• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડની રેસમાં બ્રુક સહિતના ખેલાડીઓ

દુબઇ, તા. 11: આઇસીસી પ્લેયર ઓફ મંથ એવોર્ડ માટે ઇંગ્લેન્ડના વ્હાઇટ બોલ કેપ્ટન હેરી બ્રુક સહિતના ક્રિકેટરોના નામ નોમિનેટ થયા છે. આઇસીસી દ્વારા જુલાઇ મહિનાના શ્રેષ્ઠ ક્રિકેટર એવોર્ડ માટે પુરુષ વિભાગમાં હેરી બ્રુક, વેસ્ટ  ઇન્ડિઝના ઓલરાઉન્ડર જસ્ટિન ગ્રીવ્સ અને બાંગલાદેશના ઓપનિંગ બેટર તંજિદ હસનને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. મહિલા વર્ગમાં ઇંગ્લેન્ડની કેપ્ટન નેટ શિવર બુંટ, વેસ્ટ ઇન્ડિઝન બેટર હેલી મેથ્યૂસ અને શ્રીલંકાની હર્ષિતા સમર વિક્રમા વચ્ચે આ એવોર્ડની રેસ છે. બન્ને વિભાગમાં ભારતનો કોઇ ખેલાડી નોમિનેટ થયો નથી.

Panchang

dd