બેંગ્લુરુ,
તા. 9 : ભારતીય
ટેનિસના ઉભરતા સિતારા અને 6 ફૂટ
પ ઇંચ ઊંચા ખેલાડી દક્ષિણેશ્વર સુરેશના શાનદાર દેખાવથી ડેવિસ કપમાં ભારતીય ટીમનો ઉલટફેર
કરીને નેધરલેન્ડ સામે 3-2થી
યાદગાર વિજય થયો છે. ડેવિસ કપમાં ભારતીય ટીમની ટક્કર હવે દ. કોરિયા વિરુદ્ધ થશે. ભારતીય
ટેનિસ ટીમનો વિશ્વ ક્રમાંક 33 છે
જ્યારે નેધરલેન્ડ ટીમ 6 નંબરની
છે. 2પ વર્ષીય સુરેશે નિર્ણાયક અને
અંતિમ સિંગલ્સ મેચમાં ડચ ખેલાડી ગાય ડે ઓડેન સામે 6-4 અને
7-6થી જીત મેળવી ભારતને 3-2થી વિજય અપાવ્યો હતો. આથી ભારતીય ટીમ ડેવિસ કપ બીજા
રાઉન્ડમાં પહોંચી છે. દક્ષિણેશ્વર સુરેશે તેના બન્ને સિંગલ્સ મેચ જીત્યા હતા અને ડબલ્સમાં
યૂકી ભાંબરી સાથે મળીને વિજય અપાવ્યો હતો. આથી 2019 પછી
પહેલીવાર ભારતીય ટેનિસ ટીમ ડેવિસ કપના ક્વોલીફાયર રાઉન્ડ-બેમાં પહોંચી છે. એક ટાઇમાં
3 મેચ જીતનારો સુરેશ લિએન્ડર પેસ પછીનો બીજો ભારતીય ખેલાડી
બન્યો છે. તેનો વિશ્વ ક્રમાંક 460 આસપાસ
છે. પેસે આ પરાક્રમ 2004માં
કર્યું હતું. ડેવિસ કપમાં ભારતીય ટીમની ટક્કર હવે દ. કોરિયા વિરુદ્ધ થશે.