• સોમવાર, 30 માર્ચ, 2026

રાજ્ય સ્તરની રોબોટિક સ્પર્ધામાં મુંદરાના છાત્રની ટીમ બીજા ક્રમાંકે

મુંદરા, તા. 29 : રાજ્ય સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ (ગુજકોસ્ટ) દ્વારા આયોજિત `રોબોટિક ગુજરાત 5.0'ના ફિનાલેમાં ટીમ વલ્કનને દ્વિતિય સ્થાન તથા રૂા. 7.50 લાખનું ઇનામ મળ્યું હતું. અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન એન્જિનીયરિંગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા, મુંદરાની મહેશનગર પ્રાથમિક શાળામાં 27 વર્ષથી ફરજ બજાવતા શિક્ષક હરિભાઇ પટેલના પુત્ર ક્રિષ્ના પટેલ તથા તેમની ટીમ વલ્કનના ધાર્મિક માકિમ, નમ્ર શાહ, માધવ મહેશ્વરીએ ડો. વિજય સવાણીના માર્ગદર્શન હેઠળ `ઇન્ટેલિજન્ટ ગ્રાઉન્ડ વ્હકીલ' શ્રેણીમાં માત્ર અઢી મહિનાના ટૂંકા ગાળામાં 20 કિલો વજન ધરાવતું અત્યાધુનિક ઓટો નોમસ રોવર તૈયાર કર્યું હતું. આ રોબોટ કોઇ પણ માનવીય દખલ વગર અવરોધો ઓળખવા, નેવિગેશન કરવા તથા ક્યુઆર કોડ વાચવા જેવી જટિલ કામગીરી કરવામાં સક્ષમ છે. ચંદ્ર કે મંગળ જેવા ગ્રહોની ખાડા-ટેકરીવાળી જમીન પર ફોટોગ્રાફી કરવા સહિતનાં કાર્યો, કેમિકલ પ્લાન્ટ્સ, દુર્ગમ પહાડી વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન તથા માહિતી એકત્રિત કરવાનું કામ કરી શકશે. આ સફળતા બદલ ટીમને બિરદાવાઇ હતી. 

Panchang

dd