• ગુરુવાર, 01 મે, 2025

અવસાન નોંધ

ભુજ : હાજી કાસમ હસન લોટા (ઉ.વ. 72) તે હસન રઝવી (પપ્પુ) અને મોહંમદ હુસેનના પિતા, મ. હાજી યુસુફ, મ. હાજી આમદ, મ. ઓસમાન અને મ. અલીમામદના ભાઇ, મ. અબ્દુલ્લા, મ. અદ્રેમાન, ગની, ઇબ્રાહીમ (ગેસવાળા)ના કાકા તથા અખ્તર બ્રેરના સસરા તા. 22-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-3-2025ના સવારે 10થી 11 મેમણ જમાત ખાના, ભીડ આઝાદ ચોક, ભુજ ખાતે. 

માંડવી : દેવકાબેન ભચુભાઇ રાઠોડ (ઉ.વ. 85) તે ધનબાઇ કાનજી આમર (મંજલ)ના પુત્રી, આશા, સ્વ. પરેશ, ધર્મેન્દ્ર, ભાવનાના માતા, શંભુભાઇ (ગાંધીધામ), સુરેશભાઇ, મીનાબેનના સાસુ, ભૂમિ, ડોલી, સૂચિ, સન્ની, અરુણ, કુસુમકિરણ, સ્વ. રેખા, જલ્પા, હનીના દાદી, પરમાબાઇ કરશનભાઇ, દેવુબેન જખુભાઇ રાઠોડના દેરાણી, સ્વ. ભીખાલાલ, સ્વ. જશોદાબેન, સ્વ. લક્ષ્મીબેન, સ્વ. હીરાલાલ, સ્વ. શંકરભાઇ તથા ભાનુબેન ભરતભાઇ અબડાના કાકી, ગં.સ્વ. જયાબેન, ગં.સ્વ. માયાબેનના કાકી સાસુ, જ્યોત્સના, ડિમ્પલ, અરુણા (સોનુ), ચિરાગ વિજયભાઇ કોકા (આદિપુર)ના દાદી સાસુ, વીરેન્દ્ર ડાભી (વાંઢિયા), કૌશિક ઝાલા (આદિપુર), પુનમ રાજવીર ચાવડા (ગાંધીધામ)ના નાની સાસુ, આમર અરવિંદભાઇ, સ્વ. આમર શામજીભાઇ, આમર લાલજીભાઇ, રમાબેનના બહેન, સ્વ. દિલીપ, હેમંત, નિતેશ, મહેન્દ્ર, રાજલ, ભાવિની, મીના, મિત્તલ, સોનાલીના ફઇ, ગીતા, દિલીપ, સ્વ. હીરેનના માસી, દર્શના, રાજવીર, નિશા, પાર્થ, કાર્તિકના નાની, દક્ષ, આયુષી, વંશરાજના પરદાદી તા. 21-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા.24-3-2025ના સોમવારે સાંજે 4થી 5 દરજી સમાજવાડી, નાગનાથ રોડ, માંડવી ખાતે. 

માંડવી : પ્રેમજીભાઇ રવજી કેરાઇ (ઉ.વ. 68) તે લાલબાઇના પતિ, સ્વ. રવજીભાઇ ધનજી કેરાઇના પુત્ર, જીતેશ, અમ્રતબેન નવીન રાબડિયા (શિરવા), સવિતાબેન હીરજી ભંડેરી (શિરવા), દિવ્યાબેન નારણ ભંડેરી (મેરાઉ), નયનાબેન પીયુષ રાબડિયા (મસ્કા)ના પિતા, કલ્પનાબેનના સસરા, માવજીભાઇ, વાલજીભાઇ, નારણભાઇ, હરજીભાઇ, કેસરબાઇ, મંજુબાઇ, વાલબાઇના ભાઇ, ધ્યાની અને મોક્ષના દાદા, સ્વ. કાનજી દેવશી હીરાણીના જમાઇ તા. 21-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 24-3-2025ના સોમવારે સવારે 7.30થી 8.30 બહેનોની નિવાસસ્થાને તથા ભાઇઓની સ્વામિનારાયણ મંદિર, પૂનમ નગર, માંડવી મધ્યે. 

માંડવી : મીનાબેન હેમેન્દ્રભાઇ નિર્મલ (ઉ.વ. 55) તે સ્વ. ગોદાવરીબેન વેલજી નિર્મલના પુત્રવધૂ, સ્વ. ગોદાવરીબેન ગંગારામ કારાતેલાની પુત્રી, શિવાની, હર્ષિલના માતા, જય, હિતેશ નિર્મલના મોટા દાદી, ચંદ્રવદન, હિતેશ, અરુણાબેન, સ્વ. ચંદ્રીકાબેન, લતા, કુંદનબેનના ભાભી, હરેશભાઇ, કીર્તિભાઇ, બિપિન, મુકતાબેન, સીતાના નાના બહેન, સ્વ.  પ્રવીણાબેનના દેરાણી, તૃપ્તિબેન હિતેશના જેઠાણી તા. 21-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા સોમવારે તા. 24-3-2025ના સાંજે 4.30થી 5 રંગચુલી માંડવી ખાતે. લૌકિક વ્યવહાર બંધ છે.

મુંદરા : ખારવા ધનગૌરીબેન ખીમજીભાઇ ઝાલા (ઉ.વ. 59) તે સ્વ. વાલીબેન ખીમજીભાઈ ઝાલાના પુત્રી, સ્વ. મૂળજીભાઈ, સ્વ. પરસોત્તમભાઈ, કાનજીભાઈ, ગં.સ્વ. મંજુબેનસ્વ. સાવિત્રીબેન અને લક્ષ્મીબેનના નાના બહેન, પ્રભાવંતીબેન, અનસુયાબેન અને પુષ્પાબેનના નણંદ, સંજયભાઈ, વિરેનભાઈ અને જિગરભાઈના ફઈ તા. 21-3-2025ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 23-3-2025 રવિવારે સાંજે 4થી 5 ભાઈઓ તથા બહેનોની સાથે ખારવા સમાજવાડી (સાગર ભુવન) મુંદરા મધ્યે. 

નખત્રાણા : લુહાર હલીમાબાઇ અયુબ (ઉ.વ. 57) તે અયુબ સિધીકના પત્ની, મામદ, સલીમ સિધીકના ભાભી, સુલતાન, ફેઝાન, રમજાનના માતા તા. 22-3-2025ના અવસાન પામ્યા છે. જિયારત તા. 24-3-2025ના સોમવારે સાંજે અસર નમાજ બાદ મુસ્લિમ જમાતખાના (સુરલભિટ્ટ) નખત્રાણા ખાતે. 

નખત્રાણા : કુંવરબેન કેશવલાલ નાથાણી (ઉ.વ. 72) તે સ્વ. નાનજી ધનજી નાથાણીના પુત્રવધૂ, સ્વ. રવજીભાઇ, સ્વ. ગોવિંદભાઇના નાના ભાઈના પત્ની, સ્વ. કેશવલાલ નાનજીભાઇ નાથાણીના પત્ની, મોહનભાઇ, મહેન્દ્રભાઇ, કાંતિભાઇના ભાભી, રવજીભાઇ નાનજીભાઇ નાકરાણી, વિશ્રામભાઇ, વિઠલભાઇ, જેન્તીભાઇ  (દેવીસર હાલે કોલકાતા)ના બહેન, યશેષભાઇ, હીનાબેન વિમલભાઇ ભગત (આણંદપર)ના માતા, દીપાલીબેનના સાસુ, શ્રિયા અને જૈસ્વીના દાદી તા. 22-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 23 અને 24-3-2025ના સોમવારે સવારે 8થી 10 અને બપોરે 3.30થી 5 નિવાસસ્થાન પંચવટી હનુમાન ચોક, બેરૂ રોડ જૂનાવાસ, નખત્રાણા ખાતે.  

રાપર : માલી વેલજીભાઇ (ઉ.વ. 65) તે ગં.સ્વ. પુરીબેન કાનજીભાઈ રૂડાભાઈના પુત્ર, શાન્તિબેનના પતિ, જિગરના પિતા, સવજી, ભરત, રમેશ, નવિન તથા રમીલાબેન (રાજકોટ)ના મોટાભાઈ, સ્વ. હધુ જીવા (ભુટકિયા)ના જમાઈ તા. 21-3-2025ના અવસાન પામ્યા છે. લોકાચાર તા. 24-3-2025, સોમવારે તથા પ્રાર્થનાસભા તે જ દિવસે સાંજે 5થી 6 માલી સમાજવાડી, રાપર ખાતે. 

ભારાપર (તા. ભુજ) : સૈયદ ખેરૂનિશા ભીભીમા તે કુતુફશા (ધાધુબાવા)ના પુત્રી, સૈયદ મ. અબ્દુલાશા, સૈયદ શેરબાનુબીબી (બારોઇ)ના ભાણેજી, સૈયદ હસનશા કરીમ (મુંબઇ)ના સાળી, મુમતાઝ (દરગાહવાળા), સૈયદ અસગરશા, સૈયદ ફારૂકશા (ભારાપર-સુરજપર ન્યૂઝ પેપર એજન્ટ)ના બહેન, સૈયદ હુસેનશા અજીમશા (બિદડા), સૈયદ હુસેનશા અકીલશા (ભુજ)ની ફઇસાસુ, સૈયદ અફજલ, ફૈઝલ, આફતાબ (હુસેન)ના ફઇ તા. 21-3-2025ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 24-3-2025ના સોમવારે અસર નમાજ બાદ મેમણ જમાતખાના ભારાપર ખાતે.

બાગ (તા. માંડવી) : કચ્છી રાજગોર વીરજી પ્રેમજી મોતા (ઉ.વ. 90) તે  સ્વ. પ્રેમજી માવજી મોતાના પુત્ર, બચુબાઈના પતિ, રામજી, ચંદુલાલ, જેન્તી, લક્ષ્મીબેન, મંજુલાબેનના પિતા, પ્રાણજીવન નારાણજી પેથાણી (ગુંદિયાળી), મોહનલાલ કુંવરજી પેથાણી (ગુંદિયાળી), દમયંતીબેન, મીનાબેનના સસરા, સ્વ. કાકુભાઈ, સ્વ. દયારામ, સ્વ. કરશનજી, સ્વ. નાનજી, સ્વ. ભચીબાઈ હીરજી (ભુજ), સ્વ. પૂરબાઈ દયારામ (ભુજ), સ્વ. રતનબાઈ લાલજી (બિદડા)ના નાના ભાઈ, મહેશ, સતીષ , વિશાલ , જીનલબેન ચંદ્રેશભાઇ નાથાણી (મસ્કા), રસીલાબેન કુંતનભાઇ જોષી (બાગ), પૂનમબેન, મનીષાબેન ભાર્ગવ ગોર (ભુજ), મયૂરીબેનના દાદા, વૈશાલીબેન  મહેશભાઈના દાદા સસરા, હેતના પરદાદા, સ્વ. હીરબાઈ ઉકેડા નારણજી નાગુ (બાગ)ના જમાઈ, સ્વ. દેવજીભાઈ, સ્વ. મીઠુભાઈ, સ્વ. શંકરજીભાઈ, સ્વ. શિવજીભાઈ, સ્વ. વેજબાઈ મંગલદાસ મોતા (મસ્કા), સ્વ. પૂરબાઈ રણછોડજી શિણાઈ (બિદડા)ના બનેવી તા. 22-3-2025ના અવસાન પામ્યા છે. બન્ને પક્ષની પ્રાર્થનાસભા 24-3-2025ના 3થી બાગ રાજગોર સમાજવાડી ખાતે.  

બેરાજા (તા. મુંદરા) : જાડેજા મનુભા કલુભા (ઉ.વ. 70) તે સ્વ. જાડેજા કલુભા નોંગણજીના પુત્રી, સ્વ. નારુભા, ઔધુભા, વસંતબા તથા સ્વ. વિજયરાજજીના ભાઈ, શિવુભા, રણજીતાસિંહ, આશાબા તથા નિશાબાના પિતા, સોઢા મુરુભા (દેપા)ના જમાઈ, રાઠોડ હરિસંગ માનસંગ (લેર)ના સાળા, સ્વ. પરમાર કિરીટાસિંહ પ્રભાતાસિંહ (વવાણિયા) તથા ઝાલા પ્રવિણાસિંહ રતુભા (ભાઇકા)ના સસરા તા. 22-3-2025ના અવસાન પામ્યા છે. સાદડી તા. 24-3-2025 અને 25-3-2025ના બેરાજા ખાતે. ઉત્તરક્રિયા તા. 1-4-2025ના નિવાસસ્થાન બેરાજા મધ્યે. 

વાંકી (તા. મુંદરા) : મૂળ અંજારના કરમણ પુંજાભાઇ ધોરિયા મારાજ (ઉ.વ. 60) તે લાલબાઇના પતિ, લાલજી (લાખા મારાજ)ના પિતા, શાંતાબેનના સસરા, જીત, મીના, પ્રિયંકા, જયના દાદા, સ્વ. ભોજરાજ, સ્વ. નાગશી, માલશી, મેઘજી, કેસરબાઇના ભાઇ, સ્વ. વીરાભાઇ હીરાભાઇ ધુવા (કનૈયાબે)ના સાળા, સ્વ. જીવરાજ હભુભાઇ માતંગ (ઝરપરા)ના જમાઇ તા. 21-3-2025ના અવસાન પામ્યા છે. ધાર્મિક ક્રિયા તા. 23-3-2025ના આગરી તથા તા. 24-3-2025ના પાણી (દિયાળો) નિવાસસ્થાન વાંકી ખાતે. 

કોટડા (જ.) (તા. નખત્રાણા) : જયાબેન રમેશભાઇ બાથાણી (ઉ.વ. 55) તે ભાણજી શિવજી બાથાણીના પુત્રવધૂ, રીમા, અનમોલ, માનસી, ભવ્યના માતા તા. 20-3-2025ના ભીવંડી (મહારાષ્ટ્ર) ખાતે અવસાન પામ્યા છે. બેસણું તા. 24-3-2025ના સાંજે 4થી 5 પાટીદાર સમાજવાડી બસસ્ટેશન પાસે કોટડા (જ.) ખાતે. 

મોટા ધાવડા (તા. નખત્રાણા) : મૂળ મોથાળાના મહેન્દ્રભાઈ (શંભુભાઈ) વેલજી અબોટી ત્રિવેદી (ઉ.વ. 71) તે  સ્વ. લાધીબેન, સ્વ. વેલજી મહાદેવના પુત્ર, પ્રેમીલાબેનના પતિ, સ્વ. શંકરભાઈ, સ્વ. રામજીભાઈ, સ્વ. ધનજીભાઈ, સ્વ. બબીબેન, સ્વ. ગોદાવરીબેન, સ્વ. ત્રિવેણીબેનના ભત્રીજા, સ્વ. કલાવંતીબેન (ઉખેડા), સ્વ. મોહનલાલ, (કંઢાય), સ્વ. મણિલાલ (અંજાર), સ્વ. પ્રતાપભાઈ (મોથાળા), સ્વ. ઈશ્વરલાલ (જખૌ), સ્વ. ભરતભાઈ (ચાંદ્રાણી), ત્રિવેણીબેન (નલિયા), સરસ્વતીબેન (મોથાળા), શારદાબેન (ધુણઈ), માયાબેન (મહેમદાબાદ)ના ભાઈ, ગં.સ્વ. હેમલતાબેન, ગં.સ્વ. મધુબેન, ગં.સ્વ. ભદ્રાબેનના દિયર, ગં.સ્વ. તારાબેન, સ્વ. લતાબેનના જેઠ, હિતેષ, કિશોર, દક્ષા, ભરતીના પિતા, સ્વ. જનકગિરિ, રાજેશભાઈ, સંધ્યાબેન, શ્વેતાબેનના સસરા, વિનોદભાઈ, કનૈયાલાલ, રમેશભાઈ, આશિષભાઈ, સંદિપ, કુલદિપ, નિખીલ, ક્રિષ્નાબેન, અનિતાબેન, પ્રીતિબેન, લીનાબેન, સોનલબેન, વંદનાબેન, કમળાબેન, દુર્ગાબેન,ભાવિકાબેનના કાકા, મહર્શ, જૈની, આરવી, નક્ષીના દાદા, શિવમ, હર્ષ, સ્વ. બંકિમ, વિશ્વા, વેદના નાના, સ્વ. મણિબેન મણિશંકર કલ્યાણજી બારમા (તેરા)ના જમાઈ, વસંતરાય, મંજુલાબેન, હરેશભાઈના બનેવી તા. 22-3-2025ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 24-3-2025ના સોમવારે સાંજે 4થી પ  પાટીદાર સમાજવાડી મોટા ધાવડા ખાતે.

આરીખાણા (તા. અબડાસા) : જાડેજા બૈસાબબા ગુલાબસંગ (ઉ.વ. 100) તે સ્વ. ગુલાબસંગ ગોવિંદજીના પત્ની, સ્વ. નારૂભા, ચાંદુભા અજિતસિંહ, ભીખુભા, જુવાનસિંહ, વાઘેલા જનકબા મોહનસિંહ (ખોડા-અમદાવાદ)ના માતા, સ્વ. હેમતસિંહ, ખુમાનસિંહ, રમેશસિંહ, દિલીપસિંહ, મિતરાજસિંહ, મહિપાલસિંહ, સ્વ. યુવરાજસિંહ, પૃથ્વીરાજસિંહ, યશપાલસિંહ, હિતરાજસિંહના દાદી તથા અનિરુદ્ધસિંહ, જયરાજસિંહ, સિદ્ધરાજસિંહ, કર્મરાજસિંહના પરદાદી તા. 21-3-2025ના અવસાન પામ્યા છે. બેસણું તા. 24-3-2025ના સોમવારે સવારે 10થી 5 કોમ્યુનિટી હોલ આરીખાણા મુકામે. 

આધોઇ (તા. રાપર) : વસંતપુરી શિવપુરી ગોસ્વામી (ઉ.વ. 75) તે સ્વ. ઝવેરબેનના પતિ, સ્વ. જાલમગિરિ ભીમગિરિ ગોસ્વામી (ગાગોદર)ના જમાઇ, ગુલાબપુરી (પલાંસવા)ના સસરા, બીનાબેન, સ્વ. ભરતપુરી, સ્વ. ફેડ્રીશપુરીના પિતા, અંજલિ, હીરલ, પીયુષના નાના, ઉર્મિલાબેનના સસરા, ચંદન, ફાલ્ગુની, શ્રુતિ, ધૈર્ય, માનસીના દાદા, દિવ્યાના કાકા, અમ્રતગિરિ, જગદીશગિરિસ્વ. અરવિંદગિરિ, અશોકગિરિ, કનકગિરિના બનેવી તા. 20-3-2025ના અવસાન પામ્યા છે. લોકાઇ સમવા તા. 24-3-2025ના સોમવારે  કારોતરા (પટેલ) સમાજવાડી ગાગોદર ખાતે. 

અમદાવાદ : વડનગરા નાગર મૂળ ભુજના ગં.સ્વ. કિરણાબેન મહેશ્વરપ્રસાદ વૈષ્ણવ (ઉ.વ. 93) તે અશોકભાઈ, સંજયભાઈના માતા, સુસ્મિતાબેન, કલ્પનાબેનના સાસુ, તાદાત્મ્ય, સંકલ્પ, નિયતિના દાદી, ડો. ભૂમિકા, ડો. ફાલ્ગુનીના દાદીજી, તનય અને પ્રેમના પરદાદી તા. 22-3-2025ના અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે.  લૌકિક ક્રિયા રાખેલી નથી. અશોક વૈષ્ણવ 98252 37008, સંજય વૈષ્ણવ 83200 01598. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd