ભુજ : ધનલક્ષ્મીબેન ગજાનંદ જાદવ (ઉ.વ. 55) તે સ્વ. રોહિણીબેન ચંદ્રકાન્ત
જાદવના પુત્રવધૂ, ગજાનંદ (ઇન્દ્રાબાઇ
સ્કૂલ-ભુજ)ના પત્ની, કોમલ પરેશ પટેલ, જાગૃતિ
હિરેનકુમાર સોનાવડે, હર્ષ જાદવ (હ્યુન્ડાઇ શો રૂમ-ભુજ)ના માતા,
પરેશ પટેલ, હિરેનકુમારના સાસુ તા. 2-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા
તા. 8-6-2026ના સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.
આદિપુર : સામાબેન સુરેશભાઇ ખોખર તે સ્વ. મગીબેન વેલજીભાઇ ખોખર, પૂંજાભાઇ ભીમાભાઇ, કાનજીભાઇ
ધમાભાઇ, વિશ્રામભાઇ માલાભાઇ, દેવજીભાઇ કરશનભાઇ
ખોખરના પુત્રવધૂ, હરેશ, અશોક, ગીતાબેન રમેશભાઇ સંજોટના માતા, પ્રેમિલાબેન લાલજીભાઇ,
ઝવેરબેન રામજીભાઇ, લખીબેન રમેશભાઇના જેઠાણી,
પચાણભાઇ ડાયાભાઇ બોખાણી (બળદિયા)ના પુત્રી, મગનલાલ
પચાણભાઇ, પરબતભાઇ પચાણભાઇ, સ્વ. કરમશીભાઇ
પચાણભાઇ, હમીરભાઇ પચાણભાઇ, ભચુભાઇ પચાણભાઇ,
દેવલબેન પરબતભાઇ ખોખર, મેઘબાઇ કાનજીભાઇ,
માલસીભાઇ પેથાભાઇ, આલશીભાઇ પેથાભાઇ, દેવજીભાઇ પેથાભાઇ, ગોપાલભાઇ પેથાભાઇ બોખાણીના બહેન અવસાન
પામ્યા છે. ધાર્મિકવિધિ દિયાડો તા. 12-6-2026ના તથા તા. 13-6-2026ના ઘડાઢોળ નિવાસસ્થાન મેઘમાયા સોસાયટી, આદિપુર ખાતે.
અંજાર : જિતેન્દ્ર લાલજી શાહ (વાયડા) (ઉ.વ. 75) તે સ્વ. લીલાવંતીબેન લાલજીભાઈ
શાહ (મુંબઈ)ના પુત્ર, સ્વ. જયાવંતીબેન જેઠાલાલ (માંડવી)ના જમાઈ, જયશ્રીબેનના પતિ, પ્રતીકના પિતા, સ્વ. માલતીબેન, સ્વ. ચારૂલતાબેનના ભાઈ, સ્વ. મહેન્દ્રભાઈ, વિરેનભાઈ (જામનગર), સ્વ. હરીશભાઈ, લીલાવંતીબેન, સ્વ.
તરલાબેન (મુંબઈ), કેતકીબેન (માંડવી)ના બનેવી, ભાવિન (અમદાવાદ), અમિત (પાટણ), કલ્પેશના મામા, સચિન, પ્રીતિના ફુવા તા. 7-6-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-6-2026ના સોમવારે સાંજે 5થી 6 ગાયત્રી શક્તિપીઠ, ગાયત્રી સોસાયટી, નવા અંજાર ખાતે.
માંડવી : મ.ક.સ.સુ. દરજી પીયૂષ કિશોરભાઇ (કારિયો દરજી) સોલંકી
(ઉ.વ. 45) તે સ્વ. ગીતાબેન કિશોરભાઇ દરજીના
પુત્ર, સ્વ. કિરીટભાઇ (ધોરિયો), ગં.સ્વ. ભારતીબેન, હેમલતાબેન ચંદ્રકાન્તભાઇ (બબાભાઇ દૂધવાળા)ના
ભત્રીજા, સ્વ. હિરેનના મોટા ભાઇ, દિલેન,
હિતેનના મોટાબાપાના પુત્ર, ભાવિની, પાયલના કાકાઇ જેઠ, નિયતિ, ધ્યાની,
શિવન્યા, હસ્તીના મોટાબાપા, સ્વ. જગદીશભાઇ (ભાંડુપ), સુનીલભાઇ (ભાંડુપ)ના કાકાઇ ભત્રીજા,
સ્વ. કસ્તૂરબેન દામજી મોઢ (કેરા)ના દોહિત્ર, રાજેશભાઇ
(કેરા)ના ભાણેજ તા. 7-6-2026ના
અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-6-2026ના સોમવારે સાંજે 4થી 5 દરજી સમાજવાડી, નાગનાથ રોડ, માંડવી ખાતે.
માનકૂવા (તા. ભુજ) : અમૃતબેન મનજી વેલાણી (ઉ.વ. 72) તે મનજી દેવજી વેલાણીના પત્ની, ચંદુલાલ વેલાણી, અરવિંદભાઇ
વેલાણી, કસ્તૂરબેન બાબુલાલ મેઘાણી, હેમલતાબેન
કીર્તિ ગોરાણીના માતા, સાવિત્રીબેન ચંદુલાલ, વિમળાબેન અરવિંદભાઇના સાસુ, કિશન, નિશાબેન, કિશન, જીત, વૃષ્ટિ, શ્રુતિના દાદી, રામજીભાઇ,
કાનજીભાઇ, પ્રેમજીભાઇ, જેન્તીલાલ,
પરસોત્તમભાઇના ભાભી તા. 6-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 9-6-2026ના મંગળવારે સવારે 8.30થી 11 (એક દિવસ) સતપંથ સનાતન સમાજવાડી, જૂનાવાસ, માનકૂવા ખાતે.
ભાદ્રોઇ (તા. અંજાર) : માધુબેન ભચાભાઇ રબારી (ઉ.વ. 95) તે સ્વ. ભચાભાઇ હીરાભાઇ રબારીના
પત્ની, કરમશીભાઇ ભચાભાઇ રબારી, મમુભાઇ ભચાભાઇ રબારી, ભોજાભાઇ ભચાભાઇ રબારી (પૂર્વ સરપંચ,
ભાદ્રોઇ ગ્રામ પંચાયત)ના માતા, નાગજીભાઇ કરમશીભાઇ, પીયૂષભાઇ કરમશીભાઇ, વાલજીભાઇ મમુભાઇ, શંકરભાઇ મમુભાઇ, પરેશભાઇ ભોજાભાઇ, પ્રફુલ્લભાઇ ભોજાભાઇના દાદી, વિરાજ નાગજીભાઇ, કિયાન વાલજીભાઇ, પર્વ પરેશભાઇના પરદાદી તા. 7-6-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર નિવાસસ્થાન ભાદ્રોઇ ખાતે.
ગઢશીશા (તા. માંડવી) : આંઠુ ગોમાબેન (ઉ.વ. 74) તે સ્વ. હરિલાલ ગોવિંદના પત્ની, ભરત, હેમલતાબેન છગનલાલ
ચાવડા (સુખપર રોહા), દિનેશના માતા, ભોજાભાઇ,
સ્વ. નાનબાઇ (આણંદસર મંજલ), ગંગાબેન લખુ ચાવડા
(સુખપર રોહા), સ્વ. દેવાબેન (અમીરગઢ)ના ભાભી, કુંવરબેનના જેઠાણી, અરવિંદ, સુનીલ,
લીલાબેન અશોક ચાવડા (દરશડી), રમીલાબેન રમેશ ચાવડા
(સુખપર-ભુજ)ના મોટામા, મીનાબેન, ગાયત્રીબેન,
લીલાબેન, દિવ્યાબેનના સાસુ, સપનાબેન રાજવીર ચાવડા (ભુજ), વંશિકા, દૃષ્ટિ, સૃષ્ટિ, આસ્વી,
રાજ, આર્યન, પ્રિન્સ,
હાર્દિક, બાબુ મીઠુ, મહેન્દ્રના
દાદી, ભીમજી ઉમરાના કાકી, સ્વ. ખેતશી લખુ
ચાવડા (વિરાણી)ના બહેન, હીરુબેનના નણંદ, ગોવિંદ, શાન્તિલાલ અરજણ, પ્રેમજી, ગોપાલ, ઝવેરબેન
(માજી ન્યાય સમિતિ-માંડવી)ના ફઇ તા. 7-6-2026ના અવસાન પામ્યા છે. સત્સંગ તા. 12-6-2026ના તથા ધાર્મિકવિધિ તા. 13-6-2026ના શનિવારે નિવાસસ્થાન બાલકૃષ્ણ
નગર ખાતે.
લુડવા (તા. માંડવી) : હાલે બદલાપુર નર્મદાબેન લખમશી પોકાર (ઉ.વ.
70) તે સ્વ. ગોમતીબેન જેઠાભાઈ પોકારના
પુત્રવધૂ, સ્વ. લખમશીભાઈ જેઠા પોકારના પત્ની, ભાવેશભાઈ, પલ્લવીબેનના માતા, રોશનીબેન,
અશોકકુમારના સાસુ, મન, રુદ્રના
દાદી, ઉમંગ, ધારવીના નાની, ચતુરાબેન નાનાજીભાઈના દેરાણી, હીરાબેન દિનેશ,
લક્ષ્મીબેન અમૃતલાલ, ચંપાબેન મહેન્દ્રના જેઠાણી,
નીતિન, પ્રમોદના કાકી, કપિલ,
હેમાંગ, નિકુંજ, જિજ્ઞેશના
મોટીમા, સ્વ. લાછબાઈ કરસન પેથા માવાણી (દેશલપર-વાંઢાય)ના પુત્રી,
સ્વ. રવિલાલભાઈ, સ્વ. ચંદુભાઈ, સ્વ. શાંતાબેન, સ્વ. મોંઘીબેનના બહેન અવસાન પામ્યા છે.
પ્રાર્થનાસભા તા. 8-6-2026ના
સોમવારે સવારે 8.30થી 11.30 પાટીદાર સમાજવાડી, લુડવા ખાતે.
મોટા રતડિયા (તા. માંડવી) : મૂળ રામાણિયાના ગોસ્વામી માધવગિરિ
શંભુગિરિ (ઉ.વ. 65) તે અરૂણાબેનના
પતિ, ગં.સ્વ. પુરબાઇ શંભુગિરિના પુત્ર, સ્વ. બચુબાઇ, સ્વ. પ્રેમગિરિ, સ્વ.
ઝવેરગિરિ, સ્વ. મોહનગિરિ, સ્વ. વિશ્રામગિરિ,
સામાબાઇના ભત્રીજા, વસંતબેન દયાલગિરિ (સુખપર),
ખીમગિરિ, રમેશગિરિના ભાઇ, પારૂલબેન, ભારતીબેનના જેઠ, અમિતગિરિ,
સંજયગિરિ, મિત્તલબેન, જયશ્રીબેનના
પિતા, દક્ષાબેન, જયંતગિરિ, ક્રિષ્નાબેન, કલ્પેશગિરિના સસરા, ભાવનાબેન હિતેષગિરિ, મીનાબેન હિરેનગિરિ, જીનલબેન વિશાલગિરિના મોટાબાપુ, અક્ષરા, હેન્સી, ગોપી, તેજશ, નિર્મિત, તુલસી, આનંદી,
આરતી, રોશની, શિવ,
ધવલના દાદા, રુદ્ર, ધ્રુવી,
પ્રિયાંશ, માહી, યશ્વીના
નાના, સ્વ. ધરમગિરિ હીરાગિરિ (મોટા રતડિયા)ના જમાઇ, સુરેશગિરિ, પ્રતાપગિરિ (માંડવી), વિજયાબેન પરસોત્તમગિરિ (વાંકુ)ના બનેવી તા. 6-6-2026ના અવસાન પામ્યા છે. સાદડી
તા. 9-6-2026ના મંગળવારે સાંજે 4થી 5 ચારણ સમાજવાડી, મોટા રતડિયા ખાતે.
લુણી (તા. મુંદરા) : કનકબા દીપુભા જાડેજા (ઉ.વ. 56) તે જાડેજા દીપુભા રાસુભાના
પત્ની, જીતુભા રાસુભાના નાના ભાઇના પત્ની, સ્વ. મહાવીરસિંહ, નરેન્દ્રસિંહના માતા, ઇશ્વરસિંહના કાકી તા. 5-6-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 11-6-2026ના ગુરુવારે શિવ મંદિર હોલ, લુણી ખાતે. ઉત્તરક્રિયા તા. 15-6-2026ના સોમવારે નિવાસસ્થાને.
ખાંભલા (તા. નખત્રાણા) : પ્રેમસિંહ કુપજી સોઢા (ઉ.વ. 59) તે સ્વ. કુપજી હમીરજીના પુત્ર, સવાઇસિંહના નાના ભાઇ, સ્વ. ભેરજી, સ્વ. દીપસિંહ, કરનશનજી
કુંભાજીના ભત્રીજા, પ્રતાપસિંહ, વનરાજસિંહ,
ફતેસિંહના કાકા, નરપતસિંહ, મહેન્દ્રસિંહ, ભરતસિંહ, જુવાનસિંહ,
જયદેવસિંહ, હિતેન્દ્રસિંહ, પ્રેમસિંહ, મહેશાજી, પ્રભાતસિંહ,
સવાઇસિંહ, નવલસિંહ, ઘનશ્યામસિંહના
કાકાઇ ભાઇ, યુવરાજસિંહ, વિશ્વરાજસિંહ,
શક્તિસિંહના દાદા તા. 6-6-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા અને પાણીઢોળ તા. 16-6-2026ના તેમજ સાદડી નિવાસસ્થાન ખાંભલા
ખાતે.
બેલા (તા. રાપર) : ક્રિષ્નાબા વાઘેલા (ઉ.વ. 80) તે નરપતસિંહ જસવંતસિંહ વાઘેલાના
પત્ની, લક્ષ્મણસિંહ, ઘનુભાના
ભાભી, સ્વ. લોકેન્દ્રસિંહ, સત્યજિતસિંહના
માતા, પૂર્વરાજસિંહ, મૂળુરાજસિંહ,
હરદીપસિંહના મોટીમા, શિવપાલસિંહ, પ્રિન્સરાજસિંહ, હર્ષરાજસિંહના દાદી તા. 4-6-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા
તા. 14-6-2026ના નિવાસસ્થાન દરબાર ગઢ, બેલા ખાતે.
નાની બેર (તા. અબડાસા) : ચવાણ આશીબાઈ મામદસિધિક (ઉ.વ. 72) તે ઈશા, અભુભખર, હુશેન,
મોલાના અબ્દુલાના માતા, ગફુર, જુસબ, ગુલામ, સફીમામદના મોટીમા,
ચવાણ હાજી કાસમના બહેન, ચવાણ હાજી સલીમ (સદસ્ય
અબડાસા તાલુકા પંચાયત)ના ફઈ, રજાક, અલ્તાફ,
નિઝામના દાદી તા. 7-6-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 9-6-2026ના મંગળવારે સવારના 11થી 12 જામા મસ્જિદ કમ્પાઉન્ડ હોલ,
નાની બેર ખાતે.
મેઘપર (તા. લખપત) : દેમાબાઇ વીરાભાઇ બલિયા (ઉ.વ. 98) તે સ્વ. વીરાભાઇ ભસરભાઇ બલિયાના
પત્ની, સ્વ. અરજણભાઇ બલિયા, ગોવિંદભાઇ
બલિયા, સ્વ. વાલજીભાઇ બલિયાના માતા, કાનજીભાઇ,
મનજીભાઇના મોટીમા, રામજીભાઇ, પ્રેમજીભાઇ, સ્વ. લાલજીભાઇ, વિશ્રામભાઇ,
રમેશભાઇ, નવીનભાઇ, સ્વ. રતિલાલભાઇ,
શૈલેશભાઇના દાદી તા. 4-6-2026ના અવસાન પામ્યા છે. બારસ તા. 13-6-2026ના મેઘપર ખાતે.