ભુજ, તા. 29 : અજરામર ટ્રસ્ટ દ્વારા રખડતાં-ભટકતાં
અને ન ધણિયાતાં ગૌવંશ માટે વાંકી તીર્થ જતા રોડ પર ભારાપર સીમ વિસ્તારમાં રખડતાં-ભટકતાં
ગૌવંશ માટે આકાર લઇ રહેલા ગૌવંશ સેવાધામમાં માળખાંકીય સુવિધા નિર્માણનું કાર્ય ઝડપથી
આગળ વધી રહ્યું છે. જીવદયા સંકુલના મુખ્યભૂમિ દાતા તરીકે કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજા હ. મહારાણી પ્રીતિદેવીજીએ લાભ
લીધો છે. સંસ્થા દ્વારા ગૌ શેડ નં -1 માટે રૂા. 54000 એક નામનો નકરો રાખવામાં આવ્યો છે, જેમાં 25 દાતાઓ લેવાના છે. આ દાતાઓનાં નામનો ડ્રો કરતાં જે નામ
નીકળશે તેનું નામ શેડના મુખ્યદાતા તરીકે જ્યારે
અન્ય 24 દાતાઓનાં નામોની તકતી ગૌ શેડમાં
લગાડવામાં આવશે, ગૌવંશ સેવાધામ નિર્માણમાં
સંસ્થાના વરિષ્ઠ માર્ગદર્શક મંડળના સભ્યો બાબુલાલ મેઘજી શાહ, રવીન્દ્ર સંઘવી, હિંમતાસિંહ વસણ વિગેરેનાં માર્ગદર્શન
હેઠળ વિનોદ ગાલા, મનસુખ શાહ, નીલેશ મહેતા,
મીનાબેન બોરીચા, ઈલાબેન અંજારિયા, દીપક મહેતા અને વિનોદ એ. ગોર સહયોગી બની કાર્ય કરી રહ્યા છે તેવું મહેશ પ્રભુલાલ
મહેતાની યાદીમાં જણાવાયું છે.