નવી દિલ્હી,
તા. 9 : ભલે
ટી-20 વિશ્વકપમાં ભારતીય ટીમમાં સ્થાન
નથી મળ્યું, પરંતુ અનુભવી બેટધર કે.એલ. રાહુલને રણજી ટ્રોફીમાં રંગ રાખતાં
શાનદાર સદી ફટકારી હતી અને કર્ણાટકને ચાર વિકેટે વિજય અપાવ્યો હતો. રણજીના ર્ક્વાટર
ફાઈનલ મુકાબલમાં રાહુલે 14 ચોગ્ગા
અને એક છગ્ગા સાથે 130 રન ઝૂડી દીધાં
હતાં. મેન ઓફ ધ મેચ રાહુલે આજે પ્રથમ શ્રેણીની ક્રિકેટની 24મી સદી કરી હતી. 33 વર્ષીય
તરવરિયા ખેલાડીએ તનુષના દડા પર ચોગ્ગો ફટકારી સદી પૂરી કરી હતી. મેચમાં મુંબઈ ટીમ પહેલાં
દાવમાં 120 રને સમેટાયા
બાદ 173 રન કરી, કર્ણાટકે 53 રનની
સરસાઈ મેળવી હતી. બીજા દાવમાં પલટવાર કરતાં 370 રનના
સ્કોર સાથે મુંબઈએ કર્ણાટક સામે 329 રનનું
લક્ષ્ય આપ્યું હતું. જે કર્ણાટકે સરળતાથી પાર પાડી લીધું હતું.