• બુધવાર, 25 માર્ચ, 2026

અવસાન નોંધ

ભુજ : ઔદિચ્ય બ્રાહ્મણ ઝાલાવાડી ભાનુબેન દવે (ઉ.વ. 86) તે સ્વ. ડો. કૃષ્ણકાન્ત છબીલાલ દવે (અમદાવાદ)ના પત્ની, સ્વ. લીલાવતીબેન ડો. છબીલાલ દવે (કોટડા રોહા)ના પુત્રવધૂ, સ્વ. ડો. બેચરલાલ આચાર્ય, ત્રિવેણીબેન (નિરોણા)ના પુત્રી, શરદ, સીમાના માતા, સંધ્યા, રાજેશ ભગતના સાસુ, ભગવતી જે. પંડ્યા (ભુજ), સ્વ. અન્નપૂર્ણા સી. વ્યાસ (ભુજ), જયાબેન કે. વ્યાસ (મુંબઈ), નર્મદા જે. પંડ્યા (ગાંધીનગર), સ્વ. ડો. હરેશ આચાર્ય (નિરોણા), કમલા જે. વ્યાસ (ભુજ), કંચન બી. ભટ્ટ (બોપલ- અમદાવાદ), ઉમેશ બી. આચાર્ય (ભુજ)ના મોટા બહેન, રમેશભાઈ, સ્વ. પુષ્પાબેન કૃષ્ણકાંત પંડ્યા, ડો. વિનોદભાઈ, સરલાબેન ડો. જયવંત આર્ય, ભાનુબેન, ઉષા હરેશ વ્યાસ, રશ્મિન, સ્વામી હિમાંશુના ભાભીમંજુબેન (રેખાબેન), સરોજબેનના જેઠાણી, ઇન્દુબેન, હંસાબેનના નણંદ, શરદ , મીના, મહેશ, આશા, મનીષ, રાજુ, અર્ચના નીરવ, ઉર્વી, પૂર્વી, નિગમ, તારક, માનસી, સ્મિત, શિવાનીના માસી, પ્રેરણા, દિશા, વૈશાલી, પ્રકાશ, વિરાગ,કૃપાલીના ફઇબા, વર્ષા, પૂનમના ફઇજી, ડો. ભવ્યા અને હરિતાના નાની, જયતીના દાદી, પ્રણય, અનુરાગ, આકાશના મોટાબા, સતીશ, ઋચા, ડો. ચિંતન, ડો. મૈત્રીના મામી  તા. 23-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-3-2026ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 ઔદિચ્ય  બ્રહ્મસમાજ વાડી, શિવકૃપા નગર, માંડવી ઓક્ટ્રોય, ભુજ ખાતે.

ભુજ : મૂળ નેત્રાના કાન્તાબેન ભટ્ટ (નાથબાવા) (ઉ.વ. 78) તે સ્વ. કાન્તિલાલ રામજી ભટ્ટના પત્ની, સ્વ. લાલજી રતન નાથબાવાના પુત્રી, દિલીપ ભટ્ટ (શિવોમ ટાઈપિંગ સેન્ટર), અનસૂયાબેન, સ્વ. હેમલતાબેન, ઈલાબેનના માતા, સ્વ. કનૈયાલાલ સાધુ, તીલકનાથ, પ્રેમનાથના સાસુ, પ્રિન્સ, વેદ, હેન્સીના દાદી, સ્વ. જેઠાલાલ, મોહનલાલ, મૂલબાઈ, સ્વ. લક્ષ્મીબેનના ભાભી, શંભુનાથ, મોહનનાથ, ખીમજીનાથના બહેન તા. 23-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-3-2026ના ગુરુવારે સાંજે 4.30થી 5.30 ઔદિચ્ય બ્રહ્મસમાજવાડી, શિવકૃપાનગર, પ્રથમ માળે, ભુજ ખાતે.

ભુજ : શ્રીમાળી સોની ગં.સ્વ. મધુબેન ચંપકલાલ ગેડિયા (સોની) (ઉ.વ. 78) (સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર) તે સ્વ. ચંપકલાલ મગનલાલ ગેડિયાના પત્ની, સ્વ. વસંતબેન મગનલાલ ગગુભાઇના પુત્રવધૂ, ઉદય તથા અંજલિના માતા, નિલેશ્રી ઉદયભાઇ તથા રાજેશભાઇ મહેતાના સાસુ, પ્રિયાંશુ, અંશુમન, રાહુલના દાદી, મિલિન્દ, કિશનના નાની, સ્વ. પુષ્પાબેન નાગરદાસ ચરાવડા (માંગરોળ)ના પુત્રી, વિનોદકુમાર, ચંદ્રેશ, જયેશ, મનુબેન, હેમુબેન ચંદ્રકાન્ત (ધ્રોલ), રસ્મિતા રાજેશકુમાર (માણાવદર), ભાવના રશ્મિકાંત રાણપરા (ઉપલેટા), હેમાંગિની લૈલેશકુમાર (રાજકોટ)ના બહેન, જેન્તાબેન પ્રાણલાલ ચાંપાનેરિયા (માંડવી), કુસુમબેન મધુસૂદન ધોળકિયા (જૂનાગઢ)ના ભાભી તા. 24-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-3-2026ના ગુરુવારે સાંજે 5થી 6 બીએપીએસ સત્સંગ હોલ, ભાનુશાલી નગર, ભુજ ખાતે.

ભુજ  : મૂળ કેરાના રાયમંગિયા નવીનચંદ્ર વેલજીભાઈ (ઉ.વ. 73) (સ્વસ્તિક મમરાવાળા) તે અનસુયાબેનના પતિ, ધર્મેશ, અનિલ, કિરણના પિતા, મયૂરીબેન, હેતલબન, નેહલબેનના સસરા, સ્વ. રતિલાલભાઈ (મુંદરા), સ્વ. બંસીલાલભાઈ (કેરા), ઉમાકાંતભાઈ (માધાપર), તુલસીદાસભાઈ (મુંદરા), ગં.સ્વ. મુક્તાબેન (ભુજ), ગં.સ્વ. ચંદ્રિકાબેન (ભુજ), ગં.સ્વ. મનોરમાબેન (નખત્રાણા), અનિલાબેન (મુંદરા), મદુલાબેન (ભુજ), માલતીબેન (ભુજ)ના ભાઈ, ઠા. વિશનજી હીરજી (દૂધવાળા-ભુજ)ના જમાઈ તા. 24-3-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 25-3-2026ના સવારે 8:30 વાગ્યે નિવાસસ્થાન, હરિપર રોડ, સરદાર પટેલનગર, સેક્ટર-4, મકાન નંબર 29થી નીકળી લોહાણા સ્મશાન ગૃહ ખાતે જશે.

ગાંધીધામ : ભૂપતભાઈ હીરાલાલ પંડયા (ઉ.વ. 71) (આરટીઓ એજન્ટ, આર.એસ.એસ.વાળા, રાજગોર બ્રહ્મ શુભેચ્છક યુવક મંડળના પૂર્વ પ્રમુખ) તે સ્વ. હીરાલાલ ગૌરીશંકર પંડયાના પુત્ર, કમલબેન જોશી (ભુજ)ના ભાઈ તા. 24-3-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 25-3-2026ના બુધવારે સવારે 9 કલાકે નિવાસસ્થાન, ડીબીઝેડ-એન 28, ગાંધીધામથી નીકળશે.

આદિપુર : મૂળ વરસામેડીના રમણીકભાઈ અરજણભાઈ દુધૈયા (ઉ.વ. 85) તે સ્વ. વિજયાબેનના પતિ, સ્વ. રાજુબા અરજણભાઈ દુધૈયાના પુત્ર, સ્વ. માધવજીભાઇ, સ્વ. ભીમજીભાઈ, કરશનભાઇ, સ્વ. બચુબેન, સ્વ. કાશીબેન, સ્વ. મણિબેન, સ્વ. રૂક્ષ્મણિબેનના ભાઈ, સ્વ. પ્રેમિલાબેન કરશનભાઇ દુધૈયાના દિયર, દીપકભાઈ, જયેશભાઈ, અનિલભાઈ, નીતાબેન જગદીશભાઈ ખારેચા, સ્વ. સુરેશભાઈના પિતા, દીપિકાબેન, નીતાબેન, રોહિણીબેનના સસરા, સ્વ. શશિકાંતભાઈ, ગિરીશભાઈ, સ્વ. નિમુબેન, પ્રભાબેન, દમુબેન, દીનાબેનના કાકા, ગં.સ્વ. સંધ્યાબેન, બીનાબેનના કાકાજી સસરા, હેજલ નેહલકુમાર વડગામા, ઉર્વી સુમિતકુમાર ગરવલિયા, યશના નાના, રિદ્ધિ ચિરાગકુમાર દેવમુરારી, રૂત્વી, ઐશ્વી, ધ્રુવી, ભવ્ય, ધન્ય, કાવ્ય, સ્મિત, નિશિત, પાયલ, પરીના દાદા, તનય પ્રશાંતભાઈ ગરવલિયા, રિદ્ધિ સ્મિતભાઈના દાદાજી સસરા તા. 23-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-3-2026ના બુધવારે સાંજે 5થી 6 મધુબન વાડી (સોરઠિયા સમાજવાડી) શિણાય ખાતે.

અંજાર : મચ્છુ કાઠિયા મોઢ બ્રાહ્મણ રમણીકલાલ લક્ષ્મીશંકર ઉપાધ્યાય (ઉ.વ. 78) (નિવૃત્ત એસબીઆઇ) તે સ્વ. લક્ષ્મીબેન તથા  લક્ષ્મીશંકર ઉપાધ્યાયના પુત્ર, દીનાબેનના પતિ, સ્વ. દિવાળીબેન પ્રભુલાલ દવે (કેરા)ના જમાઈ, સ્વ. ગિરજાશંકર, દેવકન્યાબેનના ભાઈ, કિરણ, પરેશના પિતા, કાજલ, કૃતિકાના સસરા, રાઘવ, રુદ્ર, યથાર્થ, વેદાર્થના દાદા તા. 23-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 26-3-2026ના ગુરુવારે સાંજે 5થી 6 ભાટિયા મહાજનવાડી, ટેલિફોન એક્સચેન્જ પાછળ, અંજાર ખાતે.

અંજાર : હીરાલાલ ભગવાનજી કોટક (ઉ.વ. 73) તે સ્વ. રામબાઈ ભગવાનજી કોટકના પુત્ર, ભવાનજી મોતીરામના પૌત્ર, જયોતિબેનના પતિ, વસંતભાઈ, દમયંતીબેન લક્ષ્મીદાસ (ઓડીસા), અનસૂયાબેન દામજીભાઈ પલણ (ભુજ), ક્રિષ્નાબેન હેમંતભાઈ પવાણી (વડોદરા)ના ભાઈ, દિગંતભાઈ કોટક (સી.એ.)ના પિતા, ડો. મલ્લિકા દિગંત કોટકના સસરા, કૌશલ, હૃદયાના દાદા, વરૂણના કાકા, કાજલબેનના કાકાજી સસરા, સ્વ. મંગલજી બચુભાઈ ભીંડે (ભુજ)ના જમાઈ, સ્વ. પ્રવીણભાઈ, રેખાબેન પ્રવીણભાઇ કારિયા, શીલાબેન નવીનભાઈ રાજદે, અલ્કાબેન અરાવિંદભાઈ સાયતા (અમદાવાદ)ના બનેવી તા. ર4-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-3-26ના ગુરુવારે સાજે 5થી 6 અંજાર લોહાણા મહાજનવાડી, સવાસર નાકા, અંજાર ખાતે.

અંજાર : લોઢિયા અજીજાબેન અભુબકર (સુન્તાવાળા) (ઉ.વ. 74) તે લોઢિયા અભુબકર લતીબના પત્ની, મ. હાજી અલીમામદ કમલાણીના પુત્રી, મ. હાજી અલીમામદ લતીબ (સુન્તાવાળા), મ. કાસમ અ. લતીબના ભાભી, મ. યુસબ (ભાભા), હાજી લતીબ, મ. દાઉદ, મ. હાજી, જુણસ, મ. હાજી ઓસમાણ, હાજી મન્સુર, મ. અશરફ, ગુલામ (કચ્છ બેટરીવાળા)ના બહેન, હુશેન અભુબકર, ઇબ્રાહિમ (ઉર્ફે બાપાડા), આરીફ, ફિરોઝના માતા, ફરીદના કાકી, શરફરાજના મોટીમા તા. 24-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-3-2026ના ગુરુવારે સવારે 9.30થી 10.30 ખલીફા સોસાયટી, અંજાર ખાતે.

નખત્રાણા : સારસ્વત બ્રાહ્મણ વૈશાલીબેન (ઉ.વ. 47) તે શૈલેશભાઇ વેલજી સોનપારના પત્ની, ગં.સ્વ. વનિતાબેન વેલજી સોનપારના પુત્રવધૂ, નિમિષાબેન દીપક (માંડવી), દિવ્યાબેન અને ચિરાગના માતા, કણાલીબેન તથા દીપકકુમાર (માંડવી)ના સાસુ, સ્વ. કલ્પનાબેન કાલીદાસ, સ્વ. રંજનબેન ચંદુલાલ સોનપારના ભત્રીજાવહુ, પ્રેમિલાબેન રજનીકાંત, ગં.સ્વ. મીનાબેન કીર્તિકુમાર, ગં.સ્વ. કુસુમબેનના દેરાણી, ભાવના સુરેશભાઇના જેઠાણી, સીમાબેન હરેશભાઇ, કિંજલબેન મયૂરભાઇ, યશ્મીતાબેન નીરવભાઇ, અલ્પાબેન સચિનભાઇ (નેત્રા)ના કાકીસાસુ, રિદ્ધિબેન પ્રફુલ્લના મોટા સાસુ, ભારતીબેન વિમલ (માધાપર), પૂજાબેન અમિત (અંજાર), અશ્વિનીબેન પંકજ (ભુજ), દામિની ગૌરવ, વેદ, નીતેશના કાકી, રેખાબેન ધીરેન્દ્ર (નલિયા)ના ભાભી, ધનલક્ષ્મીબેન વસંતલાલ બોડા (વિરાણી હાલે મુલુંડ)ના પુત્રી, દીપાબેન (રાજકોટ), નિરંજનભાઇના બહેન, જ્યોત, મનવી, આર્વીના દાદી તા. 24-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 26-3-2026ના ગુરુવારે સાંજે 4થી 5 સમસ્ત બ્રહ્મસમાજ વાડી, વિરાણી રોડ, નખત્રાણા ખાતે.

વર્ધમાનનગર-ભુજોડી (તા. ભુજ) : મૂળ રામાણિયાના કચ્છી દશા શ્રીમાળી જૈન વણિક નવીનચંદ્ર વછરાજ મહેતા (ઉ.વ. 85) (પ્રાથમિક શિક્ષક રિટાર્યડ રામાણિયા) તે મંજુલાબેનના પતિ, કિરણ, સ્વ. શિલ્પા તથા ઉષાના પિતા, સ્વ. સલીલ મહેતા (મુંબઇ), ભાવેશ દેસાઇ (ઉર્મિ ઓફસેટ, ભુજ)ના સસરા, અંકિતા અંકિત ભાટિયા, સીમરન તથા કામ્યા ધુવીન સોનીના નાના, કિઆંશ ભાટિયાના પરનાના તા. ર4-3-2026ના અવસાન પામ્યા છે. (દેહદાન કરેલ છે) (લૌકિક વ્યવહાર બંધ છે.)

દહીંસરા (તા. ભુજ) : હાલે લંડન પ્રેમજીભાઇ કાનજીભાઇ ગાંગજિયાણી (ઉ.વ. 90) તે સ્વ. પ્રેમબાઇના પતિ, સ્વ. મનજીભાઇ, રતનબેન, તેજુબેન, માનુબેન, સામુબેન, જશુબેનના પિતા, ગં.સ્વ. રાધાબેન, જગદીશભાઇ, ભીખાલાલ, લાલજીભાઇ, નરેશભાઇના સસરા, માવજી કાનજીના મોટાભાઇ, અમરબેનના જેઠ, વાલજીભાઇ, નરેન્દ્ર, મંજુલાબેન (નારાણપર)ના મોટાબાપા, નયનાબેન, ભૂપેશ, સંદીપના દાદા લંડન ખાતે અવસાન પામ્યા છે. બેસણું તા. 26-3-2026ના ગુરુવારે સવારે 7.30થી 8.30 ભાઇઓ માટે સ્વામિનારાયણ મંદિર (ભાઇઓના), બહેનો માટે બાઇઓના સ્વામિનારાયણ મંદિર, દહીંસરા ખાતે.

ભારાપર (તા. ભુજ) : મેમણ હાજી અબ્દુલ ખાલીક હારુન (ઉ.વ. 70) તે મ. મેમણ હારુન રમઝાન ખેતાણી (દહીંસરાવાળા)ના પુત્ર, ઇમરાનભાઇના પિતા, અબ્દુલ અઝીઝ મેમણ અને ગુલામ હુશેન (દહીંસરાવાળા)ના ભાઇ, હારુન હાજી હુશેન (ભારાપર ટ્રાન્સપોર્ટવાળા)ના જમાઇ તા. 24-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 26-3-2026ના ગુરુવારે સવારે 10થી 11 મેમણ જમાતખાના, ભારાપર ખાતે.

કોટડા (આથમણા) : મહેશ્વરી મેઘબાઇ કાનજી (બળિયા) (ઉ.વ. 95) તે સ્વ. હીરજી વાલજી અને પૂજાના માતા, ચંદુ, નરશી, નારાણ, દિનેશ, કિરણના દાદી તા. 17-3-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂરી થઇ ગઇ છે. બેસણું નિવાસસ્થાન હરિજનવાસ ખાતે.

શિરવા (તા. માંડવી) : ભાનુશાલી બબીબેન (ઉ.વ. 98) તે સ્વ. નારાણજી ઉમરશી જોઇસરના પત્ની, ધીરજલાલ, મહેન્દ્રભાઇ, સ્વ. ચંદુલાલ, ગં.સ્વ. પ્રભાબેનના માતા, રિતેશ, પરેશ, કનૈયા, તિમિર, દીપા, શીતલ, રચનાના દાદી, મધુરીબેન, નીમાબેન, ગં.સ્વ. જવેરબેનના સાસુ, સ્વ. વીરજી દામજી ગોરી (શિરવા)ના પુત્રી તા. 23-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-3-2026ના બુધવારે બપોરે 3થી 4 ભાનુશાલી મહાજનવાડી, શિરવા ખાતે.

રામપર-વેકરા (તા. માંડવી) : ખેતાભાઇ આચુભાઇ બુચિયા (ઉ.વ. 75) તે સ્વ. આચુભાઇ ખીમાભાઇ તેમજ ગં.સ્વ. મીણાબાઇના પુત્ર, પુરબાઇના પતિ, રામજી, કરશન, કાંતિ, લક્ષ્મણના પિતા, સ્વ. મેઘબાઇ કમા વારસુર, સ્વ. વાલબાઇ પચાણ સીજુ (ભુજ), બુધાભાઇ, ભચુભાઇ, રાજાભાઇ, અમરતભાઇ, પ્રેમજીભાઇ, શિવજીભાઇ, રવજીભાઇના ભાઇ, હંસાબેન, માયાબેન, જમનાબેન, અમૃતાબેનના સસરા, ધ્રુવ, વર્ષા, કેતન, ભાવેશ, મિત્તલ, ધૃતિ, ઇશા, જયના દાદા, રમુ વેલા સોધમ (ભડલી)ના જમાઇ, રામજી પચાણના બનેવી, કરસન દામજી બુચિયા, રામજી દામજી બુચિયાના કાકા, દામજી ભદ્રુ (ભુજ), વીરા આલા મંગરિયા (ભુજોડી), ગોપાલ વેરશી નઝાર (નિરોણા), ધનજી ગોરડિયા (આદિપુર)ના વેવાઇ તા. 24-3-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા (દિયાડો) તા. 30-3-2026ના સોમવારે સાંજે આગરી, બીજા દિવસે સવારે ઘડાઢોળ નિવાસસ્થાન રામદેવપીર મંદિર વિસ્તાર, રામપર-વેકરા ખાતે.

નાગલપર (તા. નખત્રાણા) : હાલે મડગાંવ ગોવા કડવા પાટીદાર પ્રભાબેન (ઉ.વ. 64) તે મગનભાઇ માવજી ધોળુના પત્ની, કૃણાલના માતા તા. 23-4-2026ના મડગાંવ ગોવા ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 25-3-2026ના બુધવારે બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, નાગલપર ખાતે.

વિજપાસર (તા. નખત્રાણા) : રાજીબેન કાંતિલાલ શેખા (ઉ.વ. 73) તે રમેશ કાંતિભાઈ શેખા (વિજપાસર), કસ્તૂરબેન દિનેશ (ટોડિયા)ના માતા, ભોજા સુમાર મુછડિયાના પુત્રી, નાનજીભાઈ ભોજાભાઈ મુછડિયાના બહેન તા. 23-3-2026ના અવસાન પામ્યા છે. સામાજિક રિવાજ મુજબ ધાર્મિકક્રિયા (આગરી અને ઘડાઢોળ) તા. 29-3-2026ના રવિવારે સવારે 9.30 કલાકે નિવાસસ્થાને વિજપાસર (તા. નખત્રાણા) ખાતે.

ગુડથર (તા. અબડાસા) : જાડેજા ધનુબા કારૂભા (ઉ.વ. 99) તે સ્વ. રતુભા, વાઘુભા, નંદુબા (મકડા), પ્રેમબા (કાઠી)ના માતા, રાજુભા, નરેન્દ્રાસિંહ, કિરીટાસિંહ, હીરાબા (બોહા), મયાબા (કાઠી)ના દાદી, સ્વ. રામાસિંહ, પથુભા, કનુભા, સ્વ. કિશોરાસિંહ, વનરાજાસિંહના મોટામા તા. 23-3-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન ગુડથર ખાતે. 

Panchang

dd