• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

અવસાન નોંધ

ભુજ : મૂળ મોટા અંગિયાના કમલબેન (ઉ.વ. 70) તે તલકશી શિવજી શાહના પુત્રવધૂ, ગુલાબચંદ (સ્વાતિ સ્ટોર્સ-ભુજ)ના પત્ની, સ્વ. ગુલાબબેન સોમચંદ શાહ (અંજાર)ના પુત્રી, સ્વાતિ, હેતલ, મીરાંના માતા, મયૂર, વિશાલ, જિગરના સાસુ, સ્તુતિ, સૃષ્ટિ, માન્યતા, ભવ્યતા, કશિશના નાની, રમેશ, ચંદ્રકલાના ભાભી, વિણાબેના જેઠાણી, તેજલ, રશ્મિ, પ્રીતિના કાકી, ડોલી, પરેશના મામી, સ્વ. કીર્તિકુમાર, સ્વ. ચંદ્રકાન્ત. પ્રફુલ, મધુકાંત, સ્વ. અતુલ, સ્વ. મુકેશ, સ્વ. જનક, તરુબેનના બહેન તા. 5-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-2-2026ના શુક્રવારે સાંજે 4થી 5 પ્રેમિલાબેન પ્રેમચંદ સંઘવી વલ્લભ વિવિધલક્ષી સંકુલ, માકપટ જૈન ગુર્જર સમાજ પાછળ, ભાદરકા હોસ્પિટલની પાછળ, ભુજ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

ભુજ : મૂળ છાડુરાના કાંતિગર આશાગર ગોસ્વામી (ઉ.વ. 72) તે સ્વ. પાર્વતીબેન આશાગર દેવગરા પુત્ર, સ્વ. જશોદાબેનના પતિ, સ્વ. ભીખુભર (રાજકોટ), સ્વ. પુરાબેન બાબુગર (જામનગર)ના ભાઇ, સ્વ. વલ્લભગર સેજગર (ખુઅડા)ના જમાઇ, નિતાબેન ખીમગર (ભુજ), સ્વ. ગીતાબેન, સ્વ. જ્યોતિબેન પ્રકાશગર (ગાંધીધામ), રમેશગર, નરેશગર (ગાંધીધામ)ના પિતા, દક્ષાબેનના સસરા, સ્વ. દેવગર (અંતરજાળ), માધવગર (મોટા ધાવડા), સ્વ. ભીમગર (તેરા), પરસોત્તમગર (અમરાપર-દુધઇ), ગં.સ્વ. ચંપાબેન વિઠ્ઠલગર (મોટી ખોંભડી), સ્વ. વિશનગર ગોવિંદગર (કોટડા-રોહા)ના બનેવી, મેઘના, દક્ષગર, ત્રીસાના દાદા, ક્રિશ, નંદની, આશિષ, પીયૂષ, દીના સચિનભારથી (માધાપર), હિના દીપેનભારથી (નારાણપર)ના નાના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-2-2026ના સાંજે 4થી 5 સચ્ચિયાર માતાજી મંદિર પાસે, ગણેશનગર, ભુજ ખાતે.

ભુજ : સમા અબ્દુલા આદમ (બસરા) (બકાલી) (ઉ.વ. 76) તે હાજિયાણી અમાબાઇ આદમના પુત્ર, સમા અજીજના પિતા તા. 5-2-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 7-2-2026ના સવારે 10થી 11 સેજવાળા માતા, પઠાણ મસ્જિદ, ભુજ ખાતે.

ભુજ : શેખ રઇશાબાઇ નવાબ (ઉ.વ. 98) તે રજાક ચાંદભાઈ પઠાણના માસી તા. 5-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-2-2026ના શનિવારે સવારે 10થી 11 નિવાસસ્થાન ભીડ નાકા બહાર, ઈમામના ઓટલા પાસે, આઝાદ નગર, ભુજ ખાતે.

ભુજ : મીનાબેન ખીમજી આત્મારામ બુચિયા (ઉ.વ. 40) તે સ્વ. આત્મારામ અને ડાઇબેન બુચિયાના પુત્રવધૂ, બુધ્ધાભાઇ અને ખીમીબેન ભદ્રુના પુત્રી, વિરમ અને એન્જલના માતા તા. 4-2-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 6-2-2026ના શુક્રવારે સાંજે આગરી તથા ઘડાઢોળ (પાણી) તા. 7-2-2026ના શનિવારે નિવાસસ્થાન સંજયનગરી, જી.આઇ.ડીસી. પિથોરાપીરની બાજુમાં, ભુજ ખાતે.

નખત્રાણા : મૂળ દેશલપર (ગુંતલી)ના ઠક્કર બાબુલાલ કુંવરજી મજેઠિયા (ઉ.વ. 82) તે સ્વ. સાકરબેન તથા કુંવરજી જીવરાજના પુત્ર, સ્વ. રમીલાબેનના પતિ, સ્વ. શંકરલાલ, સ્વ. વાલબાઇ રતનસી દૈયા (સુરત), સ્વ. જવેરબેન ચત્રભુજ કાથરાણી (અંજાર), મંગળાબેન કનકસિંહ ગંધા (ભુજ), સ્વ. લક્ષ્મીબેન જેન્તીલાલ ઠક્કર (ભુજ), ચંદ્રિકાબેન બંસીલાલ પુજારા (ભુજ)ના ભાઇ, નયનભાઇ (મુંબઇ), દીપકભાઇ (નખત્રાણા), ચેતનભાઇ (નખત્રાણા)ના પિતા, હર્ષાબેન, લલિતાબેન, મીરાંબેનના સસરા, અરવિંદભાઇ, પરેશભાઇ, અનસૂયાબેન (જખૌ), શાંતાબેન (ભુજ), એકાદશીબેન (મુંબઇ), દક્ષાબેન (ગાંધીધામ), સરલાબેન (ભુજ)ના કાકા, ધવલ, મિત, દીશાબેન, પ્રિશાબેનના દાદા, સ્વ. રાધાબેન ઠાકરશી વેલજી ગણાત્રા (નલિયા)ના જમાઇ, સ્વ. દ્વારકાદાસ, લક્ષ્મણભાઇ, કનૈયાલાલ, ગં.સ્વ. મહાલક્ષ્મીબેન જમનાદાસ અનમ (મોટી વિરાણી)ના બનેવી, સ્વ. સામજી લક્ષ્મીદાસ આથા (દેશલપર-ગુંદલી)ના દોહિત્ર તા. 5-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-2-2026ના શનિવારે સાંજે 4થી 5 સતી રૂડીમા મંદિર સ્થાનક, વિરાણી રોડ, નખત્રાણા ખાતે.

માધાપર (તા. ભુજ) : ભરતભાઇ ખીમજીભાઇ ચાવડા (ઉ.વ. 66) તે વસંતબેનના પતિ, અલ્પેશ, કૌશિક, રૂપલબેન, હિરલબેનના પિતા, સ્નેહાબેન, હેન્સીબેન, ઉમેશભાઇના સસરા, યશ્વી, ખુશી, ધ્યાનાના દાદા, ઇશા, મિત, રુદ્રના નાના તા. 4-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-2-2026ના સાંજે 4થી 5 કોમ્યુનિટી હોલ, ગાયત્રી મંદિર સામે, નવાવાસ-માધાપર ખાતે.

મિરજાપર (તા. ભુજ) : અ.સૌ. દમયંતીબેન (ઉ.વ. 49) તે સ્વ. મધુબેન શંકરપુરી નારાણપુરીના પુત્રવધૂ, નવીનપુરીના પત્ની, ઝવેરબેન નથુગર (નાની વિરાણી)ના પુત્રી, જશુબેન, મીનાબેન, ભરતગરના બહેન, જેરામગિરિ ભીમગિરિ (માધાપર)ના વેવાણ, હેમલતાબેન મહેન્દ્રપુરીના દેરાણી, દક્ષાબેન કમલેશપુરીના જેઠાણી, ભાવનાબેન યોગેશગિરિ (માધાપર), યશપુરીના માતા, રેખાબેન જયેશપુરી, દિવ્યાબેન કીર્તિપુરી, વિવેકપુરીના કાકી, બિંદિયાબેન રાજેશગર (ગોધરા), હર્ષદપુરી, ઓમ, માન્યા, રુદ્રના મોટીમા, હંસાગૌરી પ્રિતમપુરી, હંસાબેન જેરામપુરીના ભત્રીજાવહુ, રેખાબેન ભરતપુરી, આકૃતિબેન ધર્મેશપુરી, ખુશીબેન હિતેષપુરીના ભાભી, હેતના નાની તા. 5-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-2-2026ના શનિવારે સાંજે 4થી 5 નિવાસસ્થાન પોલીસ ચોકીની પાછળ, રાધાકૃષ્ણ કોલોની, હનુમાન મંદિર, મિરજાપર (ભુજ) ખાતે.

બળદિયા  (તા. ભુજ) : પેથાભાઇ ખેતાભાઇ મકવાણા (બડગા) ભગતબાપા (ઉ.વ. 84) તે સ્વ. જીવાબાઈ ખેતાભાઇનાના પુત્ર, સ્વ. ડાઈબાઈના પતિ, અમીબાઈ બુધારામ, મગીબાઇ દામજી, ધનજીભાઈ, સ્વ. હંસાબેન, લાછુંબેન હરિલાલ બળિયા સ્વ. નવીનચંદ્રના પિતા, સ્વ. પાલાભાઈ, અશોકભાઈ, જીવાબાઈ, ગોપાલભાઈ, વાલજીભાઇ, સ્વ. ઉમાબેન, સામાબેન, સ્વ. લાછુંબેન, દેમાંબેન, નિનાબેનના કાકાઈ ભાઈ, યોગેશભાઈ, વિનોદભાઈ, જયેશભાઇ, નીતાબેન હરેશ બુચિયા (માનકૂવા), રમીલાબેન બાબુભાઇ (અંજાર)ના દાદા, સ્વ. ભચીબેન ખેતાભાઈ ઉગાભાઈ જેપારના જમાઈ, શામજીભાઈ, ખેતાભાઈ જેપારના બનેવી, ડાયબાઈ ધનજી, સ્વ. બુદ્ધરામ રતનશી, દામજી કાનજી, હરિલાલ ઉંમરના સસરા કંકુબેન, રમીલાબેન, જસુબેનના દાદાસસરા, એન્જેલ, મયંક, પ્રફુલ, ઉચિત, જિયાંશુના પરદાદા તા. 5-2-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 7-2-2026 શનિવારે આગરી (દિયાળો), તા. 8-2-2026ના રવિવારે પાણીયારો નિવાસસ્થાને ઉપલોવાસ, બળદિયા ખાતે.

નાના રેહા (તા. ભુજ) : સુમલબેન કરમશી ચુંણા (મહેશ્વરી) તે કરમશી માયા ચુંણાના પત્ની, નીતિન, રમીલા, સવિતાના માતા, સામતના ભાભી, નારાણ, નરેશ, અશોક ધનજી, નંદીની, હિરેન ભીમજીના કાકી, સાગરના મોટીમા તા. 2-2-2026ના અવસાન પામ્યા છે.

સણોસરા (તા. ભુજ) : રબારી વાલબાઇ માલા (ઉ.વ. 90) તે સ્વ. કંના ભારમલ, સ્વ. પાલીબેનના પુત્રી, સ્વ. ભોપા માલા બુધા રબારીના પત્ની, સ્વ. મંગા, રામા, સ્વ. સોના, સારંગ, દેવા, સ્વ. દેવીબેન, નાથીબેનના માતા તા. 3-2-2026ના અવસાન પામ્યા છે.

નારાણપર-રાવરી (તા. ભુજ) : રાધાબેન અરજણ સેંઘાણી તે સ્વ. વિશ્રામ, કુંવરજી, કરશન, કાનજી, રામજી, લાલજી, સાંખ્યયોગી પુરબાઇ, પ્રેમાબાઇના માતા, જેઠાભાઇ હિરાણી, લક્ષ્મીણ વાઘજિયાણી, રતનબાઇ, લાલબાઇ, રમીલાબેન, મંજુલાબેન, સ્વ. પુરબાઇના સાસુ તા. 5-2-2026ના અવસાન પામ્યા છે. સ્મશાનયાત્રા તા. 6-2-2026ના સાંજે 4 વાગ્યે નીકળશે. પ્રાર્થનાસભા તા. 7-2-2026ના સવારે 7.30થી 8.30 ભાઇઓ માટે સ્વામિનારાયણ મંદિર તથા બહેનો માટે બહેનોના સ્વામિનારાયણ મંદિર, નારાણપર-રાવરી ખાતે.

નારાણપર (તા. ભુજ) : વિનોદભાઇ સામજી ચૌહાણ (ઉ.વ. 58) તે શાન્તિબેન સામજીભાઇ ચૌહાણના પુત્ર, નૂતનબેનના પતિ, ભરત, જેકી, ભાગ્યશ્રી હિતેષભાઇ પટેલ, હેમાંગી વિનોદભાઇ વરસાણીના પિતા, કિશોરભાઇ, ગીતાબેન મહેન્દ્રભાઇ રાણવાના મોટા ભાઇ, સ્વ. સાકરબેન નારાણભાઇ, કાન્તાબેન હરિભાઇ, સ્વ. ધનબાઇ કાકુભાઇ ભટ્ટી, સ્વ. શાન્તાબેન સામજીભાઇ રાઠોડ, સ્વ. પ્રેમિલાબેન ગોવિંદભાઇ રાણવા, મંજુલાબેન મેઘજી પરમાર, વાલજીભાઇ, મૂરજીભાઇ, સ્વ. મંગલભાઇ, કાન્તિભાઇ, મીઠુભાઇ, ચંદુભાઇના ભત્રીજા, શુભમ, દિયાના મોટાબાપા, શિવાનીબેનના સસરા, હૃતિક, જયના મામા, જેનિલ, પ્રેમ, અથર્વના નાના, સ્વ. મંગળાબેન નવીનભાઇ મમુભાઇ રાઠોડ (શેરડી)ના જમાઇ, ધીરજ, રંજનના બનેવી તા. 5-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-2-2026ના શનિવારે બપોરે 2થી 5 મહાજન નગર, વિષ્ણુ સમાજવાડી, નારાણપર ખાતે.

કિડાણા : મૂળ ટપ્પરના અમૃતલાલ મ્યાશંકર ગામોટ (ઉ.વ. 73) તે સ્વ. ગોદાવરીબેન, સ્વ. મ્યાશંકર ગામોટના પુત્ર, ગં.સ્વ. જયશ્રીબેન (જેઠીબેન)ના પતિ, સ્વ. પરમાબેન, પેથાભાઇ સુંબડના જમાઇ, સ્વ. જ્યોતિબેન, મધુબેન, સુરેશ, મનીષના પિતા, શાંતિલાલ, મનજીભાઇ, ઇશ્વરભાઇ, ચુનીલાલ, નવીનભાઇ, ગં.સ્વ. કાશીબેન, ગં.સ્વ. સવિતાબેન, કંકુબેન, ગં.સ્વ. જયાબેન, ગીતાબેનના ભાઇ, પાર્વતીબેન, નર્મદાબેન, કાશીબેન, ઉષાબેન, દિવાળીબેનના જેઠ, અશ્વિનભાઇ બાલાસરા, દશરથભાઇ જાટાવાડિયા, જ્યોત્સનાબેન, આશાબેન, છાયાબેન, કિંજલબેન, સંસ્કૃતિબેન, લક્ષ્મીબેનના સસરા, નીલેશ, મયૂર, વિવેક, અશ્વિન, ચિરાગ, ભાવિકા, સંગીતા, અર્ચના, નંદની, આરવી, સંધ્યાના મોટાબાપા, કાવ્ય, રુદ્ર, નેત્રા, પ્રિન્સ, વિહાન, હર્ષિવ, કાર્તિકના દાદા તા. 5-2-2026ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા નિવાસસ્થાને.

વિરાણી નાની (તા. માંડવી) : કેસરા નાગજી પોકાર (ઉ.વ. 91) તે સ્વ. પુરીબેનના પતિ, સ્વ. નાગજી ખેતા પોકારના પુત્ર, સ્વ. જેન્તીભાઇ, ઇશ્વરભાઇ, કસ્તૂરબેન (જામથડા), મણિબેન (જિયાપર), કમળાબેન (રાજપર)ના પિતા, મણિબેન, કૌશલ્યાબેનના સસરા, જિજ્ઞાના દાદાસસરા, ભરતભાઇ, ભાવિકભાઇ, મોનિકા (નાસિક), જાગૃતિ (મુંબઇ), પૂજા (અમદાવાદ), રિન્કલ (મુંબઇ)ના દાદા, ક્રિષ્ના, રુદ્રના દાદા, સ્વ. રવજીભાઇ, સ્વ. હંસરાજભાઇ, સ્વ. જસુબેન, સ્વ. રામબાઇ, સ્વ. લક્ષ્મીબેન, દેવકાબેનના ભાઇ, નાનજી લધા સેંઘાણી (દરશડી)ના બનેવી તા. 3-2-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 7-2-2026ના શનિવારે સવારે 8થી 11 તથા બપોરે 3થી 5 કડવા પાટીદાર સમાજવાડી, વિરાણી નાની ખાતે.

બાગ (તા. માંડવી) : સુમરા અબુબકર (ઉ.વ. 48) તે આધમ બુઢાના પુત્ર, આબીદ, આસિફના પિતા, ઇસ્માઇલ, મ. કાસમ, મ. લતીફના ભાઇ, સુમરા ઉમર હાજી ઇસ્માઇલ, અબ્દુલ હાજી ઇસ્માઇલ, ઓસમાણગની હાજી ઇસ્માઇલના બનેવી, આરીફ, નવાઝ, તાહિરના કાકા તા. 4-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-2-2026ના શુક્રવારે સવારે 10થી 11 નિવાસસ્થાન ભારાણક્ષ ફળિયાની બાજુમાં, બાગ ખાતે.

ભુજપુર (તા. મુંદરા) : સુખદેવસિંહ (શૈલેષસિંહ) (ઉ.વ. 48) તે નટુભા માનસંગજી વાઘેલાના પુત્ર, ધ્રુવરાજસિંહના પિતા, જટુભા, અજિતસિંહના ભાઇ તા. 5-2-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 9-2-2026 સુધી ભાયાતની ડેલીમા.

પ્રાગપર-1 (તા. મુંદરા) : પ્રેમજી પાલા સિજુ (ઉ.વ. 60) તે કાનજી પાલુ, દેવશી પાલુ, બાંઇયાબાઇ ખીમજી આયડી (કેરા), લક્ષ્મીબેન લાલજી ગરવા (ભુજ), ખેતબાઇ લાલજી આયડી (માધાપર)ના ભાઇ તા. 4-2-2026ના અવસાન પામ્યા છે. ધર્મક્રિયા તા. 8-2-2026ના રવિવારે અને પાણી (ઘડાઢોળ) તા. 9-2-2026ના પ્રાગપર ખાતે.

મોરજર (તા. નખત્રાણા) : પ્રેમજીરાજા ભવાનજીરાજા કાપડી (નિવૃત્ત એસ.ટી. કંડકટર) (ઉ.વ. 66) તે સ્વ. ભવાનજીરાજા કાપડી તથા સ્વ. જીવાબેનના પુત્ર, ગં.સ્વ. સાવિત્રીબેનના પતિ, કાપડી લક્ષ્મીબેન પ્રેમજીરાજા (લોડાઇ), હંસાબેન નરાસિંહરામ (સુમરાસર), મહંત દિલીપરાજા (પુંજલદાદા અખાડા મોરજર), વીશનજીભાઈ, ધીરજભાઈના મોટાભાઈ, પંકજ, ગીતાબેન પંકજ (અંજાર), સ્વ. ઉર્મિલાબેન, સ્વ. પૂનમબેન, દમયંતીબેન પ્રતાપ (અંજાર), નર્મદાબેન કલ્પેશ (લોડાઇ), પ્રજ્ઞાબેન જયેશ (લોડાઇ)ના પિતા, કલાવંતીબેન, કમળાબેનના જેઠ, પાર્થ, ચેતનના મોટાબાપુ, સ્વ. લાડબાઈબેન (ઢોરી), ગં.સ્વ. બબીબેન (વલાડિયા)ના કાકાઈ ભાઈ, મિત્તલબેન, દીપાબેન, મોસમબેનના સસરા, રાજેશ, અશોક, મહેશ (અંજાર)ના બનેવી, કાપડી શામજીરાજા (ફરાદી)ના ભાણેજ તા. 4-2-2026ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર પુંજલદાદા અખાડા, મોરજર ખાતે.

આડેસર (તા. રાપર) : સારસ્વત બ્રાહ્મણ જિતેન્દ્ર ઉમિયાશંકર જોશી (ખીરા) (ઉ.વ. 68) તે નીપુબેનન પતિ, નવનીતભાઈ, હરિપ્રસાદ, મંજુબેન, રસીલાબેન, રંજનબેન, હીરાબેન, પ્રભાબેન, મનુબેનના ભાઈ, હિરેન, દિવ્યેશ, વિક્રમના પિતા, પ્રિયેશ, જિજ્ઞેશ, દેવાંગીબેનના કાકા તા. 4-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (ઉઠમણું) તા. 7-2-2026ના શનિવારે સાંજે 4થી 5 દરિયાસ્થાન, આડેસર ખાતે.

ટોડિયા (તા. નખત્રાણા) : સૈયદા મરિયમબીબી ડાડાબાવા (ઉ.વ. 75) તે સૈયદ અભામિયાશા, આલમશા, જાનીશાના માતા, મ. સૈયદ બાપુમીયા, ચાચા બાવા (પીપર)ના માસી, મ. સૈયદ કાકુ બાવા, શાહમાંમદ (ટોડિયા)ના કાકી, મ. સૈયદ ઈસ્માઈલશા જેનુશાના સાસુ, સૈયદ કાદરશા, સૈયદ આમદશા (ખોંભડી)ના ફઈ તા. 5-2-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 7-2-2026ના શનિવારે સવારે 10.30 વાગે નિવાસસ્થાન સુંદર નગર, ટોડીયા ખાતે.

કલ્યાણપર-મંજલ (તા. નખત્રાણા) : રતિલાલભાઇ નારણભાઇ ગોરાણી (ઉ.વ. 66) તે ગં.સ્વ. ગંગસાબેન નારણભાઇ ગોરાણીના પુત્ર, ગં.સ્વ. મંજુલાબેનના પતિ, કૈલાશભાઇ, કલ્પેશભાઇ, મધુબેન (આણંદસર)ના પિતા, મોહનભાઇ, કમળાબેન (માનકૂવા), વર્ષાબેન (નાસિક)ના ભાઇ, આર્ય, મિલન, ધ્યાની, ત્વિષાના દાદા, સ્વ. ગોવિંદભાઇ રામજીભાઇ નાકરાણી (લક્ષ્મીપર-તરા)ના જમાઇ, રેખાબેન, હિનાબેન, પ્રફુલભાઇ (આણંદસર)ના સસરા તા. 5-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-2-2026ને શુક્રવારે સવારે 9થી 11.30 અને બપોરે 3થી 5 સત્સંથ સમાજ હોલ, કલ્યાણપર (મંજલ) ખાતે.

કોઠારા (તા. અબડાસા) : શાંતિલાલ પાસવીર લોડાયા (ઉ.વ. 70) તે સ્વ. કુંવરબાઇ પદમશીના પુત્ર, સ્વ. કલ્પનાબેનના પતિ, પ્રકાશ લોડાયા (વાપી), જયશ્રી ચેતન ખોના (સુથરી-ભદ્રેશ્વર), કાજલ વિજય દંડ (વરાડિયા-ઘાટકોપર)ના પિતા, ગં.સ્વ. ચંચળબેન ત્રિકમજી મૈશેરી (કુવાપદ્ધર-ભાંડુપ), સ્વ. ગુણવંતીબેન નવીન દંડ (સાંધવ-ભોપાલ), ગં.સ્વ. કસ્તૂરબેન શાંતિલાલ અદાણી (અમદાવાદ), સ્વ. જવેરચંદ, સ્વ. મણિકાન્ત, સ્વ. હીરાચંદ, મહેન્દ્રભાઇ લોડાયા (વર્ધમાનગર), સ્વ. ચંદ્રકાન્ત, ખુશાલ, મયૂરના ભાઇ, હિરલબેનના સસરા, જીલ અને હસ્તીના દાદા, હેન્સીના નાના, સ્વ. જમકુબાઇ ભવાનજી (માડણ) ધરમશીં (જસાપર)ના જમાઇ, સ્વ. મણિલાલભાઇ, સ્વ. સોમચંદભાઇ, મોતીલાલભાઇ, સ્વ. પ્રેમાબાઇ દેવશીં ધ્રોળ (માંડવી), દમયંતીબેન વાલજી ખોના (મોટી ખાવડી), કાંતાબેન રમેશ ધુલ્લ (તેરા), ચંદનબેન નારાણજી ગોસર (બાયઠ)ના બનેવી, ચંદનબેન લીલાધર ખોના (સુથરી), સરલાબેન હેમરાજ દંડ (વરાડિયા), ભાવનાબેન હરીશ કુરુવા (ગોધરા-ડોમ્બીવલી)ના વેવાઇ તા. 5-2-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-2-2026ના રવિવારે બપોરે 3થી 4 જૈન ભોજનશાળા, કોઠારા ખાતે.

ડીસા : મૂળ માંડવીના આણંદજીભાઇ નરભેરામ ગિરાણી તે પોપટલાલ હીરજી (અંજાર)ના જમાઇ, સ્વ. અમૃતબેનના પતિ, ભાવેન, મનોજ, ગીતા, કંચનબેનના પિતા, પ્રાણલાલ સાયતા, અશ્વિનભાઇ આચાર્ય, ઇન્દુબેન મનોજભાઇના સસરા ગં.સ્વ. રુક્ષ્મણીબેન ગિરધરલાલ (ડીસા), ગં.સ્વ. લક્ષ્મીબેન શંકરલાલ (આદિપુર), ગં.સ્વ. જયાબેન ચંદુલાલ (આદિપુર), વનિતાબેન સુભેશભાઇ (આદિપુર)ના મોટા ભાઇ, રાઘવ મનોજકુમારના દાદા, ડો. રાકેશ પ્રાણલાલ, ઝીલ અશ્વિનકુમાર, જૈમિની મનીષકુમાર, છાયાબેન ચિરાગના નાના, ઉર્વિબેન રાકેશકુમારના નાનાજી સસરા તા. 4-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-2-2026ના સોમવારે વાગડ લોહાણા મહાજનવાડી, ગાયત્રી મંદિર પાછળ, રામનગર સોસાયટી, ડીસા ખાતે.

મુંબઈ : મૂળ જખૌના મુલરાજભાઈ (ઉ.વ. 81) સ્વ. ભચીબાઈ થરદાસ ડુંગરસિંહ વડેરાના પુત્ર, સ્વ. મંજુલાબેનના પતિ, સ્વ. સાકરબેન મોનજી મોતીરામ (શંભુ ભગત) રૂપારેલ (કોઠારા)ના જમાઈ, શરદ, રૂપલ અવિનાશ દવે, ભૈરવીના પિતા, અ.સૌ. ચૈતાલીના સસરા, યશ, પુરબ, રિયાન્સના દાદા, માયાબેન જમનાદાસ (મંગલદાસ) સાવિત્રી પ્રેમજીભાઈ માધવાણી, શિવદાસ (શંભુભાઈ) ભાનુબેનના ભાઈ, ગં.સ્વ. સરયુબેન, ગં.સ્વ. ભારતીબેનના દિયર, ગીતાબેન નીતિનભાઈ, પ્રીતિબેન, સ્વ. જયેશભાઈ, ભક્તિ મયૂરના કાકા, ઉદયના મામા તા. 3-2-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-3-2026 શુક્રવારે સાંજે 5થી 7 રવિશંકર ટી.ઓ.કે. હોમ, પરમેશ્વરી સેન્ટર, પહેલા માળે, અચીજા હોટલની ગલીમાં, મદન મોહન માલવીયા રોડ, મુલુંડ વેસ્ટ, મુંબઈ 80 ખાતે 

Panchang

dd