• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

ભુજમાં દંપત્તી દ્વારા 13.02 લાખની છેતરપિંડી

ભુજ, તા. 9 : ધંધાકીય વેપાર અર્થે શહેરના દંપત્ત્ાuએ ઓનલાઈન, રોકડ, બે કાર, વિવિધ દશેક મોબાઈલ ફોન એક વર્ષ દરમ્યાન ટુકડે-ટુકડે મેળવી અુમક રકમ પરત આપ્યા બાદ બાકીના નાણા માટ ખોટી સહીવાળો ચેક અને એનઈએફટીની ખોટી રસીદોના મેસેજ મોકલી કુલ્લે રૂા. 13,02,000ની છેતરપિંડી કરી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાઈ છે. ગત તા. 1/1/25થી આજ સુધીની આ ઠગાઈ અંગે આજે એ-ડિવિઝન પોલીસ મથકે ભુજના પ્રશાંત નટવરદાન ગઢવીએ આરોપી નરેશ ખીમજીભાઈ ભાનુશાલી અને તેમના પત્ની મોનાલી સામે ફીરયાદ નોંધાવી છે. ફરિયાદીએ પોલીસમાં નોંધાવેલી વિગતો મુજબ આરોપીઓએ મિત્રતાના નામે ધંધા-વેપાર પેટે ઓનલાઈન કુલ્લ રકમ રૂા. 1,98,200 તથા રોકડા રૂા. અને રૂા. 5,90,000ની ટાટા ટીઆગો ગાડી નં. જી.જે. 12 એફઈ 2625વાળી તેમજ રેનોલ્ડની ક્રાઈબર ગાડી નં. જી.જે. 12 ઈઈ 7723 જેની કિ. રૂા. 5,00,000 અને રૂા. 1,74,000ના પાંચ મોબાઈલ અને રૂા. 1,16000ના બે આઈફોન, રૂા. 1,40,000ના ત્રણ ફોન તેમજ રોકડા રૂા. 6000 અને રૂા. 10,000 એમ કુલ્લે રૂા. 17,34,200 જેટલી રકમ અને મુદામાલ લઈ લીધો હતો. આ બાદ વિશ્વાસ અપાવા ટુકડે ટુકડે રૂા. 4,32,200 પરત કરી બાકી રહેતી રકમ રૂા. 13,02,000માંથી 10 લાખનો ચેક આપ્યો હતો. પરંતુ આ ચેક ખોટી સહીના શેરા સાથે બેન્કમાંથી પરત ફર્યો હતો. આ ઉપરાંત બનાવટી એનઈએફટીની રસીદો તેમજ બનાવટી ટ્રાન્ઝેક્શનના મેસેજ નાખી ફરિયાદી સાથે કુલ્લે રૂા. 13,02,000ની છેતરપિંડી કરી વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી છે.

Panchang

dd