• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

વૈભવ સૂર્યવંશીની બ્રાંડ વેલ્યૂમાં ઉછાળો

નવી દિલ્હી, તા.9: ભારતીય ક્રિકેટની નવી સનસની વૈભવ સૂર્યવંશીની બ્રાંડ વેલ્યૂમાં રાતોરાત ઉછાળો આવ્યો છે. અન્ડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ 80 દડામાં 1પ ચોગ્ગા અને 1પ છગ્ગાથી 17પ રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી. તે આવી આતશી સદી પાછલા એક વર્ષથી સતત ફટકારી રહ્યો છે. તેની ગણના નવા સચિન તેંડુલકર તરીકે થઈ રહી છે. આઇપીએલની ગત સીઝનમાં પણ તેને 3પ દડામાં સદી ફટકારી નવો રેકોર્ડ બનાવ્યો હતો. વૈભવ ભારતીય ક્રિકેટનો ભવિષ્યનો સિતારો હોવાથી જાહેરાતમાં તેની ડિમાન્ડ વધી રહી છે. વૈભવ સૂર્યવંશીએ તાજેતરમાં ન્યૂટ્રિશનલ ડ્રિન્ક કોમ્પ્લાનનો બ્રાંડ એમ્બેસેડર નિયુક્ત થયો છે. વર્તમાન ટી-20 વર્લ્ડ કપ દરમિયાન જ કોમ્પ્લાનની ટીવી એડ જોવા મળશે. આ ઉપરાંત એમઆરએફ અને જિયો માર્ટ સહિતની બીજી ટોચની કંપનીઓ વૈભવ સાથે કરાર કરવા ઉત્સુક છે.

Panchang

dd