• સોમવાર, 30 માર્ચ, 2026

ગાંધીધામ-મુંદરામાં ડ્રગ્સ કંટ્રોલર કાર્યાલય સ્થાપવા માંગ

ગાંધીધામ, તા. 29 : કંડલા અને મુંદરા ખાતેનાં બે મહાબંદર ઉપરથી દેશની અંદાજે 40 ટકા જેટલી આયાત-નિકાસ થઇ રહી છે, ત્યારે ફાર્મા અને કોસ્મેટિક ઉત્પાદનોની નિકાસ માટે અત્યંત જરૂરી એવાં નો-ઓબ્જેકશન સર્ટિફિકેટ (એનઓસી)મેળવવામાં સ્થાનિક ઉદ્યોગોને પડતી હાડમારી દૂર કરવા ગાંધીધામ અથવા મુંદરા ખાતે એક પૂર્ણ કક્ષાની સહાયક ડ્રગ્સ કન્ટ્રોલરની કચેરી સ્થાપવા ચેમ્બર દ્વારા દેશના આરોગ્ય મંત્રીને પત્ર પાઠવવામાં આવ્યો છે.  કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડાને પાઠવેલા પત્રમાં ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું છે કે, ભારતના પ્રથમ સેજ કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાતે નોંધપાત્ર સંખ્યામાં એમએસએમઈ અને ફાર્મા તેમજ કોસ્મેટિક ક્ષેત્રના એકમો કાર્યરત છે. દવા અને કોસ્મેટિકના જથ્થાનો નિકાસ કરવામાં આવે છે અને આ પ્રક્રિયામાં ડ્રગ્સ કંટ્રોલર કચેરીનું ના વાંધા પ્રમાણપત્ર (એનઓસી) લેવું પડે છે અને હાલમાં આ પ્રમાણપત્ર માટે અમદાવાદ સ્થિત કચેરી ખાતે વારંવાર જવું પડે છે. હાલની પ્રક્રિયા મુજબ નિકાસકારો કસ્ટમ દ્વારા માલ નેલ લેટ એક્સપોર્ટ ઓર્ડર કર્યા પછી જ એનઓસી માટે અરજી કરી શકે છે આ પછી ખૂબ જ મર્યાદિત સમયમાં અમદાવાદ સ્થિત કચેરી ખાતેથી એનઓસી મેળવવાનું અત્યંત મુશ્કેલ બને છે, તેના કારણે ઘણીવાર સિમેન્ટ રોલ ઓવર નાણાકીય નુકસાન અને વધારાનો લોજિસ્ટિકસ ખર્ચ થાય છે, એનઓસી મેળવવામાં વિલંબના કારણે નિકાસકારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, આ સમસ્યાના નિવારણ માટે ગાંધીધામ અથવા તો મુંદરા ખાતે પૂર્ણ કક્ષાની સહાયક ડ્રગ્સ કંટ્રોલર કચેરી સ્થાપવા જણાવ્યું છે.  માનદમંત્રી મહેશ તીર્થાણીએ જણાવ્યું હતું કે, કચ્છના બંને મહાબંદર ખાતેથી આવનારા સમયમાં વાર્ષિક આશરે 2000 ટીઇયુસ (40 ફૂટ કન્ટેનર)નો અંદાજિત વધારો થવાની સંભાવના છે, ત્યારે કંડલા અથવા તો મુંદરા કસ્ટમ ખાતે ડ્રગ્સ અને કોસ્મેટિક ઉત્પાદનો માટેની નિકાસ એનઓસી અને સંબંધિત મંજૂરીઓ આપવા માટે પૂર્ણ કક્ષાનું સહાયક ડ્રગ કંટ્રોલનું કાર્યાલય સ્થાપિત કરવાથી હારમાં અને કોસ્મેટિક ઉદ્યોગને જે સમસ્યાનો સામનો કરવો પડે છે, તેનું નિરાકરણ થશે તેની સાથે  સમય અને નાણાંનો વ્યય ન થવાથી નિકાસ વોલ્યુમમાં પણ વધારો થશે તેમ જણાવ્યું હતું.  

Panchang

dd