• મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2026

ભુજ-ધર્મશાળા માર્ગ પર ઓવરલોડ વાહનોનું બેરોકટોક પરિવહન

ભીરંડિયારા, તા. 9 : ભુજથી ધર્મશાળાને જોડતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 341 સાડા ત્રણસો કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે. આ માર્ગ પર ઓવરલોડ વાહનોના બેરોકટોક પરિવહનનાં કારણે રસ્તાની હાલત બિસમાર બનવા સાથે અકસ્માતની ઘટના ઘટવી રોજિંદી બની છે. આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઓવરલોડ વાહનો દોડતાં હોવાનાં કારણે મહત્ત્વાકાંક્ષી રસ્તો ઠેર-ઠેરથી તૂટી ગયો છે. ગાબડાં પૂરવા માટે કામ તો હાથ ધરાય છે, પણ ફરી જૈસે થેની સ્થિતિ સર્જાય છે. ઓવરલોડ વાહનો માતેલા સાંઢની જેમ દોડતાં હોવા છતાં પોલીસ કે આર.ટી.ઓ. તંત્રની નજરમાં તે ન આવતાં હોય તેમ વારંવારની રજૂઆત છતાં કોઇપણ પ્રકારની કામગીરી તંત્રવાહકો દ્વારા કરવામાં આવતી નથી. વેળાસર ઓવરલોડિંગ વાહનોના પરિવહન પર અંકુશ મુકાય તેવી આ વિસ્તારના સ્થાનિક લોકો માગણી મૂકી રહ્યા છે. ઓવરલોડ વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી માંગ પણ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી છે.

Panchang

dd