• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

ભારતીય નોટો સાથે હવે અમેરિકી ડોલરથીય છેતરવાનો પ્રયાસ

ભુજ, તા. 9 : ભારતીય ચલણી નોટોના બંડલ બનાવી એકના ત્રણ આપવા સાથે હવે અમેરિકી ડોલરનાય બંડલ બતાવી તથા સસ્તા સોનાના વીડિયા બનાવી નકલી આઈડીમાં વાયરલ કરી લોભામણી લાલચ આપી છેતરવાના પ્રયાસમાં ભુજના એક શખ્સને એલસીબીએ ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે. એલસીબીએ ખાનગી બાતમીના આધારે સરપટ નાકા બહાર શાંતિનગરમાં રહેતા ફારુક હુસેન સમાના ઘરે ઘરોડો પાડતા તેની પાસેથી 500 અને 200ની નોટોના બંડલો ઉપરાંત અમેરિકી ડોલરના પણ નકલી બંડલો હતાં આ બધી નોટોના બંડલોમાં આગળ અસલી અને પાછળની બધી નોટો બનાવટી હતી. આ અંગે ફારુકને પૂછતાં જણાવ્યું કે મોબાઈલમાં રાજેશ પટેલ નામની તેણે ઈન્સ્ટાગ્રામ નકલી આઈ.ડી. બનાવી આ ચલણી નોટોના એકના ત્રણ ગણા તથા સસ્તા સોનાના વીડિયા બનાવી છેતરવાના ઈરાદે વાયરલ કર્યા હતા. આ દરોડામાં આરોપી ફારુકને રૂા. 5000ના મોબાઈલ તથા વીડિયો બનાવા ઉપયોગમાં લીધેલા રૂા. 500ના 50 બંડલ જેમાં સાચી 20 નોટ કિ.રૂા. 10,000 તથા 200ના પ0 બંડલમાં 20 સાચી નોટ કિ.રૂા. 400 અન્ય બંડલો 50 તેમજ એકસો અમેરિકી ડોલર નંગ-2 જેની કિ.રૂા. 18,000 તથા નકલી અમેરિકી ડોલરના 90 બંડલ એમ કુલ્લે રૂા. 33000નો મુદામાલ કબજે લઈ એ-ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Panchang

dd