• મંગળવાર, 24 માર્ચ, 2026

અવસાન નોંધ

ભુજ : સારસ્વત બ્રાહ્મણ જોષી ઝંખના (સાવિત્રીબેન) (ઉ.વ.72) તે જયભારત (નિવૃત્ત સ્વામિ. સ્કૂલ) ઝવેરીલાલ જોષીના પત્ની, ગં.સ્વ. કંચનબેન ઝવેરીલાલ (ખીયરા)ના પુત્રવધૂ, કૃણાલ, જીજ્ઞાશુ (આશાપુરા કંપની), ભૂમિકાના માતા, પલ્લવી, ડિમ્પલ, રોહિતકુમાર (નાસિક)ના સાસુ, મહેર, ધ્રુવના દાદી, માધવના નાની, કુંજલતા બહેન, રાજેન્દ્ર હરિયામાણેક, શીલા ભરતભાઈ (નિવૃત્ત ઇફકો), સ્વ. માલતી રાજેન્દ્રભાઈ (નિવૃત્ત એસ.ટી.), મંજુલા જિતેન્દ્રભાઈ ( નિવૃત્ત પા.પુ.), સ્વ. જ્યોતિબેન પ્રાણશંકર લછાના ભાભી, જૈમિન (ભાવનગર), વરૂણ (મસ્કત), મિતેષ, સૌરભ (આદિપુર), અંકિતકામિની (ઔરંગાબાદ)ના  કાકી , અવની, પ્રિયંકા, પૂજાના કાકીસાસુ, સૌમ્યા, નિખિલ, મન, યશ્વીજેનીલ, માન્યતા , મહેકના મોટા કાકી, સ્વ. લીલબાઈ (માંડવી)ના પુત્રી તા. 20-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-3-2026ના સોમવારે સાંજે 5થી 6 માતાજી ચાગબાઈ સુંદરજી સેજપાલ સત્સંગ હોલ, બિલેશ્વર મંદિર, ભુજ ખાતે.

ભુજ : મૂળ મોથાળા હાલે ભુજ સારસ્વત બ્રાહ્મણ નવીનચંદ્ર રેવાશંકર શિવ (જોષી)  (નિવૃત્ત એસ.ટી. કર્મચારી) (ઉં.વ. 71) તે સ્વ. આનંદગૌરી રેવાશંકર શિવના પુત્ર, સ્વ. મથરાદાસ સૂરજી બોડાના ભાણેજ, સ્વ. જાનકીબેન કાન્તિલાલ કિતાના જમાઈ, જ્યોતિબેનના પતિ, પૂનમ, ખુશ્બૂ, સોનમ તથા પાર્થ (પીજે ઈવેન્ટ)ના પિતા, નીલ પ્રવીણભાઈ કિતા, ચિરાગ કિશોરભાઈ શર્મા, શૈલેન મધુકાંતભાઈ હરિયામાણેક તથા પ્રિયા પાર્થ શિવના સસરા, સ્વ. નિર્મલાબેન રમેશભાઈ પંડયા, સ્વ. જ્યોતિબેન જમનાદાસ જેઠા, દક્ષાબેન દિલીપભાઈ રત્નેશ્વર, મીનાબેન નવીનભાઈ જેઠાના ભાઈ, ગં.સ્વ. દિવ્યાબેન દેવેન્દ્રભાઈ ઠકકર, યામિનીબેન પ્રફુલ્લભાઈ રાડિયા, બીરેનભાઈના બનેવી, રેખા બીરેન કિતાના નણદોયા, હીરાલાલ લક્ષ્મીશંકર શિવ, લાભશંકર મથરાદાસ બોડા, ગિરીશ મથરાદાસ બોડા, સ્વ. બાબુલાલ કાનજી શિવ, સ્વ. રમેશભાઈ કાનજી શિવના ભાઈ, બીનાબેન રાજેશભાઈ રાડિયાના વેવાઈ, દ્વૈતા, ભર્ગ, દિયા, ધ્યાના, નવ્યાના નાના, તાક્ષવીના દાદા તા. 22-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-3-2026ના સાંજે 5થી 6 શેઠશ્રી રસિકલાલ કરશનદાસ કતિરા ભુજ લોહાણા મહાજન `કતિરા પાર્ટી પ્લોટ હોલ', વીડી હાઈસ્કૂલની બાજુમાં, ભુજ ખાતે. 

ભુજ : ગં.સ્વ. દિવાળીબેન નાનાલાલ મોરબિયા (ઉં.વ. 104) તે સ્વ. ડો. હિંમતલાલ, વાડીલાલ (મૈત્રી સ્ટેશનર્સ), ધનસુખ (સિંચાઈ), ચાંદુબેન જયંતીલાલ, વિમળાબેન જયંતીલાલ, નિર્મળાબેન ધનસુખલાલના માતા, સ્વ. રમણબાળા (અજરામરજી સ્કૂલ), કંચનબેન, મીનાબેનના સાસુ, સ્વ. કુબડિયા છગનલાલ હરખચંદના પુત્રી, સ્વ. હીરાલાલ કુબડિયા, સ્વ. શાંતિલાલ કુબડિયા, રમણીકલાલ કુબડિયા, નીલાવંતીના બહેન, ડો. નંદા મોરબિયા, દર્શના, દિવા, ડો. જુઈનના દાદીસાસુડો. હિમાંશુ મોરબિયા, ભાવીન મોરબિયા, જતિન મોરબિયા, રાજન મોરબિયા (ગાંધીનગર), ડો. રૂપલ (યુએસએ), ધારા (ઓસ્ટ્રેલિયા), ધ્વનિના દાદી, આશકા, અનુષ્કા, હેની, તથ્ય, ધ્યક્ષ, હાવ્યના પરદાદી, રશ્મિ, સંજય, મેહુલ, પ્રકાશ, ભાવેશ, કેતન, નીપા, ફાલ્ગુની, ડો. અંકિત, ડો. માર્ગીના નાની, વિહાના, હીરવા, યંશ, સીએના, સાયનાના પરનાની તા.22-3-2026ના અવસાન પામ્યા છે.

ભુજ : કૃપાલીબેન કમલેશપુરી ગોસ્વામી (ઉ.વ. 17) તે હંસાબેન ગોસ્વામીના પુત્રી, હીરાપુરી ભવાનપુરી (સુખપર), ભાનુબેન હીરાપુરીના દોહિત્રી, કસ્તૂરીબેન, ભગવતીબેન, કાન્તાબેન, અલ્પાબેન, નેહાબેન, સંગીતાબેનના ભાણેજી તા. 22-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-3-2026ના સાંજે 4થી 5 સહયોગ નગર, રાવલવાડી, ભુજ ખાતે.

ભુજ : મૂળ રાજસ્થાન-નાનશાના શાંતિલાલ રામચંદ્ર અઠવાલ   તે લહેરીબેન અને સ્વ. રામચંદ્ર અઠવાલના પુત્ર, સ્વ. રતનલાલ, દેવીલાલ અઠવાલના ભાઇ, આશાબેનના પતિ, હીરાબેન, લક્ષ્મીબેનના દિયર, કમલ અને સ્વ. ભરતના પિતા, સ્વ. ધર્મેન્દ્ર અને ભારતીબેનના કાકા, રેશ્માબેન, સુનિતાબેન, સપનાબેનના સસરા, ધૈર્ય, હિના, અરાધ્યા, હર્ષિતા, તાનિયા, ઇયાના, તુષાર, યશના દાદા તા. 20-3-2026ના અવસાન પામ્યા છે.

અંજાર : ખમાબા મહિપતસિંહ જાડેજા (ઉ.વ. 80) તે સ્વ. મહિપતસિંહના પત્ની, ચંદ્રસિંહ, હુલાસબા, સીતાબા, હિનાબાના માતા, બાલુભા જીલુભા, મંગુભા જીલુભાના કાકી તા. 22-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 26-3-2026ના ગુરુવારે  સાંજે 5થી 6 રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, ગાયત્રી ચાર રસ્તા, અંજાર ખાતે.

માંડવી : ડો. છોટાલાલ કોઠારી (કોઠારી ક્લિનિક)  (ઉ. વ. 95) તે સ્વ. હરિરામ નથુભાઈ કોઠારી (પૂર્વ નગરપતિ/પૂર્વ ધારાસભ્ય-માંડવી) અને સ્વ. ભાગ્યવંતીબેનના જ્યેષ્ઠ પુત્ર, સ્વ. વિશ્વબાળાબેનના પતિ, સ્વ. પાર્વતીબેન નરેન્દ્રભાઇ વર્મા, સ્વ. મહાલક્ષ્મીબેન શંભુલાલ મજેઠિયા, સ્વ. રવિલાલ હરિરામભાઈ કોઠારી (એડવોકેટ), સ્વ. વંદનાબેન ચંદ્રકાંતભાઈ ઠક્કર, સ્વ. ડો. શ્રીકાંતભાઇ હરિરામભાઇ કોઠારી (મુંબઇ), સ્વ. વાસંતીબેન ઘનશ્યામભાઇ ઠક્કર, સ્વ. અરુણાબેનના ભાઇ, ડો. કલ્પનાબેન બિપીનભાઇ ઠક્કર, ડો. દિપ્તીબેન હર્ષદભાઈ ઠક્કર, ડો. સંજયભાઈ છોટાલાલ કોઠારી (કોઠારી ક્લિનિક-માંડવી)ના પિતા, ડો. બિપીનભાઇ નરોત્તમભાઈ ઠક્કર, ડો. હર્ષદભાઈ રણછોડભાઈ ઠક્કર, પ્રીતિબેન સંજયભાઈ કોઠારીના સસરા, નંદન કોઠારી (ઓસ્ટ્રેલિયા), નંદિતા કોઠારીના દાદા, નીલમા નંદનના દાદા સસરા, નેહાબેન હર્ષકુમાર (અમેરિકા), રાધિકાબેન પવનભાઈ (અમેરિકા), દેવાંશીબેન અક્ષયકુમાર (અમેરિકા), ડો. હેમાંગના નાના તા. 21-3-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-3-2026ના સોમવારે સાંજે 5થી 6 માંડવી લોહાણા બોર્ડિંગ, હેડ પોસ્ટ ઓફિસની બાજુમાં, ટાગોર રંગ ભવનની સામે, માંડવી ખાતે.

માંડવી : પિંજારા હાજીઅબ્દુલકાદર (ઉ.વ. 65) તે મ. હાજીઓસમાણ ભચુના પુત્ર, મ. હાજીહસન, મ. હાજીહુશેન, હાજી અબ્દુલકરીમ, મામદ ઈબ્રાહિમના ભાઈ, આરીફ અને અલીમોહમ્મદના પિતા, યુસુફ હુસેન, કાસમ હુસેન, સુલેમાન, અબ્બાસના કાકા, પિંજારા અબ્દુલરઝાક હાસમ (ભુજ), પિંજારા અલીમોહમદ ફકીરમોહમ્મદ (મુંદરા), પિંજારા ઇમરાન મોહમ્મદ (અંજાર)ના સસરા તા. 21-3-2026ના અવસાન પામ્યા છે. ઈશાલ-એ-સવાબ તા. 24-3-2026ના મંગળવારે સવારે 10થી 11 બહેનો માટે કુર્આન ખ્વાની તેમજ ભાઈઓ અને બહેનો માટે વાયેઝ-જિયારત 11થી 12 મેમણ જમાતખાના, મચ્છીપીઠ, માંડવી ખાતે.

માધાપર (તા. ભુજ) : ધોધા હુશેન આમર તા. 22-3-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-3- 2026ના મંગળવારે સવારે 10થી 11 મુસ્લિમ જમાતખાના, માધાપર ખાતે.

જદુરા (તા. ભુજ) : થેબા હાસમ દાઉદ (ઉ.વ. 47) તે ઉંમર દાઉદના ભાઈ તા. 22-3-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 24-3-2026ના મંગળવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાને.

શિણાય (તા. ગાંધીધામ) : મૂળ કંથકોટના ગુસાઈ ગિરજાવન શંકરવન (ઉ.વ. 75) (બીપીસીએલ) તે લક્ષ્મીબેન શંકરવન રઘુવનના પુત્ર, વિજયાબેનના પતિ, સ્વ. રતનબેન હીરાગિરિ ગુસાઈ (જખૌ)ના જમાઈ, સ્વ. શાંતિવન, સ્વ. સવિતાબેન કેણગિરિ (ભચાઉ), ગં.સ્વ. ભારતીબેન વિશ્રામગિરિ (ભુજ), સુશીલાબેન દેવપુરી (દેવરિયા)ના ભાઈ, સ્વ. લીલાવંતીબેન શાંતિવનના દિયર, મીનાબેન પ્રદીપગિરિ (અંજાર), માયાબેન ચંદ્રેશગિરિ (મુંબઈ), નિશાબેન કિશોરગિરિ (મુંબઈ), કૃણાલવન, આનંદવનના પિતા, ખુશ્બૂબેન કૃણાલવન, જિજ્ઞાબેન આનંદવનના સસરા, ધર્મિષ્ઠાબેન નીલેશગિરિ (ભલોટ), વિનોદવન શાંતિવન, ચંદ્રિકાબેન મહેશગિરિ (જખૌ)ના કાકા, સ્વ. નરોત્તમગિરિ હીરાગિરિ, કિશોરગિરિ હીરાગિરિ, અનસૂયાબેન રણછોડપુરી (નખત્રાણા), નિમાબેન હરિભારથી (વરસામેડી)ના બનેવી, ઝીલ, પ્રિન્સી, સૌમ્યા, હીમાંશના દાદા, ભાવેશ, હિમાની, અંજલિ, ક્રિશી, શુભમ, પ્રિયાંશી, ધ્રુવા, હેન્સી, રાજ, કૌશલ, ક્રિશાના નાના તા. 21-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 23-3-2026ના સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી, કપિલમુનિ આશ્રમ પાસે, આદિપુર ખાતે.

નાના કપાયા (તા. મુંદરા) : ખીમીબેન પુનશીભાઇ સોધમ (ઉ.વ. 60) તે સ્વ. માયા દેસર સોધમ તથા ગં.સ્વ. ધારબાઇના પુત્રવધૂ, પુનશી માયાભાઇ સોધમના પત્ની, ખીમજી માયા સોધમના ભાભી, ગોપાલ, સુરેશ, ક્રિષ્ના હિતેષ આયડી, સુનિતા નીતિન ધુવા (ઝુરા-ભુજ)ના માતા, નીતેશ ખીમજીભાઇ સોધમ, હરેશ ખીમજીભાઇ સોધમ, હરેશ ખીમજીભાઈ સોધમના મોટીમા તા. 21-3-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 25-3-2026ના રાત્રે આગરી તથા તા. 26-3-2026ના સવારે ઘડાઢોળ (પાણી).

નાગલપર (તા. નખત્રાણા) : હસમુખભાઇ ધોળુ (ઉ.વ. 47) તે સ્વ. ધનજીભાઇ માવજીભાઇ ધોળુ અને ગં.સ્વ. કેશરબેનના પુત્ર, શંકરભાઇ (બિલાસપુર), જયાબેન (વિથોણ), રાધાબેન (બેંગ્લોર)ના નાના ભાઇ, જ્યોતિબેનના પતિ, ત્રિષ્યા અને મનનના પિતા તા. 22-3-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 24-3-2026ના મંગળવારે સવારે 8.30થી 10.30 સનાતન પાટીદાર સમાજવાડી, નાગલપર ખાતે.

નારાયણ સરોવર (તા. લખપત) : રાજગોર સુનીલ (ઉ.વ. 47) તે ગં.સ્વ. મંજુલાબેન અને સ્વ. શંભુરામ ત્રિકમજી રાજગોરના પુત્ર, પુષ્પાબેનના પતિ, ક્રિષા, આર્યા અને વંશનાં પિતા, રસીલાબેન કાંતિલાલ રાજગોર (ભુજ), ગોપાલભાઈ, ચેતનભાઇ, ગીતાબેન ગિરીશકુમાર નાકર (બાગ)ના ભાઈ, મનીષાબેન, અંજુબેનના દિયર, જેનીલ, જીત, જીયા, ધ્રુવી, ક્રિષ્ના, રિદ્ધિ, નક્ષના કાકા, સ્વ. જેષ્ઠારામ, સ્વ. ઉમિયાશંકર, સ્વ. પ્રાણજીવન, સ્વ. ગોદાવરીબેન (ખોંભડી), લાભુભાઈ (દયાપર), જશવંતભાઈ (કેરા)પ્રવીણાબેન ગોર (વેરાવળ), મંજુલાબેન (ભુજ), પુષ્પાબેન (મસ્કા), મુક્તાબેન (રાયણ), હર્ષિદાબેન (ભિટારા), સ્વ. શિવશંકર હરિરામ, રુક્ષ્મણીબેન ખરાશંકરના ભત્રીજા, રાધાબેન અને દેવેન્દ્ર જમનાદાસ નાકર (નેત્રા)ના ભાણેજ, દેવીબેન અને કિકુભાઈ લલ્લુભાઈ (વલસાડ)ના જમાઈ તા. 22-3-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની સાદડી તા. 24-3-2026ના મંગળવારે બપોરે 2.30થી 5 વાલરામ ભવન, નારાયણ સરોવર ખાતે.

રામપર અબડા (તા. અબડાસા) : મોગલ મામદ કેસર (હાડવૈદ્ય) (ઉ.વ. 88) તે મ. ઈશાક અને આમદ કેસરના ભાઈ, મ. ઓસમાણ અને મોલાના જાનમામદના પિતા, અલાના, કાસમના મોટાબાપા, અમીનના દાદા, ભુકેરા હાજી તૈયબ, ઇબ્રાહિમ (હાડવૈદ્ય-વડસર)ના બનેવી, મૌલાના ઉમર (પેશ ઇમામ હશનશા પીર મસ્જિદ અંજાર), હિંગોરજા આમદ આમદ (બાંડિયા), સતાર મણિયાર, મામદ મોગલ, ગોયલ ઈશા, દરાડ રમજાન, મૌલાના ઇસ્માઇલ (નલિયા)ના સસરા, મૌલાના ઈશા, ભુકેરા સુલેમાન અદ્રેમાન, રમજાન નુતિયાર, દાઉદ મણિયાર, દરાડ ઓસમાણ, દરાડ ઇસ્માઇલના મામા તા. 22-3-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 24-3-2026ના મંગળવારે સવારે 10થી 11 મસ્જિદે-એ-ઝુનુરૈન, રામપર-અબડા ખાતે. 

Panchang

dd