• રવિવાર, 14 જૂન, 2026

રવાપરમાં રહેણાકની મંજૂરી છતાં દુકાનો બનતાં પગલાં લેવાની માગણી

દયાપર (તા. લખપત), તા. 13 : નખત્રાણા તાલુકાના રવાપર ગામમાં સ.નં. 131વાળા ઠામના પ્લોટ નં. 1થી 8 રહેણાક હેતુ હોવા છતાં વેરા બચાવવા સરકાર સામે છેતરપિંડી કરી કોમર્શિયલ બાંધકામ થયું હોવાની ફરિયાદ ઊઠી છે. શરતભંગ બદલ મામલતદાર, સર્કલ ઇન્સ્પેક્ટરના અભિપ્રાયો પછી પણ પ્રાંત કચેરીમાંથી કોઇ કાર્યવાહી નહીં થતાં આશ્ચર્ય થયું છે. આઠ દુકાન બનાવી દેવાઇ છે. રવાપરના મનોજભાઇ શાહે શરતભંગ બદલ માહિતી અધિકાર હેઠળ માહિતી મેળવી, સર્કલ ઇન્સ્પેક્ટર દ્વારા પંચનામું કરાવી મામલતદારનો પણ આ બાબતે સ્પષ્ટ અભિપ્રાય પ્રાંત કચેરીને શરતભંગ અંતર્ગત પત્ર મોકલ્યા પછી પણ કોઇ કાર્યવાહી થઇ નથી. બિનખેતી મંજૂરી મળી છે, પરંતુ વારંવાર આ બાબતે રજૂઆતો કર્યા પછી બે વર્ષથી કચેરીમાંથી બીજી કચેરી ફક્ત પત્રવ્યવહાર ચાલુ છે. શરતભંગના કોઇ પગલાં ભરાતાં નથી. 

Panchang

dd