ભુજ, તા. 9 : ગઈકાલે
તાલુકાના લોડાઈ ગામે બે જૂથ પરિવાર વચ્ચે લોખંડના પાઈપ સાથે લોહિયાળ મારા-મારી થતા
બાર વિરુદ્ધ સામ-સામી ફરિયાદ દાખલ થઈ છે. ગઈકાલે સાંજે ચાર વાગ્યે લોડાઈમાં થયેલી આ
મારામારી અંગે પદ્ધર પોલીસ મથકે સલીમભાઈ સુમારભાઈ કુંભારે નોંધાવેલી ફરિયાદ મુજબ અગાઉના
વેલ્ડિંગ કામ કરવા આરોપી હમજા હારૂન ગગડાએ ધાક-ધમકી કરી ફરિયાદીને માથામાં લોખંડનો
પાઈપ ફટકાર્યો હતો અને સહઆરોપીઓ મુસ્તામ મુસા ગગડા, નાસીર મૃસ ગગડા,
હારૂન અધા ગગડા, મુસા અધા ગગડા, શેરુબેન હારૂન ગગડા અને અદ્રેમાન ઉર્ફે અબ્દુલાના પત્નીએ ફરિયાદી તથા સાહેદ
અસલમ આમદ કુંભાર અને તેના પરિવારને ધક્ક બુસટનો માર મારી ઈજા પહોંચાડી હતી. આરોપીઓએ
ગેરકાયદે મંડળી રચી પરિવારના લોકોને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ
નોંધાવી છે. આજ બનાવને લઈને હમજા હારૂનભાઈ ગગડાએ નોંધાયેલી ફરિયાદ મુજબ તેના પિતા ભંગારનો
ધંધો કરે છે અને આરોપી અગાઉ ભંગારનો ધંધો કરતા હોઈ ભંગાર બાબતેના અગાઉના ઝઘડાના મનદુ:ખમાં
આરોપી અસલમ આમદ કુંભાર અને સલીમ સુમાર કુંભારે ફરિયાદી તથા સાહેદ મુસ્તાક તથા નાસીર
મુસા ગગડાને ધકબુસટનો માર મારી ઈજા પહોંચાડી હતી. અને આરોપી શરીફાભાઈ આદમ કુંભારે ફરિયાદીને
લોખંડનો પાઈપ છાતીમાં માર્યો હતો. આદમ સુમાર કુંભાર અને શકીનાબેન સલીમ કુંભાર સહિત
પાંચ વિરુદ્ધ ગેરકાયદે મંડળી રચી ફરિયાદી તથા સાહેદો અને પરિવારને ગાળો આપી,
જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે મહાવ્યથા
સહિતની વિવિધ કલમો તળે બન્ને ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.