ભુજ, તા. 9 : પદ્મશ્રી
સવજીભાઈ ધોળકીયાના `ધોળકીયા ફાઉન્ડેશન'
અને કચ્છ જલધારા સેવા સંઘના સંયુક્ત ઉપક્રમે કચ્છ જિલ્લામાં
જલમંદિરો નિર્માણ કરવા માટે `જલમંદિર નિર્માણ યાત્રા' ત્રણ દિવસ માટે કચ્છમાં
યોજાયેલ હતી. પ્રથમ દિવસે પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયાએ ક્રાંતિગુરૂ શ્યામજી
કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીમાં હરિકૃષ્ણ શ્યામજી કૃષ્ણવર્મા સરોવરનું ખાતમુહુર્ત
કરેલ હતું. ત્યારબાદ ધુનારાજા ડેમ સાઈટ ઉપર પર્વતોની હારમાળામાં છેક ઉપરના ભાગમાં
પગપાળા યાત્રા કરીને કંકડ-પથ્થર વાળી કેડીઓમાં તેઓની ઈન્જીનીયરીંગ ટીમ તથા
નર્મદાના પીવાના તથા સિંચાઈના નીર માટે સતત પ્રયાસ કરી રહેનારા દિપકભાઈ વોરા તથા
અન્ય તજજ્ઞોને જોડીને 3 કલાક સુધી ગહન અભ્યાસ કરેલ હતો.
દિપકભાઈ વોરા અને સવજીભાઈ ધોળકીયાએ ઉપરવાસમાં અન્ય ત્રણ-ચાર સરોવર બનાવીને ભુજ નગર, માધાપર, મિરઝાપરને પીવાનું પાણી પુરૂ પાડી શકાય કે કેમ? તે
બાબતે સર્વેક્ષણ કરવાનું વિચારણામાં લીધું હતું.
કચ્છ જલધારા સેવા સંઘના પ્રમુખ કેશવજીભાઈ ઠાકરાણી, ઉપપ્રમુખ
મનસુખભાઈ પારસીયા, મંત્રી પ્રભુલાલ માકાણી, ટ્રસ્ટી શાન્તીલાલ રૂડાણી (મુંબઈ)એ ધુનારાજા ડેમ સાઈટની ભૌગોલિક
પરિસ્થિતિના જાણકાર હરિપરને પરષોતમભાઈ વેકરીયા તથા અન્ય કાર્યકર્તાઓ જોડાયા હતા.