મિયામી, તા.29 : બેલારૂસની વિશ્વ નંબર વન આર્યના
સબાલેંકાએ મિયામી ઓપનના ખિતાબ પોતાનાં નામે કર્યો છે. ફાઇનલમાં તેણે વિશ્વની ચોથા નંબરની
અમેરિકી ખેલાડી કોકો ગોફ સામે 6-2, 4-6 અને
6-3થી વિજય હાંસલ કર્યો હતો. આ
સાથે ઇગા સ્વિયાતેક બાદ સબાલેંકા `સનશાઇન ડબલ' પૂરા કરનારી પહેલી ખેલાડી છે. સબાલેંકાએ વર્તમાન સીઝનમાં ઇન્ડિયન વેલ્સ અને
મિયામી ઓપન જીતીને સનશાઇન ડબલ જીતનારી પાંચમી ખેલાડી છે. આ પહેલા આ સિદ્ધિ સ્ટેફી ગ્રાફ,
કિમ કિલસ્ટર્સ, વિકટોરિયા અજારેંકા અને ઇગા સ્વિયાતેક
હાંસલ કરી ચૂકી છે. સબલેંકાનો આ સતત બીજો મિયામી ખિતાબ છે. કેરિયરનો 24મો ડબ્લ્યૂટીએ સિંગલ્સ ખિતાબ અને કુલ 30મો ખિતાબ જીતીને સબાલેંકાએ તેની નંબર વનની
સ્થિતિ વધુ મજબૂત કરી છે. તે પાછલા સતત 7પ સપ્તાહથી પહેલા ક્રમે છે.