• સોમવાર, 30 માર્ચ, 2026

અવસાન નોંધ

ભુજ : લોહાર સુલેમાન હારૂન (ઉ.વ. 92) તે ગફુર, હાસમ, કાસમ, અબ્દુલના પિતા, મ. ઈબ્રાહિમ (ભદ્રેશ્વર)ના ભાઈ, અલીમામદ, ઈસ્માઈલ (ભદ્રેશ્વર)ના મોટાબાપા, અબ્દુલ અદ્રેમાન (પત્રી), રહેમતુલ્લાહ (ઝરપરા)ના બનેવી, હાજી (પત્રી), અલીમામદ (કિડાણા)ના માસા, સિદીક (ગુંદિયાળી)ના સસરા તા. 28-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 31-3-2026ના મંગળવારે સવારે 10:30થી 11:30 ઉસ્માનિયા મસ્જિદ, રહીમનગર, ભુજ ખાતે. 

અંજાર : મૂળ ભચાઉના ચંદ્રકાંત હરિલાલ ઠક્કર (નાથાણી) (ઉ.વ. 74) તે સ્વ. ગોદાવરીબેન હરિલાલ નાથાણીના પુત્ર, જયાબેનના પતિ, દક્ષાબેન (દિયોદર), અનિરુદ્ધભાવિનના પિતા, સ્વ.  પ્રાગજી કાનજી પાદરાઈ (અંજાર)ના જમાઈ, સ્વ. શારદાબેન પરસોત્તમ ઠક્કર, સ્વ. અમૃતલાલ (આણંદ), સ્વ. નટવરલાલ, દિનેશભાઈ, જગદીશભાઈ (ભચાઉ), જયંતીલાલ (ભુજ), સ્વ. રમેશભાઈ (આદિપુર)ના ભાઈ, ઠક્કર ચંપકલાલ મહાદેવલાલ (દિયોદર), નેહાબેનના સસરા, જાન્યાના દાદા, હામિંગના નાના, મધુભાઈ, વિનોદભાઈદિલીપભાઈ, પ્રવીણભાઈ ગિરીશભાઈ, ગં.સ્વ. હીરાબેન જમનાદાસ, ગં.સ્વ. મુકતાબેન ગોરધનદાસ, ગં.સ્વ. જમનાબેન ચંદ્રકાતના બનેવી  તા. 29-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 31-3-2026ના મંગળવારે સાંજે 4.30થી 5.30 લોહાણા મહાજનવાડી, અંજાર ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે. (દશો રાખેલ નથી.)

અંજાર : ઉમાબેન વેલજી લોચાણી (ઉ.વ. 85) તે સ્વ. વેલજીભાઈના પત્ની, સ્વ. જખુ હીરાના પુત્રવધૂ, કાનજીભાઈ, સ્વ. પુરબાઈ, સ્વ. લક્ષ્મીબેન મેઘજીભાઈ ખોખર (ખંભરા)ના માતા, કાંતાબેનના સાસુ, રતનબેન રમણીક લોચાણી, રમીલાબેન કિશન લોચાણી, મીનાબેન પરેશ લોચાણી, ઉર્મિલાબેન દેવજી લેઉવા (રામપર વેકરા), શારદાબેન હિતેષ મારવાડા (ભુજ)ના દાદી, સ્વ. મનુભાઈ વાલાભાઈ સિજુ (ભુજોડી)ના પુત્રી તા. 29-3-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 31-3-2026ના મંગળવારે રાત્રે આગરી અને તા. 1-4-2026ના બુધવારે સવારે ઘડાઢોળ નિવાસસ્થાને નગરપાલિકા ઓફિસની સામે, અંજાર ખાતે.

મિરજાપર (તા. ભુજ) : મૂળ નલિયાના પુષ્કર્ણા બ્રાહ્મણ હેમંતભાઈ કુંવરજી બોડા (ઉ.વ. 65) (એમઈએસ) તે સ્વ. કેશરબેન કુંવરજી બોડાના પુત્ર, દક્ષાબેનના પતિ, સ્વ. વીણાબેન, સ્વ. જિતેન્દ્ર, અનિલભાઈ, દિનતાબેન, કમલેશભાઈ (ન્યૂ ઇન્ડિયા ઈન્સ્યોરન્સ)ના ભાઈ, સ્વ. માયાબેન, નંદાબેનના દિયર, પ્રીતિબેનના જેઠ, ઊર્મિબેન, નેહા, નીરવના પિતા, રામ, હિરેન, વૈશાલીના સસરા, હિમાંશુ, રોહિત, કાજલ, સ્વ. વૈશાલી, ભાવના, દીપ્તિ, માધુરી, સારિકાના કાકા, નલિની, કેતનના મામા, પિહુ, હેનીલના દાદા, હેત્વી, આરવી, નવ્યાના નાના, સ્વ. કેશીબેન શિવજી પનિયા (મુંદરા)ના જમાઈ, સ્વ. પ્રવીણકુમાર, સુરેશભાઈના બનેવી તા. 29-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 31-3-2026ના મંગળવારે સાંજે 4થી 5 બિલેશ્વર મહાદેવ મંદિર, ભુજ ખાતે.

ગજોડ (તા. ભુજ) : જાડેજા સરૂપાજી રામસંગજી (ઉ.વ. 69) તે જાડેજા મિઠુભા, જટુભા, સ્વ. ભુરુભાના મોટા ભાઈ, રાણુભા, સુરુભાના પિતા, બળવંતાસિંહ, મહિપતાસિંહના મોટાબાપુ, સહદેવાસિંહ, અર્જુનાસિંહ, જયવિરાસિંહના દાદા, જાડેજા પ્રેમસંગજી નોઘણજી, ગુલાબાસિંહ, ખેતુભા, લાખીયારજીના કાકાઈ ભાઈ, સ્વ. હઠુભા જુજાજી, સ્વ. મુરુભા પથુજી, સ્વ. ગાભુભા પથુજી, સ્વ. સંગ્રામજી પથુજીના પિતરાઈ ભાઈ, સ્વ. સોઢા અખેરાજજી પાચરાજજી, સ્વ. સોઢા વિશનાજી પાચરાજજી (ચંદ્રનગર)ના ભાણેજ, સોઢા સવાઇસિંહ સતિદાનાસિંહ (આશાપર), સોઢા સરૂપાસિંહ કાનજી (બિબ્બર), શ્રવણાસિંહ હભજી (મોટા રેહા)ના સસરા, સ્વ. બચુભા શિવુભા વાઘેલા (દેવ ચરાડી)ના બનેવી, સોઢા ખેતાસિંહ ખાનજી, નરપતાસિંહ, ગણપતાસિંહ (મતે કા તલા રાજ..)ના મામા તા. 29-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી ગામનો ચોરો બીજા નાકા પાસે. બારમું (ઉત્તરક્રિયા) તા. 4-4-2026ના શનિવારે નિવાસસ્થાને.

સુખપર (તા. ભુજ) : સુશીલાબેન (ઉ.વ. 63) તે મારૂ કંસારા સોની સ્વ. પ્રભુલાલ કાનજી બારમેડાના પત્ની, નારણભાઇ કાનજીના નાના ભાઇના પત્ની, હિતેષ, નિમેષના માતા, હિના, અંકિતાના સાસુ, માધવન, પિયા, પરીના, જેમિન, હર્ષિલના દાદી, કસ્તૂરબેનના દેરાણી, કાશ્મીરા, સ્વ. સંદિપના કાકી, ગં.સ્વ. બિંદિયાના કાકીસાસુ, ગં.સ્વ. રતનબેન, ગં.સ્વ. દમયંતીબેન, સ્વ. જયાબેનના ભાભી, સ્વ. મંજુલાબેન વેલજી રામજી કટ્ટાના પુત્રી, ભરતભાઇ, સ્વ. મહેન્દ્રભાઇ, દીપક, રંજનબેન, નંદાબેનના બહેન તા. 28-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-3-2026ના સોમવારે સાંજે 5થી 6 કેદારેશ્વર મહાદેવ મંદિર, દરબારવાડી, સુખપર ખાતે.

નવી દુધઇ (તા. અંજાર) : માંજોઠી હનીફ ઇશાક (ઉ.વ. 60) તે મ. હાસમ ઇશાક, હુશેન ઇશાક, મ. સતાર ઇશાકના નાના ભાઇ, સાજીદ, વસીમના પિતા, મુસ્તાક, ઇમ્તિયાઝ, ગુલામહુશેન, ઇકબાલના કાકા તા. 29-3-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 31-3-2026ના સવારે 10થી 11નિવાસસ્થાન મુસ્લિમ જમાતખાના, દુધઇ ખાતે.

ગોધરા (તા. માંડવી) : હાલે થાણે મૂળશંકર લક્ષ્મીદાસ માકાણી (ઉ.વ. 68) તે સ્વ. ધનગૌરી લક્ષ્મીદાસ માકાણીના પુત્ર, મીનાબેનના પતિ, ગૌરવ, સ્વ. મોનિલના પિતા, પ્રીતિબેનના સસરા, કલકીના દાદા, સ્વ. રતનબેન ભવાનજી કાનજી નાગુ (વડાલા-કચ્છ)ના જમાઈ, વસંતભાઈ (વલસાડ), હેમલતા ધીરજ વિઠા (માધાપર), જયવંતી યજ્ઞેશ નાકર (ગાંધીનગર)ના બનેવી, અરૂણાબેનના નણદોયા, ભાવના, અંકિતા, મીરલ, રાજનના ફુવા, ખ્યાતિ, જતિન, વૈશાલી, એકતાના માસા તા. 29-3-2026ના મુંબઈ ખાતે અવસાન પામ્યા છે. સાસરા પક્ષની પ્રાર્થનાસભા તા. 30-3-2026ના સાંજે 5થી 6 આર.ટી.ઓ. રાજગોર સમાજવાડી, ભુજ ખાતે.

સલાયા (તા. માંડવી) : ખલીફા ઉમર અલારખા (ઉ.વ. 85) તે મ. ઓસમાણ (બાયઠ), , સિદ્દીક (બાયઠ), મ. ઇબ્રાહિમ (બાયઠ)ના નાના ભાઈ, જુણસ, આદમ, અદ્રેમાન, સિકંદરના પિતા, અબ્દુલ (ભાડઈ)ના સસરા, ઈભલા (બાયઠ), સલીમ (બાયઠ), સુલેમાન (ભુજ)ના કાકા, આમદ ખમીસા (સલાયા)ના બનેવી, અયાન, અરબાઝ, સલમાન, મોહમદ સાજ, સુલેમાન, નૌશાદ, સીઝાનના દાદા, આરીફ, આસિફ, અસગરના નાના તા. 28-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 31-3-2026ના મંગળવારે સવારે 10થી 11 અહેમદશા બુખારી મસ્જિદ, મિસ્કીન નગર, ભૂકંપ  નગર, મસ્કા રોડ, સલાયા ખાતે.

ભવાનીપર (તા. અબડાસા) : સંગીતાબેન (ઉ.વ. 22) તે હીરજી મૂરજી જેપાર અને મણિબેનના પુત્રી, નેહા, મેહુલ, ખુશાલના બહેન, દેવલબેન પબા જેપાર, સ્વ. લાલજી પબા જેપાર, સ્વ. રામજી પેથા જેપાર, સ્વ. નારણ પેથા જેપાર, મૂરજી પેથા જેપાર, નાનબાઇ મૂરજી જેપારના પૌત્રી, સ્વ. કાનજી મૂરજી જેપાર, સામત મૂરજી જેપાર, ભરત રામજી જેપાર (મિરજાપર), દેવજી રામજી જેપાર (મિરજાપર), નવીન લાલજી જેપાર, ડેમાબાઇ રામજી બુચિયા (બેરૂ)ના ભત્રીજી, સ્વ. કરશન ભીમજી બુચિયા (વડવા કાંયા)ના દોહિત્રી, શાંતિલાલ, વિનોદ (વડવા કાંયા)ના ભાણેજી તા. 28-3-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા (આગરી) તા. 30-3-2026ના સોમવારે અને તા. 31-3-2026ના મંગળવારે ઘડાઢોળ નિવાસસ્થાન ભવાનીપર ખાતે.

નાની વમોટી (તા. અબડાસા) : ડોરૂ જેઠાબાઈ પ્રેમજી (ઉ.વ. 62) તે પરસોત્તમ, વાલજી, રમેશ, ભરત, હીરબાઈ નરશી (જતાવીરા), ઉષાબેન વેરશી (મોથાળા), લક્ષ્મીબેન નારાણ (આદિપુર)ના માતા તા. 28-3-2026ના અવસાન પામ્યા છે. કોઠ તા. 31-3-2026ના અને પાણી તા. 1-4-2026ના નિવાસસ્થાન નાની વમોટી ખાતે.

અંજાર : મૂળ જવાહરનગરના મઢવી તુલસીભાઈ નારણભાઇ (ઉ.વ. 67) તે કરશનભાઈ સાખોલના જમાઈ, સ્વ. ગોમતીબેનના ભાઈ, રાજેશભાઈના પિતા, મોહનભાઈ, માવજીભાઈ, રવજીભાઈ ગામોટના ભાણેજ, ધૈર્ય, મિતના દાદા તા. 27-3-2026ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા નિવાસસ્થાન રામકૃષ્ણ મહાવીર નગર, અંજાર ખાતે.

મોટા લોહારિયા (તા. અંજાર) : ગુણવંત અરજણ પરમાર (ઉ.વ. 60) તે સ્વ. રંભાબેન અરજણ રણછોડ પરમારના પુત્ર, ઉર્મિલાબેનના પતિ, પૂર્વેશ, અવની, નેહલ, છાયા, સ્વ. રિતેશના પિતા, ધીરજલાલ એ. પરમાર (માજી સરપંચ), પુષ્પાબેન, ભાગેરતીબેન, ગીતાબેન, સરલાબેનના ભાઇ, શર્મિલાબેન ડી. પરમાર (સરપંચ)ના દિયર, હંસરાજભાઇ, સ્વ. પ્રવીણભાઇ, કિશોરભાઇ, હિતેષભાઇના સાળા, નીરજભાઇ, ભદ્રેશભાઇ, સાગરભાઇના સસરા, સ્વ. મણિબેન અને સ્વ. મોહનલાલ પ્રાગજી ચૌહાણ (નાગોર)ના જમાઇ, પ્રિતેશભાઇ, જિજ્ઞાબેનના કાકા, રૂપાબેન અને હિરેનભાઇના કાકાજી, રીવા, ધ્રુત્વી, રીષિલના દાદા, જૈમિન, કૃષિ, પ્રનય, વિહાન, નક્ષ, જેપીન, વંશના નાનાબાપા, ચેતન, રવિ, સચિન, દેવાંશ, મનીષા, ઉલ્પા, ફાલ્ગુની, હેતલ, પૂજા, દિશા, શિલ્પા, શ્વેતાના મામા તા. 29-3-2026ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 1-4-2026ના સાંજે 4.30થી 5.30 નિવાસસ્થાન વથાણ ચોકમાં.

નેત્રા (તા. નખત્રાણા) : પરગડુ ધનબાઇ તેજાભાઇ (ઉ.વ. 85) તે સ્વ. તેજા ડોશા પરગડુના પત્ની, રમેશભાઇ, માનબાઇ રામજી ખોખર (મથલ), લક્ષ્મીબેન ભીમજી સંજોટ (નાગવીરી), કેશાબાઇ રવજી ભદ્રુ (મથલ)ના માતા, જીવાબાઇના સાસુ, લીલાધર, લતાબેન મોહન સિજુ (ભાડરા), હંસાબેન વિરમ બડિયા (ખીરસરા-નેત્રા), કલાબેન નવીન ગંઢેર (મોખરા), દમયંતીબેન દીપક ખોખર (ત્રંબૌ)ના દાદી, સ્વ. તુલસી ડોશા પરગડુ, મેગબાઇ વાલજી ગંઢેર (નેત્રા), સામત ડોશા પરગડુ (કોઠારા), કેશા ડોશા પરગડુ (નેત્રા)ના ભાભી, હંસાબેન લીલાધર પરગડુના દાદીસાસુ, આચાર કમા મેરીયાના પુત્રી તા. 29-3-2026ના  અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયાઓ તા. 8-4-2026ના સાંજે બારસ અને તા. 9-4-2026ના સવારે ઘડાઢોળ નિવાસસ્થાન રામદેવપીરના મંદિરની બાજુમાં, નેત્રા ખાતે.

રાપર : શ્રીમાળી સોની અમરતબેન પાટડિયા (ઉ.વ. 79) તે વાલજીભાઈ કાનજીભાઈના પત્ની, સ્વ.દેવશીભાઈના નાના ભાઈના પત્ની, વિનોદભાઈ, નિલેશભાઈ, કલાબેન, જ્યોત્સનાબેન, પ્રવિણાબેનના માતા, નીતાબેન, નિશાબેન, સ્વ. વનિતાબેન લવજીભાઈ, બકુલભાઈ, હિતેશભાઈના સાસુ, સ્વ. સુખલાલ, છોટાલાલ, ધનસુખલાલ, નર્મદાબેન, નીલાવંતીબેનના કાકી, કોમલબેન, સોનલબેન, જાનવી, આર્યન, પરી, પ્રિન્સીના દાદી, સ્વ. ભાઈચંદ હરજીવન સદાણી (ભીમાસરવાળા)ના પુત્રી, સ્વ. બાબુલાલ, સ્વ. ચમનલાલ, સ્વ. ગાવિંદભાઈ, ગણપતભાઈ, ચંપાબેન, સ્વ. ઉજીબેન, સ્વ. નીલાવંતીબેનના બહેન, હાર્દિક, કૃણાલના દાદીજી સાસુ તા. 29-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-3-2026ના સોમવારે સાંજે 5થી 6 કલોલિયા ધામ, અયોધ્યાપુરી, રાપર ખાતે. 

વિરાણી મોટી (તા. નખત્રાણા) : હાલે આરસીપુરમ (હૈદરાબાદ) કડવા પાટીદાર કાન્તાબેન કેશવલાલભાઈ કાનજિયાણી દિવાણી (ઉ.વ. 86) તે  કેશવલાલ લાલજી કાનજિયાણીના પત્ની, કનૈયાલાલ (કનુભાઈ) (મોટી વિરાણી), વિજયભાઈ, ગોવિંદભાઈ, વિઠ્ઠલભાઈ (આરસીપુરમ-સિકંદરાબાદ), જ્યોતિબેન શાંતિભાઈ નાથાણી (નવાવાસ નખત્રાણા)ના માતા તા. 29-3-2026ના અવસાન પામ્યા છે. જનરલ સાદડી તા. 31-3-2026 અને 1-4-2026 બે દિવસ સવારે 8:30થી 10, બપોરે 3:30થી 5 સુધી કનૈયાલાલ (કનુભાઈ) કાનજિયાણીના નિવાસસ્થાન કોટડા રોડ, મોટી વિરાણી ખાતે. 

Panchang

dd