• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

રાજયમંત્રીની રજુઆતથી મેઘપર બોરીચીની ગટર લાઈનની યોજના માટે સરકાર દ્વારા અપાઈ મંજુરી

અંજાર,તા.9 : અહીંની મહાનગરપાલિકા હસ્તકના મેધપર બોરીચી અને કુંભારડી વિસ્તારમાં રાજયમંત્રીના પ્રયાસ થકી  વર્ષો જુની ગટર સમસ્યા ઉકેલાતા સ્થાનિકોમાં આનંદની લાગણી  પ્રસરી હતી. મેઘપર બોરીચીના પૂર્વસરપંચ ભોજાભાઈ આહીર ધ્વારા ગુજરાત સરકારના રાજયમંત્રી તથા અંજાર મત વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા તથા ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સમક્ષ રજૂઆત કરાઈ હતી. આ મુદે રાજયસરકાર સમક્ષ રજૂઆત કરાયા બાદ રાજય સરકાર અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ધ્વારા હકારાત્મક નિર્ણય લેવાયો હતો. આ સમસ્યા ઉકેલવા માટે રૂા.104 કરોડની યોજનાની સૈધ્ધાંતિક મંજુરી અપાઈ હતી. જેમાં 162 કિલોમીટર લાંબી નવી ગટર યોજના અને આધુનિક પંપીગ સ્ટેશન બનાવવામાં આવશે. ગંદા પાણીના પ્રશ્નો હલ કરવા માટે મહાનગરપાલિકા ધ્વારા ટુંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.આ મહત્વકાંક્ષી પ્રકલ્પ આગામી દોઢ થી બે વર્ષમાં પૂર્ણ કરીને આખા મેઘપર વિસ્તારને ગટર લાઈન થી જોડવામાં આવશે. આ સમસ્યા ઉકેલવા મંત્રી દ્વારા કરાયેલ રજૂઆત અને કરાવાયેલ નિર્ણય બદલ મેઘપર બોરીચીના પૂર્વ સરપંચ ભોજાભાઇ આહીર દ્વારા મંત્રી પ્રત્યે આભાર માની તેમનું સન્માન કરાયું હતું. તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્ય સરકારનો પણ તેમણે આભાર માન્યો હતો. આ સમયે અંજાર શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, જીગરભા ગઢવી(દંડક અંજાર તાલુકા પંચાયત) હિતેન્દ્રાસિંહ સરવૈયા, આમદભાઈ કોરાર હાજર રહેલ હતા તેમજ ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઇ પરમાર, અંજાર તાલુકા ભાજપ પ્રમુખ બી.એન. આહીર,ગાંધીધામ તાલુકા ભાજપ પ્રમુખ દેવેન્દ્રાસિંહ જાડેજા.અંજાર તાલુકા પંચાયત પ્રમુખ શોભનાબા જાડેજા, મશરૂભાઈ રબારી ,પરમા ભાઈ પટેલ અજીતાસિંહ રાજપૂત સહિતનાએ આભારની લાગણી વ્યકત કરી હતી.

Panchang

dd