• સોમવાર, 30 માર્ચ, 2026

વધુ બે ભારતીય જહાજ હોર્મુઝથી સુરક્ષિત રવાના

નવી દિલ્હી, તા. 29 : હોર્મુઝ ખાડીમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારત માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. બે વધુ ભારતીય એલપીજી ટેન્કરો આ ખતરનાક દરિયાઈ માર્ગને સુરક્ષિત રીતે પાર કરી ભારત તરફ આગળ વધી રહ્યા છે. એક મીડિયા હેવાલ મુજબ, ઈરાન, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવના કારણે આ માર્ગ પર શાપિંગ લગભગ બંધ થઈ ગયું છે, જેના કારણે વૈશ્વિક ઇંધણ સંકટ સર્જાયું છે, તે વચ્ચે આ જહાજોના આગમનથી ભારતમાં રસોઈ ગેસની અછત દૂર થવાની અપેક્ષા છે. બે ભારતીય ધ્વજવાળા એલપીજી ટેન્કર બીડબ્લ્યુ ટીવાયઆર અને બીડબ્લ્યુ ઈએલએમ સંઘર્ષ ક્ષેત્રમાંથી સફળતાપૂર્વક રવાના થયા છે. આ જહાજો આશરે 94,000 ટન રસોઈ ગેસનું વહન કરે છે, જે ભારતના સમગ્ર દૈનિક વપરાશ જેટલો છે.  બીડબ્લ્યુ ટીવાયઆર ટેન્કર તે મુંબઈ તરફ આવી રહ્યું છે અને 31 માર્ચ સુધીમાં પહોંચવાની સંભાવના છે, તો બીડબ્લ્યુ ઈએલએમ ટેન્કર ન્યૂ મેંગલોર બંદર તરફ આગળ વધી રહ્યું છે અને 1 એપ્રિલ સુધીમાં ભારત પહોંચી જશે. આ જહાજોના સમયસર આગમનથી દેશના વિવિધ ભાગોમાં એલપીજીની સપ્લાય ચેઇન મજબૂત થશે અને સ્ટોકની અછતનો ભય ઓછો થશે. 

Panchang

dd