• સોમવાર, 30 માર્ચ, 2026

માધાપરમાં મહિલાની છેડતી થયાની ફરિયાદ

ભુજ, તા. 29 : માધાપરમાં મહિલાની છેડતી થયા અંગેની ફરિયાદ નોંધાઈ છે. માધાપર પોલીસ મથકે મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તે નવાવાસની શ્રીજી સ્કૂલમાં કામ કરતી હતી. ત્યારે ગત તા. 27/2ના બપોરે તેની સાથે સ્કૂલમાં કો-ઓર્ડિનેટર તરીકે કામ કરતા જય ગોસ્વામી (રહે. ભુજ)એ સ્કૂલની લોબીમાં હાથ પકડીને છેડતી કરી હતી. આ બાદ ફરિયાદી મહિલાએ કામ પરથી રાજીનામું આપી દીધું હતું. પતિ બીમાર હોવાથી ફરિયાદી મહિલા સારવારમાં રોકાયેલા હતા. પતિને સારું થઈ જતાં આ બાબતની વાત કરતા પતિ સાથે માધાપર પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવી છે. પોલીસે છેડતી સબબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

Panchang

dd