• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

અવસાન નોંધ

અંજાર : ઔદિચ્ય બ્રાહ્મણ અશ્વિન હીરાલાલ પંડ્યા (ડકા મારાજ) (ઉ.વ. 69) તે સ્વ. કસ્તૂરબેન હીરાલાલ પંડ્યાના પુત્ર, જેઠાલાલ, સ્વ. દેવેન્દ્ર, નયનાબેન ભરતભાઈ પંડ્યા, સ્વ. સનત પંડ્યાના ભાઈ, અનસૂયાબેન જેઠાલાલ પંડ્યાના દિયર, રિંકુબેન સનતભાઈ પંડ્યાના જેઠ, હિતેષ, રાગિણી, વિપુલના કાકા, જિજ્ઞા હિતેષ પંડ્યા, ત્રુસી વિપુલ પંડ્યાના કાકાજીસસરા, દેવ, પૂજાના મોટાબાપા, ખુશી, દેવાંગી, હની, આન્યાના દાદા, શોર્ય, પાર્થિવના નાના, સ્વ. નરેન્દ્રભાઈ જેન્તીલાલ પંડ્યાના વેવાઈ, પારસ પંડ્યા (મુંદરા)ના મોટા સસરા તા. 8-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-2-2026ના બુધવારે સાંજે 4.30થી 5.30 ભરેશ્વર મહાદેવ મંદિર, મહાદેવનગર સામે, અંજાર ખાતે.

અંજાર : સારસ્વત બ્રાહ્મણ અરાવિંદભાઈ ચમનલાલ ખીયરા (ઉ.વ. 65) તે સ્વ. દમયંતીબેન ચમનલાલ ખીયરાના પુત્ર, કસ્તૂરબેનના પતિ, જિગર, રીનાબેન હાર્દિકભાઈ જોષીના પિતા, સ્વ. શાંતાબેન વિઠ્ઠલદાસ શામજીભાઈ શિવ (લખપત)ના જમાઈ, સ્વ. કનૈયાલાલ, ભરતભાઈ, હેમલતાબેન અંબાલાલ પુરખા (ખાનાય)ના ભાઈ, સ્વ. લક્ષ્મીબેન દામોદર હાથીરામ ખીયરાના પૌત્ર, પ્રદ્યુમન, અનિરુદ્ધ, મયૂર, પ્રતીકના કાકા, સ્વ. અમૃતલાલ, સ્વ. હરિલાલ, ચંદુલાલ, કાન્તિલાલ, જેન્તીભાઇ, ગિરીશભાઇ, પ્રીતમલાલ, સ્વ. તારાબેન નરોત્તમભાઈ સારંગધર, સ્વ. ટીનાબેન નરેન્દ્રભાઇ જોષી, ગં.સ્વ. જયાબેન પરસોત્તમભાઈ જોષીના ભત્રીજા, ગં.સ્વ. રાધાબેનના દિયર, પુષ્પાબેનના જેઠપ્રકાશ, રાજા, ગં.સ્વ. રામેશ્વરીના મામા, કમળાબેન ઝવેરીલાલ (નલિયા), સીતાબેન, કલાબેન બિપિનભાઈ સોનપાર (નખત્રાણા), તરુણભાઈ, સ્વ. મહેશભાઈ, હરેશભાઈ (નારાયણ સરોવર)ના બનેવી, કમળાબેનના નણદોયા, હંસાબેન ભવાનીશંકર ટેવાણી (લંડન)ના ભાણેજ તા. 8-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 10-2-26ના મંગળવારે સાંજે 4થી 5 સારસ્વત સમાજવાડી, વાગડિયા ચોક રોડ, રામઓટા પાસે, અંજાર ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

અંજાર : હસીનાબેન ફિરોઝભાઇ સમેજા (ઉ.વ. 32) તે ફિરોઝભાઇ ઉમરભાઇના પત્ની, માહેનુર, વાહિદના માતા, ઉમરભાઇ ફકીરમામદ સમેજાના પુત્રવધૂ તા. 8-2-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 11-2-2026ના બુધવારે સવારે 10થી 11 નિવાસસ્થાન દેવળિયા નાકા, અંજાર ખાતે.

અંજાર : ભીખુભા ચંદુભા જાડેજા (ઉ.વ. 82) (આશાપુરા ટ્રાન્સપોર્ટ, અંજાર) તે સ્વ. શક્તાસિંહના પિતા, સ્વ. બળવંતાસિંહ દાજીભાઈ, બટુકાસિંહ વિશુભા, દેવુભા, રણજિતાસિંહના ભાઈ, ખેંગારજી અનોપાસિંહ, વજુભા, જયુભા, વનરાજાસિંહ, સ્વ. ભરતાસિંહ બળવંતાસિંહના કાકા, વિરરાજાસિંહ, મહિરાજાસિંહના દાદા, ઝાલા મહિપતાસિંહ ગુમાનાસિંહ, રાણા નરેન્દ્રાસિંહ દલપતાસિંહ, શિવભદ્રાસિંહ વનરાજાસિંહ ઝાલાના સસરા તા. 9-2-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 17-2-2026ના નિવાસસ્થાન અંજાર ખાતે.

માંડવી : મૂળ નાની ઉનડોઠના કરણ ગઢવી (ઉ.વ. 23) તે દેવલબેન ભારુભાઈ મંધરિયાના પુત્ર, ગાવિંદ કરમશી મંધરિયાના ભત્રીજા, કરમશી નારાણ મંધરિયાના પૌત્ર તા. 9-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાને ધવલનગર-2, માંડવી ખાતે. ઉત્તરક્રિયા (પાણી) તા. 19-2-2026ના ગુરુવારે નિવાસસ્થાને, માંડવી ખાતે.

માંડવી : કચ્છી પરજિયા પટ્ટણી સોની કીર્તિકુમાર (ઉ.વ. 70) તે દક્ષાબેનના પતિ, સ્વ. કંકુબેન મોહનલાલ જેરામ ધકાણના પુત્ર, સ્વ. વિમળાબેન પરમાનંદ ચત્રભુજ પટ્ટણીના જમાઈ, નીરાબેન નિતેશકુમાર સોની અને ઉદયના પિતા, નિતેષકુમાર વસંતલાલ સુશણિયાના સસરા, હિના નારાણભાઈ છટપોખિયા, અનિલ, સ્વ. પીયૂષ, જીનલ જતિન ચલ્લા, નિમેષ, મૈત્રી રૂપેશકુમાર સોની, મીતના કાકા, સ્વ. ગૌરીબેન કાંતિલાલ જખિયા, સ્વ હરેન્દ્રભાઈ, નીતિનભાઈ, મહેશભાઈના ભાઈ, કોડાયના નેણશી હીરજી તથા રમેશભાઈના ભાણેજ, હર્ષાબેનના દિયર, નિલાબેન, મધુબેનના જેઠ, અલકા, નિશાના કાકાસસરા, યેશા, દેવીશાના નાના તા. 8-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-2-2026ના મંગળવારે સાંજે 4થી 5 સાગરવાડી, માંડવી ખાતે.

માંડવી : મૂળ કાઠડાના ગઢવી રામઇબેન ભારૂભાઇ લાખાણી (ઉ.વ. 65) તે ભારૂભાઇ રાણશીભાઇના પત્ની, રતનભાઇ, દિનેશભાઇ, શૈલેષભાઇ, જયશ્રીબેન નરશીભાઇ સાખરાના માતા, જેઠાભાઇ, આશાભાઇ, વિરમભાઇ, ખીમશ્રીબેન કાનાણીના બહેન તા. 9-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 10-2 અને 11-2-2026 મંગળ-બુધ (બે દિવસ) નિવાસસ્થાને અયોધ્યાનગર, માંડવી ખાતે. ઉત્તરક્રિયા (પાણી) તા. 19-2-2026ના તે જ સ્થળે.

માંડવી/મુંબઇ : કચ્છી ભાટિયા હંસા ભરત આશર (ઉ.વ. 77) તે ભરત જમનાદાસ આશર (ભરત ટ્રાડિંગ કંપની-મસ્કત)ના પત્ની, સ્વ. ગુણવંતી જમનાદાસ (ભદ્રેશ્વર)ના પુત્રવધૂ, સ્વ. લીલાવંતી લાલજી ઢગાઈના પુત્રી, દીપકાસિંહ, સ્વ. સૂર્યાસિંહ, ભારતીબેનના બહેન તા. 8-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા સાંજે 4.30થી 6 તા. 12-2-2026ના ગુરુવારે બાલભવન, બાલકનજી બારી માર્ગ, રાજાવાડી ગાર્ડનની સામે, ઘાટકોપર (ઈસ્ટ) ખાતે. (લૌકિક વ્યવ્હાર બંધ છે)

માધાપર (તા. ભુજ) : મૂળ ગજોડ-તુંબડીના ભરતગર મોતીગર ગુસાઈ (ઉ.વ. 60) (નિવૃત્ત કર્મચારી પાણી પુરવઠા વિભાગ) તે સ્વ. સંતોકબેન મોતીગર ગુસાઈના પુત્ર, મુકતાબેનના પતિ, વિનયગર, હંસાબેન, અનિતાબેનના મોટા ભાઈ, પ્રીતિબેનના જેઠ, શીતલ, સુરભિના પિતા, શિવાની, નીરજના મોટાબાપા, હિરલપુરી, અજયપુરીના સસરા, રાહુલગિરિના મોટા સસરા, નૈત્ય, જીયાંશના નાના, મહેશભારથી, સ્વ. પ્રફુલગરના સાળા, સ્વ નાનુબેન ચમનગર ગુસાઇના જમાઈ, ગીતાબેન રમેશગર, સ્વ. ગૌતમગર, સ્વ. અનસૂયાબેન, સ્વ. કિરીટગર, પ્રફુલભાઈ સોલંકીના બનેવી, વૈશાલી, સોનાલી, સુમિત, મેઘાના મામા, ઉમેશ, બ્રિજેશના માસા તા. 9-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 12-2-2026ના ગુરુવારે સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી, રામધૂનની બાજુમાં, ભુજ ખાતે.

નારણપર (તા. ભુજ) : ઔદિચ્ય ઝાલાવાડી ભુવડ સમુદાય (બ્રાહ્મણ) પુષ્પાબેન જનકકુમાર વ્યાસ (ઉ.વ. 63) તે જનકકુમાર ગૌરીશંકર વ્યાસના પત્ની, અરવિંદ અને મૌસમીના માતા, પ્રિયંકકુમાર, માલવી (હિના)ના સાસુ, પૂજનના દાદી, યશિવ, માન્યાના નાની, સ્વ. મધુકાન્તભાઇ, જયંતીભાઇ, સ્વ. વિજયાબેન, લતાબેન, ગીતાબેન, નાનાલાલભાઇ, ભરતભાઇ, અનિલભાઇ, અરૂણાબેન, પ્રેમિલાબેન, ચંદ્રિકાબેનના ભાભી, સરલાબેન, ગં.સ્વ. મુક્તાબેનના દેરાણી, કલ્પનાબેન, ગં.સ્વ. મનીષાબેનના જેઠાણી, કિશોર, ધીરેનના કાકી, પૂનમબેન, કોમલબેનના કાકીજી, રાધિકા, પારૂલ, જાન્વી, દેવાંગી, કિશન, વનિતાબેન, મયૂરીના મોટીમા, સ્વ. રુક્ષ્મણિબેન હિંમતરામ કરશનજી ઉપાધ્યાય (માધાપર)ના પુત્રી, સ્વ. ગૌરીભાઇ, પ્રભુલાલભાઇ, હીરાબેન, નિર્મળાબેન, પ્રવીણાબેનના બહેન તા. 9-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 11-2-2026ના બુધવારે સાંજે 4થી 5 સમસ્ત વૈષ્ણવ સમાજવાડી, મહાજન નગર, નારણપર ખાતે.

મોટી ખેડોઇ (તા. અંજાર) : રાજેન્દ્રાસિંહ ભાણજીભા વાઘેલા (ઉ.વ. 63) તે સ્વ. મહિપતાસિંહ દેવુભા, સ્વ. બળવંતાસિંહ, ભરતાસિંહના ભત્રીજા, સ્વ. નરેન્દ્રાસિંહ, સ્વ. અનિરુદ્ધાસિંહ, મહેન્દ્રાસિંહ, જયેન્દ્રાસિંહના ભાઈ, મયૂરાસિંહના પિતા, ધર્મેન્દ્રાસિંહના કાકા, ગોપાલાસિંહ, પ્રદીપાસિંહ, યશપાલાસિંહ, યોગીરાજાસિંહના મોટાબાપુ તા. 8-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 9-2-2026થી તા. 13-2-2026 સુધી તલાવડીની બાજુના વંડામાં, ત્યારબાદ નિવાસસ્થાને મોટી ખેડોઇ ખાતે.

ભુજપુર : કુંભાર હાજી અદ્રેમાન અલીમામદ (ઉ.વ. 75) તે મ. રમજુ અલીમામદના ભાઈ, જાકબ (ભંગારવાળા), હુસેન, મોહમ્મદ રફીક, મ. અબુભકરના પિતા, અબ્દુલગની રમજુ, કાસમ (ભુજ)ના કાકા તા. 8-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-2-2026ના બુધવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, હાજીપીર દરગાહ, ભુજપુર ખાતે.

નિરોણા (તા. નખત્રાણા) : મહેશ્વરી રાજબાઇ આલાભાઇ ધુવા (ઉ.વ. 70) તે આલાભાઇ માવાભાઇના પત્ની, સ્વ. માવાભાઇ કાનાભાઇના પુત્રવધૂ, સ્વ. વેલાભાઇ, જુમાભાઇ, વાલાભાઇ, સ્વ. ગોવિંદભાઇ, કેશાભાઇના ભાભી, દેવલબાઇ દેવજી ખાણિયા (ઘડાણી), રમીલાબેન ગોવિંદ દનિચા (રાયણ), જશોદાબેન અરવિંદ દનિચા (ભડલી), ધનજી, સ્વ. નવીનના માતા, નાથાભાઇ હમીર ઠોંટિયા (દેશલપર-વાંઢાય)ના બહેન તા. 3-2-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે.

રવાપર (તા. નખત્રાણા) : મૂળ મિંયાણીના જોષી સુરેશકુમાર વેલજી (ઉ.વ. 50) તે સ્વ. વેલજી કાનજીના પુત્ર, મનીષાબેનના પતિ, રીતિકાના પિતા, પ્રવીણકુમાર, કિશોરકુમાર, કાન્તિલાલ, રાજેશકુમાર, દક્ષાબેન વિનોદકુમાર (નેત્રા), રેખાબેન અંબાલાલ (મિરજાપર), સુશીલાબેન પંકજ (આદિપુર)ના ભાઇ, જવેરબેન અરજણના ભત્રીજા, સોનલ પ્રકાશભાઇ, પ્રિયા નીલેશભાઇ, મિત્તલ અજયકુમાર, પ્રિયા પ્રજ્ઞેશકુમારના કાકા, જોષી ભગવાનજી માવજી (મોટી ખાખર)ના જમાઇ, અમુલ ભવાનજી, જયાબેન, ચંદનબેન, મંજુલાબેનના બનેવી તા. 8-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 11-2-2026ના બપોરે 3થી 5 લોહાણા મહાજનવાડી, રવાપર ખાતે અને સાસરા પક્ષનું બેસણું તા. 12-2-2026ના બપોરે 3થી 5 બ્રાહ્મણ ફળિયું, પાબુદાદાનું મંદિર, ભટ્ટ પરિવાર, બારોઇ ખાતે.

મોરગર-યક્ષ (તા. નખત્રાણા) : વેલુભા દેવાજી જાડેજા (ઉ.વ. 56) તે કલુભા દેવાજી, દેવુબા, રામબા, અમજીબા, સ્વ. ગંગાબાના ભાઈ, જોરાવરાસિંહ, અજયાસિંહના પિતા, સ્વ.મમુજી વંકાજી જાડેજાના કાકાઈ ભાઈ, જીતુભા, દિપુભાના કાકા, ભગુભા સંગ્રામાસિંહ સોઢા (બોહા)ના જમાઈ તા. 8-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી ક્ષત્રિય રાજપૂત સમાજવાડી, મોરગર (યક્ષ) ખાતે.

ભડલી (તા. નખત્રાણા) : ખત્રી આમદ અબ્દુલ્લા (ધભલા-માંડવીવાળા) (ઉ.વ . 67) તે મ. અનવર હુશેન, મ. સલીમ, મેમુનાબેન, નુરનનીસાબેન, હમીદાબેનના મોટા ભાઈ, શહેનાઝ, સીરીન, સલમાના પિતા, સલીમ, શકીલ, અફરીનના મોટાબાપા, ઇલિયાસ, દાઉદ, અસલમના બનેવી, દાઉદ, મામદ, જકરિયાના સાળા, શબનુર, સાયમાના નાના તા. 9-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-2-2026ના બુધવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાને ભડલી ખાતે.

ડાભુંડા (તા. રાપર) : તખુબા વર્ધાજી સોઢા (ઉ.વ. 80) તે વર્ધાજી ગાગજી સોઢાના પત્ની, હમીરાસિંહ (પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, રાપર), માનસંગજી, ચનુભાના માતા તા. 8-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 12-2-2026ના ગુરુવારે સાંજે 3.30થી 5, આગરી તા. 13-2-2026ના શુક્રવારે તથા ઉત્તરક્રિયા તા. 14-2-2026ના શનિવારે નિવાસસ્થાન ડાભુંડા ખાતે.

રાયધણજર (તા. અબડાસા) : હાલેપોત્રા હવાબાઇ નૂરમામદ (ઉ.વ. 77) તે મ. અભુભખરના માતા, હૈદરઅલીના દાદી તા. 8-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 12-2-2026ના ગુરુવારે સવારે 10.30થી 11.30 મદીના મસ્જિદ, રાયધણજર ખાતે.

જામનગર : પ્રેમિલાબેન ત્રિવેદી (ઉ.વ. 65) તે ભરતકુમાર ચંદુલાલના પત્ની, અમી મેહુલકુમાર રાવલ (ગાંધીધામ), ઉર્મિ અભિજિતકુમાર દવે (જામનગર)ના માતા, સ્વ. મધુકાંત ઓઝા, સ્વ. નરેન્દ્રભાઇ ઓઝા, અશ્વિનકુમાર વિષ્ણુપ્રસાદ ઓઝા (પીજીવીસીએલ)ના બહેન તા. 8-2-2026ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા બંધ છે. સંપર્ક : ભરતભાઇ-93283 79679.

Panchang

dd