રાયણ ખાતે.

ભડલી (તા. નખત્રાણા) : રામબાઈ ગોરાણી (ઉ.વ. 87) તે સ્વ. કરમશીભાઈ નાનજીભાઈ ગોરાણીના પત્ની, ચંદુભાઈ (પ્રવીણભાઈ), ગીતાબેન (આણંદસર), લવજીભાઈ, ચુનિલાલભાઈના માતા, ગીતાબેન, મનિષાબેન, પ્રભાબેનના સાસુ, ભક્તિબેન (વડાગામ), જિજ્ઞેશભાઈ, લગ્નેશભાઈ, દૃષ્ટિબેન (કનકપુર), મનાલીબેન, રિંકલબેન, પ્રતીક અને જયકુમારના દાદી તા. 14-6-2026ના  અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 16-6-2026ના મંગળવારે સવારે 8થી 11 અને બપોરે 3થી 5 પાટીદાર સનાતન સમાજ ભવન, ભડલી ખાતે.

વિથોણ (તા. નખત્રાણા) : લુહાર મરિયમબાઈ (ઉ.વ. 78) તે લુહાર ઈબ્રાહિમ મીઠુ (ગુજરાતવાળા)ના પત્ની, અબ્દુલા, ઇસ્માઇલ, ગની, જાફરના માતા, અકબર, ઇમરાન, ઈરફાન, રહેદાન, રેહાનના દાદી, લુહાર હુસન મીઠુ, હાજી આમદ મીઠુ, જુસબ મીઠુ, અલીમામદ મીઠુના ભાભી, લુહાર ઈશાક ફકીરમામદના સાસુ તા. 14-6-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 17-6-2026ના બુધવારે સવારે 10 વાગ્યે મુસ્લિમ જમાતખાના, વિથોણ ખાતે.

સામખિયાળી  (તા. ભચાઉ) : મૂળ ઘરાણાના ઠાકરશીભાઈ (ઉ.વ. 85) તે સ્વ. પાર્વતીબેન પોપટલાલ કાથરાણીના પુત્ર, કાન્તાબેનના પતિ, સ્વ. નાનજીભાઈ ખેરાજ નાથાણી (ચરાવડા)ના જમાઈ, સ્વ. ત્રિભુવન જેઠાલાલ માણેક (રાપર)ના ભાણેજ, રતિલાલ, ધર્મિષ્ઠાબેન ધીરજલાલ (ભચાઉ), મણિબેન કાંતિલાલ મજીઠિયા (આદિપુર)ના ભાઈ, ભાનુબેનના જેઠ, પ્રભુલાલ, મહેન્દ્ર, ઘનશ્યામ, દમયંતીબેન હરિલાલ (ભચાઉ), અલકાબેન શંકરલાલ (ભુજ)ના પિતા, હંસાબેન, સ્વ. જ્યોત્સનાબેન, દમયંતીબેન, જોશનાબેન, હરિલાલ છગનલાલ (ભચાઉ), શંકરલાલ મેઘજી (ભુજ)ના સસરા, કલ્પનાબેન, જિજ્ઞાાબેનના મોટા  સસરા , શંકર, પરેશ, વિજય, દક્ષાના મોટાબાપા, ધીરજલાલ અરજણભાઇ (ભચાઉ), કાંતિલાલ અમીચંદ (આદિપુર)ના સાળા, ભાવિક, જિગર, ધીરેન, ધાર્મિક, યાજ્ઞિક, રામ, ધ્રુવ, રાજ, હેત, પૂજા, દિવ્યા, આરતી , ગોપી, જાનકી, વિધાના દાદા, શ્યામ, તૃપ્તિ, ખ્યાતિ, હિરલ, ઉર્વશી, હેત, ઓમના નાના, બાબુલાલ, કનૈયાલાલ, રમેશભાઈ, મનસુખલાલ, ભરતભાઈ, રૂક્ષ્મણીબેન, નર્મદાબેન, કમુબેન અને જશોદાબેનના બનેવી તા. 12-6-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 18-6-26ના ગુરુવારે સવારે 10થી 11 સંધ્યાગિરિ આશ્રમ (મઢી), આધોઇ-સામખિયાળી ત્રણ રસ્તા ખાતે.

સામખિયાળી (તા. ભચાઉ) : મૂળ બાદરગઢના સાધુ શામદાસ શિવરામદાસ તા. 14-6-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 25-6-2026ના ગુરુવારે અને ભદ્રોસવ અને લોકાઇ તા. 26-6-2026ના શુક્રવારે નિવાસસ્થાન વાઘાણીના ચામુંડા માતાજીનાં મંદિરે, પ્રજાપતિવાસ, સામખિયાળી ખાતે.

રાજકોટ : રળિયાતબેન તે દેવશીભાઇ પરસાણાના પત્ની રાજકોટ ખાતે તા. 14-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 18-6-2026ના ગુરુવારે સવારે 9થી 11 કોપર કલાસિક એપાર્ટમેન્ટ, રેલવે ક્રોસિંગ પાસે, એરપોર્ટ રોડ, રાજકોટ ખાતે.

Panchang

dd