• રવિવાર, 29 માર્ચ, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ રોહા (સુમરી)ના કરસનભાઇ ડુડિયા (ઉ.વ. 52) તે સ્વ. માલતીબેન ગગાભાઇના પુત્ર, સ્વ. પ્રાગજી દેવજીના ભત્રીજા, વિણાબેનના પતિ, હંસરાજભાઇ, મહેશભાઇ, સાવિત્રીબેનના ભાઇ, નીતાબેનના દિયર, દિવ્યાના કાકા સસરા, ભવ્ય, ભૂમિ, તન્વીના પિતા, કેતન બિંદિયાના કાકા, અતુલના મામા, અંશના દાદા, સ્વ. બચુબેન માનસંગજી અબડાના જમાઇ, અરવિંદભાઇ માનસંગજી અબડા, નિર્મળાબેન હર્ષદભાઇ ચૌહાણ (નખત્રાણા)ના બનેવી તા. 27-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-3-2026ના સોમવારે સાંજે 4.30થી 5.30 રાજપૂત સમાજવાડી, રઘુવંશી ચોકડી ભુજ ખાતે.

ભુજ : કુંભાર જુલેખાબાઇ આમદ (સાજનવાલા) (ઉ.વ. 70) તે આમદ હાજી ઇબ્રાહીમ (લાઇટવાળા)ના પત્ની, હનીફ, ફારૂક, સલીમ (લાઇટવાળા)ના માતા, ઇમરાનભાઇ (સુરેન્દ્રનગર)ના સાસુ, હાજી અબુબકર જુસબ, હાજી મામદ જુસબ, હાજી યાકુબ જુસબ, ગની હાજી ઇબ્રાહીમ, મ. સુલેમાન જુસબના ભાભી તા. 28-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-3-2026ના સોમવારે સવારે 10થી 11 ન્યૂ રેલવે સ્ટેશન રોડ, કુંભાર જમાતખાના ખાતે. 

ગાંધીધામ : મૂળ મોટી ચીરઇના છગનલાલ ખીમજી ઠક્કર (શિવમ સ્વીટ્સ) (ઉ.વ. 91) તે સ્વ.ભવાનીબેનના પતિ, કરમશી આણંદજીના પૌત્ર, સ્વ. સંતોકબેન ખીમજીના પુત્રસ્વ. મંગળજીભાઈ, સ્વ. જયરામભાઈ, સ્વ. પ્રેમાબેન અરજણભાઈ પોપટના ભાઈસ્વ. પ્રકાશભાઈ, અશોકભાઈ તથા કમળાબેન વિશનજી ચંદેગં.સ્વ. મુક્તાબેન પ્રદીપકુમાર શેઠિયા, ગં. સ્વ. સુશીલાબેન હરિભાઈ તન્નાહંસાબેન દુષ્યંતકુમાર દક્ષિણી, સુનિતાબેન જયેશકુમાર રાજદેના પિતા, ગં. સ્વ. જ્યોતિબેન અને વર્ષાબેનના સસરા, રાજદીપ, નીલ, શ્રુતિ વિનીત શાહ, બંસી પ્રત્યુષ પિલ્લાઇના દાદા, કોમલબેન અને અદિતિબેનના દાદાજી સસરાસ્વ. મટુબેન ધનજીભાઈ કોટક (ભચાઉ)ના જમાઈ,   સ્વ. હરિલાલ, ધીરજલાલ, સ્વ. હીરાબેન મનસુખલાલ મીરાણી, નિર્મળાબેન જયંતીલાલ સોમૈયાના બનેવી,   સ્વ. ભગવાનભાઈ, મંગળજીભાઈ, હીરાભાઈ, જેરામભાઈના કાકા તા. 28-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 29-3-2026ના રવિવારે સાંજે 5થી 6 અંબાજી મંદિર હોલ, ઓસ્લો, સેક્ટર-4, ગાંધીધામ. (લૌકિક વ્યવહાર બંધ છે) 

અંજાર : જયસિંહભાઇ કનકસિંભાઇ ઠક્કર (માથકિયા) (ઉ.વ.75) તે સ્વ. કાન્તાબેન કનકાસિંહ રતનાસિંહભાઈ ઠક્કરના પુત્ર, જયાબેનના પતિસ્વ. લવજીભાઈ લખમશીભાઈ પોપટ (મોટા રેહા)ના જમાઈ, સ્વ. વિશનજીભાઈ, સ્વ. હીરાલાલ, સ્વ.બબીબેન ચીમનલાલ શેઠિયાના ભત્રીજા, સ્વ. લખમશી ભાણજીભાઈ દાવડાના દોહિત્ર, સ્વ. જમનાબેન ડુંગરશીભાઈ ઠક્કર, સ્વ. કરમશી લખમશી ઠક્કર, ગં.સ્વ. મધુબેન રાજેશભાઈ શેઠિયાના ભાણેજ, કુસુમબેન મહેન્દ્રભાઈ (નાગોર-રાજકોટ), સુનિતાબેન સુરેશભાઈ ઠક્કર (શુભમ-મુંદરા), ગં. સ્વ. જયશ્રીબેન ગિરીશભાઈ ગણાત્રા (અંજાર), ભાવનાબેન રાજેશભાઈ ઠક્કર (ગાંધીધામ), સોનલબેન બિપિનભાઇ પલણ (અંજાર), અનિલભાઈ ઠક્કર, સ્વ. દીપકભાઈ ઠક્કર, નરેન્દ્ર, રાજેશ, સમીર, ડિમ્પેશ, શિલ્પાબેનના ભાઈ, સ્વ. અશ્વિનભાઈ નાગજીભાઈ કોઠારી, સ્વ. વિજયભાઈ ગોરધનદાસ સોમેશ્વર, જયેશભાઈ પ્રાગજીભાઈ પૂજારાના વેવાઈમહેન્દ્રભાઈ પીતાંબરભાઈ (નાગોર), સુરેશભાઈ નરશીરામ ઠક્કર, સ્વ. ગિરીશભાઈ મણિલાલ ગણાત્રા, રાજેશભાઈ રણછોડદાસ કોટેચા, બિપિનભાઇ વિશ્રામભાઈ પલણના સાળા, અરાવિંદ લવજીભાઈ પોપટ, સુરેશભાઈ લવજીભાઈ પોપટ, મહેન્દ્રભાઈ શિવજીભાઈ પોપટ, ચંદ્રકાંત શિવજીભાઈ પોપટ, ગં.સ્વ. વેલુબેન વસંતભાઈ પલણ, મંગલાબેન કિશોરભાઈ રાવલિયા, સ્વ. વિમળાબેન મધુભાઈ શેઠિયા, ગં.સ્વ. ભારતીબેન દિનેશભાઈ ઠક્કરના બનેવી, રોનિકભાઈ (એડવોકેટ એન્ડ નોટરી), મીરાબેન, શ્વેતાબેન (ગીતાંજલિ)ના પિતા, તન્વીબેનઆનંદભાઈ વિજયભાઈ અંજારિયા (સોમેશ્વર) (મહુવા), દેવેન્દ્રભાઈ જયેશભાઈ પૂજારા (ભુજ)ના સસરા, નિયતિ તેમજ હીરવાના દાદા, નીરવા તેમજ તિલક, બેબીના નાના તા.27-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.29-3-2026ના રવિવારે સાંજે 5થી 6 અંજાર લોહાણા મહાજનવાડી, સવાસર નાકા અંજાર ખાતે. (લૌકીક વ્યવહાર બંધ છે). 

માંડવી : ગિરનારાયણ બ્રાહ્મણ અલ્પેશ કિશોરભાઇ ભટ્ટ (ઉ.વ.47) તે સ્વ. મંજુલાબેન અને કિશોરભાઈના પુત્ર, સ્વ. પ્રધાન લીલાધર ધાયાણીના જમાઈ, શીતલ પ્રધાન ધાયાણીના પતિ, શૈલેષ અને સ્વ. પ્રવીણ (મૂળ માંડવી હાલ મુંદરા) અને નવીન, સ્વ. જેન્દ્રાબાળા (જતીપુરા), સ્વ. કલાવતી (નલિયા), ગુણવંતી (મુંદરા), શોભના (નાથદ્વારા)ના ભત્રીજા, કલ્પેશ, હાર્દિક (મુંદરા), શ્વેતા અને નિકિતા, સ્વ.રૂપેશના ભાઈ, હાર્દિક (માંડવી), આનંદના સાળા, આરોહીના પિતા, પુર્વગ અને ખંજનના કાકા, હિતિકા અને નિત્યના મામા તા.27-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા.30-3-2026ના સોમવારે સાંજે 4થી 5, સંત્સંગ આશ્રમ માંડવી  ખાતે. 

મુંદરા : જત મુસ્તાક કાસમ (ઉ.વ. 59) તે કાસમ ઉર્ફે મહંમદરફીક (દુબઇ)ના પિતા, અમીન, ઇબ્રાહીમ (કારવાંને મુસ્તફા હોસ્પિટલના ડ્રાઇવર), મહંમદહુસેન (કલરવાળા), ફારૂક (ટેઇલર), શહેનાઝ (ભુજ)ના ભાઇ, જત હસન (ભુધા)ના બનેવી, જત ગુલામહુસેન અબ્દુલરહીમ (મુંબઇ)ના કાકાઇ ભાઇ તા. 27-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-3-2026ના સવારે 10.30થી 11.30 ઉમરશા બાબા ઇદગાહ વાડી-મુંદરા મધ્યે. 

ભચાઉ : ગિરીશભાઇ ઠક્કર (મિરાણી) (ઉ.વ. 73) તે સ્વ. જશોદાબેન નરભેરામભાઈ ટોકરશીભાઈના પુત્ર, ચંદ્રિકાબેનના પતિસ્વ. જયાબેન મનહરલાલ રૂપારેલ (તુણા હાલે ગાંધીધામ), ભરતભાઈ, મહેન્દ્રભાઈ (ભચાઉ)ના મોટા ભાઈ, સ્વ.માધવજીભાઈ જાદવજીભાઈ સોમેશ્વર (ચિત્રોડ હાલે રાપર)ના જમાઈ, સ્વ. પ્રભાબેન ડાયાલાલ દાનસંગ મજીઠિયા (રવ હાલે રાપર), સ્વ. ચંપાબેન હેમરાજ ભીંડે (કીડિયાનગર, હાલે ગાંધીધામ), ગં.સ્વ. ચંચળબેન છગનલાલ પૂજારા (ભચાઉ), સ્વ. લવજીભાઈ માધવજી સોમેશ્વર (રાપર)ના બનેવી, ભાવનાબેન, ધર્મિષ્ઠાબેન, મિરલબેનના પિતા, બકુલકુમાર રતનશીભાઈ ચંદે, જાગૃતકુમાર રતનશીભાઈ ચંદે (રાપર, હાલે થાણા મુંબઈ), કેતનકુમાર રસિકલાલ લધાભાઈ કારિયા (ભચાઉ, હાલે અમદાવાદ)ના સસરા, અમૃતલાલ શિવજીભાઈ ચંદે (નગરશેઠ  પરિવાર, ભચાઉ)ના ભાણેજ, જગદીશ, હર્ષદ, હેતલબેન હરેશકુમાર કારિયા (ભચાઉ હાલે કડી)ના મોટા બાપા, પુષ્પાબેન ભરતભાઈ મિરાણીના જેઠ, લતાબેન તથા ડિમ્પલબેનના મોટા સસરા, ભવ્ય તથા યોમના દાદા, આયુષી, ઓમ, વત્સલ, નિષ્કુ, શિવાંશ તથા રુદ્રના નાના તા. ર6-3-2026ના અવસાન પામ્યા છે. બંન્ને પક્ષની પ્રાર્થનાસભા તા.30-3-2026ના સોમવારે સાંજે 5થી 6 ભચાઉ લોહાણા મહાજનવાડી ખાતે.

માધાપર (તા. ભુજ) : મૂળ હળવદના ઔદિચ્ય બ્રાહ્મણ હંસાબેન કીર્તિભાઇ દવે (ઉ.વ. 61) તે સ્વ. કીર્તિભાઇ પ્રાણજીવન દવેના પત્ની, અમિત (ગાંધીધામ કોર્ટ), શ્રુતિ, સ્વ. પાર્થના માતા, આનંદ ચંદુલાલ આર્યના સાસુ, સ્વ. સરસ્વતીબેન રતિલાલ જોષી (ઝરૂ)ના પુત્રી, અશોકભાઇ, ઉષાબેન, દિલીપભાઇ, ગીતાબેન, આરતીબેનના બહેન, ગાર્ગી, આરૂશના નાની તા. 28-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-3-2026ના સોમવારે સાંજે 4.30થી 5.30 નારણવાડી જી.ઇ.બી. ઓફિસની સામે માધાપર ખાતે. 

વાડાસર (તા. ભુજ) : કલ્યાણભાઇ હરજીભાઇ રાબડિયા (ઉ.વ. 67) તે માવજીભાઈ, ગં.સ્વ. વાલબાઈ, પ્રેમબાઈના નાના ભાઈ, કાંતાબેનના પતિ, ગીતાબેન પ્રકાશ પટેલ, હિતેશ, બ્રિજેશના પિતા, મનસુખભાઇ, મુકેશભાઈ, વનીતાબેન ગાવિંદ પટેલ (રામપર), કિશોરભાઈ, રમેશભાઈ, જસુબેન દિનેશના મામા, કિશોરભાઈ, કાંતિભાઈ, ધીરજભાઈના કાકા, મનજીભાઇ કરસનભાઈ હાલાઇ (રામપર), ગં. સ્વ. લાલબાઈ કાનજીગં. સ્વ. રાધબાઈ (માંડવી), સ્વ. અમરબાઈ, હીરાબાઈ, કેસરબાઈના બનેવી, વિનોદભાઈ, દીપકભાઈ, સુરેશભાઈ (રામપર)ના ફુઆ તા. 27-3-2026ના અવસાન પામ્ય છે. પ્રાર્થનાસભા તા. 30-3-2026ના સોમવારે ભાઈઓ માટે સ્વામિનારાયણ મંદિર વાડાસર અને બહેનો માટે નિવાસસ્થાને. 

વડવારા (તા. ભુજ) : કોઠીવાર શામજી કરશન (ઉ.વ. 63) તે રાજેશ, અરવિંદ, ધનુબેન વાલજી ખુંગલા (પદ્ધર), ગીતાબેન મનસુખભાઇ બરાડિયા (રાયધણપર)ના પિતા, સ્વ. અરજણ ભીમા ચાવડા (કંઢેરાઇ)ના જમાઇ તા. 28-3-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા વડવારા નિવાસસ્થાને. 

રતનાલ (તા. અંજાર) : રામજીભાઇ ડેકાભાઇ વરચંદ (દોઢિયેવારા) (ઉ.વ. 89) તે સ્વ. રવાભાઈ ડેકાભાઈ વરચંદના મોટાભાઈ, સ્વ. ગોપાલભાઈ તેજાભાઈ ભોજાણી (છાંગા)ના જમાઈ, સ્વ. રામજીભાઈ કરશનભાઇ વરચંદ, સ્વ. ભચુભાઈ દાનાભાઈ વરચંદ, જીવાભાઈ કરશનભાઇ વરચંદ, કાનજીભાઈ દાનાભાઈ વરચંદ, શામજીભાઈ કરશનભાઇ વરચંદ, સ્વ.ભગુભાઈ કરશનભાઈ વરચંદના ભાઈ, ત્રિકમભાઈ રામજીભાઈ વરચંદ (સરપંચ પ્રતિનિધિ, રતનાલ ગ્રામ પંચાયત), સ્વ. કાનજીભાઈ રામજીભાઈ વરચંદ, પરમાબેન ભગુભાઈ વાઘાણી, જશીબેન અરજણભાઈ છાંગા, સ્વ.વાસુબેન કાનજીભાઈ માતા, રાધાબેન નારણભાઇ છાંગાના પિતા, સરિયાબેન ત્રિકમભાઈ વરચંદ (સરપંચ, રતનાલ ગ્રામ પંચાયત), વાસુબેન ત્રિકમભાઈ વરચંદ, સ્વ.સમીબેન કાનજીભાઈ વરચંદના સસરા, ભગુભાઈ રવાભાઈ વરચંદ, રૂપાભાઈ રવાભાઈ વરચંદ, રણછોડભાઈ રવાભાઈ વરચંદ, નંદલાલભાઈ રવાભાઈ વરચંદના મોટા બાપા તા.27-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું  નિવાસસ્થાને, સચ્ચિદાનંદ મંદિરની બાજુમાં રતનાલ મધ્યે.

ચંદિયા (તા. અંજાર) : કચ્છ ગુર્જર ક્ષત્રિય મિત્રી ચાવડા  પોપટલાલ વાલજીભાઇ (ઉ.વ. 92) તે પ્રેમીલાબેનના પતિસ્વ. જીવીબેન વાલજીભાઇના પુત્ર, સ્વ. ભાણજીભાઇ, સ્વ. ચીમનભાઇ, સ્વ. હુલાસબેન જીવરામભાઇ જેઠવા, સ્વ. કાશીબેન નરસીભાઇ પરમારના ભાઇ, પંકજભાઇ, રીટાબેન પ્રમોદભાઇ મકવાણા, સરલાબેન દિનેશભાઇ પરમારના પિતા, સ્વ. મણિબેન સામજીભાઇ રાઠોડના જમાઇ તા. 27-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-3-2026ના સોમવારે સાંજે 4થી 5 મિત્રી સમાજવાડી ચંદિયા ખાતે. 

બિદડા (તા. માંડવી) : સુરેશ ભાણજી વીરા (ઉ.વ. 78) તે સ્વ. વેજબાઈ ભાણજી વીરાના પુત્ર, કાંતાબેનના પતિ, જિતેન્દ્ર, ભૂમિના પિતા, કિરણ, વૈભવ (મોથાળા)ના સસરા, મોક્ષના દાદા તા. 27-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-3-2026ના બપોરે 4થી 4.30 આરાધના હોલ , દેરાસરની બાજુમાં બિદડા ખાતે. 

બિદડા (તા. માંડવી) : સંઘાર મનોજ જખુભાઇ (ઉ.વ. 34) તે નેણબાઇ જખુના પુત્ર, સ્વ. વેલજીભાઇ, સ્વ. અલાયાભાઇના ભત્રીજાસામત અલાયા, મંગલ અલાયા, રામજી અલાયા, હધુ વેલજી, દેવા વેલજી, કાનજી, જયશ્રીના ભાઇ, વિજયાબેનના પતિ, મંગલ મીઠુ સુઇયા (વાંઢ)ના જમાઇ, જયરાજ આશારિયા, નાથાલાલ આશારિયાના ભાણેજ, નિવ્યા, ખુશી, સાવિત્રી, તન્વીના પિતા, મીત, જીંકલ, ડિમ્પલના કાકા તા. 28-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 30-3-2026થી તા. 1-4-2026 નિવાસસ્થાને શિશુ મંદિરની બાજુમાં બિદડા ખાતે. 

બાગ (તા. માંડવી) : સુમરા કાસમ જુસબ (ઉર્ફે બાવલોકાકા) (ઉ.વ. 86) તે સુમરા ફકીરમામદના પિતા, શાયદ તથા શિરાજના દાદા તા. 27-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ તથા જિયારત તા. 29-3-2026ના રવિવારે સવારે 9થી 10 નિવાસસ્થાન વાડી ખાતે.

તલવાણા (તા. માંડવી) : જવેરબેન શિવગણ ચૌધરી (ઉ.વ. 82) તે સ્વ. શિવગણ મનજી ચૌધરીના પત્ની, શાંતિભાઈ, ધીરજભાઈ, દિનેશભાઈ, ચંદ્રિકાબેન શાંતિલાલ રામજિયાણી (કુરબઈ)ના માતા, નિર્મળાબેન, નર્મદાબેન, સવિતાબેનના સાસુ, કાંતિભાઈ, નારણભાઈ, સ્વ. રવજીભાઈ, વનિતાબેન (બિદડા), મોંગીબેન (પદમપુર), નર્મદાબેન (શ્રીરામનગર)ના ભાભી, સ્વ. મોંઘીબેન, મુક્તાબેન, રસિલાબેનના જેઠાણી, હિતેષ, દીક્ષિત, નિકુંજ, રાજ, પ્રિન્ટલબેન (રાયણ), હેતલબેન (રાયણ), ડિમ્પલબેન (મદનપુરા), દર્શનાબેન (કાંડાગરા), ચિંતલબેન (નવાવાસ)ના દાદી, પૂજાબેન, નિશાબેન, જીનલબેનના દાદી સાસુ, તસ્ય, ધરિતી, દિવ્યાંશીપરમના પરદાદી તા. 28-3-2026ના અવસાન પામ્યા છે.  સાદડી તા.29-3-2026ના રવિવોર સવારે 8.30થી 12, બપોરે 3થી 5.30 શ્રીરામનગર કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજવાડી ખાતે.

તલવાણા (તા માંડવી) : જાડેજા મહિપતસિંહ વેલુભા (ઉ.વ.88) તે સ્વ. શિવુભા, સ્વ.બહાદુરાસિંહ, રામસંગજી પતુભા, કનુભા, રણજીતાસિંહ ચતુરાસિંહ, સ્વ. ભરતાસિંહ, કુલદીપાસિંહ ખેંગારજીના ભાઈ, જાડેજા જયેન્દ્રાસિંહ, હરદેવાસિંહ, કનકાસિંહના પિતાઅજયાસિંહ, કૃષ્ણરાજાસિંહ, પ્રતિપાલાસિંહ, રવિરાજાસિંહ, રુદ્રાસિંહના દાદા તા. 28-3-2026ના  અવસાન પામ્યા છે. સાદડી તા. 29-3-2026ના રવિવારથી 2-4-2026ના ગુરુવારે અખાણી ભાયાતની ડેલીમાં. ઉત્તરક્રિયા તા. 8-4-2026ના બુધવારે નિવાસ્થાને.

મોટી ખાખર (તા. મુંદરા) : ખેતશી દેવરાજ ગઢવી (ઉ.વ. 72) તે સ્વ. પુનશી દેવરાજ, ગોપાલ દેવરાજ, ભાણબાઇબેનના ભાઇ, પચાણરાજદેદેશરના પિતા, શામળા પુનશીના કાકા, શામળા ગોપાલ (રેલવે પોલીસ)ના મોટાબાપુ, સવરાજ, ભીમશી, શ્યામપુનશી, સામત, ગોપાલના દાદા તા. 29-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાને - એસ.વી. નગર મોટી ખાખર ખાતે, ઉત્તરક્રિયા તા. 7-4-2026ના મંગળવારે. 

નવીનાળ : મનુભા ચાવડા તે સ્વ. ગોડજી કલ્યાણજી ચાવડાના પુત્ર, સ્વ. ઉમરસંગજીના ભાઇ, ડોલુભા, વિજયસિંહ, સરોજબા, કુંજનબાના કાકા તા. 27-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું એક દિવસ તા. 30-3-2026ના સોમવારના બપોરે 2થી 5 ચાવડાવાસ ખાતે.

નલિયા : રાઠોડ શામકુંવરબા નારાણજી (ઉ.વ. 76) તે સ્વ. નારાણજી વાઘજી રાઠોડ (બાંધા હાલે નલિયા)ના પત્ની, સ્વ. માણસંગજી, કિશોરસિંહ, મહેન્દ્રસિંહ, દાનુભા, નરપતસિંહ, વિજયાબા, લીલાબા, દર્શનાબાના માતા, સ્વ. રાઠોડ જેઠુભા, કાકુભા, દાજીભા, મેઘરાજજીના ભાભી, જાડેજા ભોજરાજજી જેમલજી (મોટી ભેદી)ના બહેન તા. 28-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી નલિયા સ્થિત નિવાસસ્થાને, જૈન બોર્ડિંગની બાજુમાં.

કોઠારા (તા. અબડાસા) : હિંગોરા હલીમાબાઇ અલાડેના (ઉ.વ. 90) તે હુસેનના માતા, ઉસ્માન (ઉર્ફે ડાડા)ના ભાભી, ઇશાક હાજી જકરિયાના મોટી મા તા. 27-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 30-3-2026ના સોમવારે સવારે 9.30થી 10.30 જંગશાહ પીર કમ્પાઉન્ડ કોઠારા મધ્યે. 

માતાના મઢ (તા. લખપત) : પુષ્કર્ણા બ્રાહ્મણ દેવજી નરભેરામ જોશી (વાસુ) (ઉ.વ. 75) તે સ્વ. મુકતાબેન નરભેરામ વાસુના પુત્ર, રક્ષાબેનના પતિ, સ્વ. કમળાબેન રમણીકલાલ હર્ષ (ભુજ), રજનીકાંતભાઇ, સ્વ. લીલાધરભાઇ, સ્વ. મૂળશંકરભાઇ, હરજીવનભાઇ, સ્વ. ભવાનીશંકરભાઇના ભાઇ, સ્વાતિબેન, સંદિપ (ભોલા)ના પિતા, મનીષભાઇ પણિયા (ના. સરોવર)ના સસરા, સ્વ. રમાબેન મહેન્દ્રભાઇ ઓઝા (માધાપર)ના જમાઇ, સ્વ. વિનોદચંદ્ર, પરેશભાઇ, દક્ષાબેન હર્ષદભાઇ ભટ્ટી, સ્વ. જાગૃતિબેનના કાકા, આશાબેન જગદીશ હર્ષ, સીમાબેન ભાવેશ મહેતા, કોમલબેન કેવલ અબોટી, શીતલબેન અર્જુનભાઇ બોડા, નિશા, ભાવિક, વિશાલના મોટા બાપા, કપિલ, મિરલ, હેતના દાદા, મૂળશંકર, લાભશંકર, અતુલભાઇ, શિવશંકર, સ્વ. ભરતભાઇના કાકાઇ ભાઇ, સતીષભાઇ, સ્વ. મુકેશભાઇ, અનિલભાઇ, અતુલભાઇ, ભાવનાબેન પરેશભાઇ જોશી, વિનય તથા શૈલેષના મામા, શિવાંગીના નાના તા.27-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 30-3-2026ના સોમવારે સાંજે 4થી 5 લોહાણા સમાજવાડી, તન્ના હોલ, માતાના મઢ ખાતે.

પાનધ્રો (તા. લખપત) : ગં.સ્વ. નેણબાઇ નાનજીભાઇ રૂપાણી (ઉ.વ. 103) તે નાનજીભાઈ હીરજીભાઈ રૂપાણીના પત્નીસ્વ. ખીમજીભાઇ, સ્વ. મંગલભાઈ, દાદુભાઈ, હાંસબાઈ ધનજી શેખા (સિયોત), માનબાઈ મણિલાલ શેખા (મંગવાણા), હીરબાઈ દામજી જોગેલ (માતાના મઢ)ના માતા, નારણ, દયારામ, બાબુલાલ, સ્વ. ગોપાલભાઈ, જેન્તી, રવજી, દિનેશ, નીતિન, ભરત, મીરાબેન ત્રિવેદીલાલ (કોઠારા), ભગવતીબેન વિજયભાઈ (ભુજ), જશોદાબેન રાજેશભાઇ (માતાના મઢ)ના દાદી તા. 27-3-2026ના અવસાન પામ્યા છે. બારમું - આગરી તા. 6-4-2026ના સાંજે અને તા. 7-4-2026ના સવારે પાણી પાનધ્રો સ્થિત નિવાસસ્થાન ખાતે.

કોટડા (મઢ) : ગોરડિયા ગાંગજીભાઇ સામતભાઇ (ઉ.વ. 52) તે હંસાબેન કાનજીભાઈ (ભડલી), મોહનભાઇ, જગદીશભાઇ, મનસુખભાઇના પિતા, વાલબાઇના પતિ, સ્વ. જેઠાભાઇના ભાઇ, રમેશભાઇના કાકા તા. 27-3-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ (બારસ) તા. 30-3-2026ના, ઘડાઢોળ તા. 31-3-2026ના સવારે નિવાસસ્થાને. 

દયાપર (તા. લખપત) : શાહ અનિતાબેન રમેશચંદ્ર ચાંડક (ઉ.વ.57) (પૂર્વ પ્રમુખ તા.પં. લખપત) તે રમેશચંદ્ર વિઠ્ઠલદાસના પત્ની, ગં.સ્વ. જાંબુવતીબેન વિઠ્ઠલદાસ (લધુ શાહ) તથા સ્વ. વિજયાબેન રામચંદ્રના પુત્રવધૂસ્વ. ગોમતીબેન શ્રીનિવાસ લાઠી (ઉજ્જૈન-મ.પ્ર.)ના પુત્રી, સ્વ. ઓમપ્રકાશ, રાજેશ, શીલાબેન, રેખાબેનના બહેન, ચંપાબેન, સ્વ. કસ્તૂરબેન, લક્ષ્મીબેન, પ્રવીણાબેન, હિંમતભાઇ, સ્વ. પ્રદિપ, તૃપ્તીબેન, યોગેશ, ઉષાબેનના ભાભી, કલ્પનાબેન, દિપાલીબેનના જેઠાણી, કવલ અને પૂજાના માતા, રાજ અને ખુશ્બૂબેનના સાસુ, નિર્મલ, વૈભવી, કશિશ, ધ્વનિના મોટી મા, અદ્વૈતના દાદી, ક્યારાના નાની તા. 27-3-2026ના  પનવેલ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 30-3-2026ના સોમવારે સાંજે 4થી 5 તાલુકા પાટીદાર સમાજવાડી (મેઘપર રોડ) ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે) 

રાજકોટ : લક્ષ્મણ ગાંડાભાઇ ભરડવા (ઉ.વ. 95) તે સ્વ. લાલજીભાઇ, સ્વ. બચુભાઇ, સ્વ. જીવનભાઇ, નાનજીભાઇ, સ્વ. મોહનભાઇના મોટા ભાઈ, નરેન્દ્રભાઇ તથા મહેશભાઇના પિતા, ગોપાલ અને સુમિતના દાદા તા. 28-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 30-3-2026ના સોમવારે સાંજે 5થી 7, નાગેશ્વર મહાદેવ મંદિર, બાબરિયા કોલોની, અયોધ્યા સોસાયટી રાજકોટ ખાતે.  

Panchang

dd