• સોમવાર, 30 માર્ચ, 2026

જયારે પણ રમવા આવું ત્યારે 120 ટકા સાથે આવું છું : કોહલી

બેંગ્લુરુ તા.29 : આઇપીએલ-2026ના પ્રારંભ સાથે આકર્ષક અણનમ અર્ધસદી કરનાર સફેદ દડાના મહાન બેટધર વિરાટ કોહલીનું માનવું છે કે નિયમિત સમયે રમતમાં બ્રેક લેવાથી તેને થાકથી બચવા અને માનસિક રૂપે તરોતાજા બનીને વાપસી કરવામાં મદદ મળે છે. કોહલીએ સનરાઇઝર્સ સામેની મેચમાં 38 દડામાં પ ચોગ્ગા-પ છગ્ગાથી અણનમ 69 રન કરી 16 ઓવરની અંદર આરસીબીને જીત અપાવી હતી. મેચ પછી કોહલીએ કહ્યું કે જયારે પણ હું રમવા આવું છું ત્યારે 120 ટકા આપવાની કોશિશ કરૂ છું. કયારે પણ તૈયારી વિના આવતો નથી. વિશ્રામ મને માનસિક રીતે ફ્રેશ રાખવામાં મદદ કરે છે. કોહલીએ જીતનો યશ ટફીની 3 વિકેટ અને પડીક્કલની 26 દડામાં 61 રનની ઇનિંગને આપ્યો હતો. અણનમ 69 રનની ઇનિંગ્સ સાથે કોહલીએ વધુ કેટલાક રેકોર્ડ તેના નામે કર્યાં હતા. તે આઇપીએલ ઇતિહાસમાં રન ચેઝ કરતી વખતે 4000 રન પૂરા કરનારો પહેલો બેટર બન્યો હતો. તેના હવે બીજી ઈનિંગ્સમાં કુલ 4027 રન થયા છે. આ સૂચિમાં બીજા નંબર પર ડેવિડ વોર્નર (328પ) અને ત્રીજા નંબરે રોહિત શર્મા (3238) છે.  

Panchang

dd