• બુધવાર, 05 ઑગસ્ટ, 2026

અવસાન નોંધ

ભુજ : ગોર ખરાશંકર હીરજી ઉગાણી (નિવૃત્ત પાણી પુરવઠા) (ઉ.વ. 81) તે દમયંતિબેનના પતિ, સ્વ. ભચીબાઈ હીરજી ઉગાણીના પુત્ર, રાજેશ, કિરણ (પાણી પુરવઠા), વિપુલ (એડવોકેટ)ના પિતા, હિના, સંગીતા, પૂજાના સસરા, આસવ, ભૂમિ, વ્યોમ, નીર, નિશિ, આર્યનના દાદા, શ્રુતિના દાદાજી સસરા, સ્વ. અમૃતબેન શાંતિલાલ બાવા, દેવેન્દ્ર, કેશવલાલ, સ્વ. લક્ષ્મી, સ્વ. ઉર્મિલાબેન નરેન્દ્ર જોષી, સ્વ. જેન્તીલાલ, વિજયાબેન મોહનલાલ મોતાના ભાઈ, સ્વ. ધનગૌરીબેન, ઈન્દિરાબેન, દક્ષાબેનના જેઠ, પ્રિયા જિજ્ઞેશ મહેતા, બીના નિરેન મહેતા, કેતન, નિકુંજ, જલ્પા અમિત ભટ્ટ, નિષિદ, મિત્તલ જતિન વિઠ્ઠાના કાકા, તૃપ્તિ, રચના, ખુશ્બૂના કાકાજી સસરા, સ્વ. લક્ષ્મીદાસ જગજીવન મોતાના જમાઈ, સ્વ. કાન્તિલાલ, સ્વ. પ્રાણલાલ, સ્વ. ભાઈલાલ, સ્વ. મણિબેન વલ્લભરામ ઉગાણીના બનેવી, દક્ષા, દિલીપ, પલ્લવી, રાજેશ્રી, રવીન્દ્ર, દર્શના, નંદા, કુન્દા, સ્વ. બીના, વિજય, દીપક, આશા, યોગેશના ફુવા, હર્ષદ, રમણીક, ભાવનાના માસા, રીટા, હિતેશ, નીલેશ, ચેતના, જયમીન, ચાંદની, હેતલ, કલાપી, રિયાના મામા, સ્વ. કાકુભાઇ, સ્વ. દયારામ, સ્વ. કરશન, સ્વ. નાનજી, સ્વ. વીરજી પ્રેમજી મોતા (બાગ)ના ભાણેજ તા. 4-8-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 6-8-2026ના ગુરુવારે સાંજે 5થી 6 રાજગોર સમાજવાડી, આર.ટી.ઓ. રિલોકેશન સાઇટ, ભુજ. 

ભુજ : અ.સૌ. મીનાક્ષી મહેન્દ્ર જોષી તે મહેન્દ્ર હરિદાસ જોષી (પંકજ ટ્રાવેલ્સ)ના પત્ની, સ્વ. હીરાબેન હરિદાસ વાલાણીના પુત્રવધૂ, ગં.સ્વ. ચંદ્રિકાબેન લક્ષ્મીચંદ બોરાના પુત્રી, નીલય, જહાનવીના માતા, ગં.સ્વ. દમયંતી હિંમતલાલ જોશી, ગં.સ્વ. પુષ્પા વસંતલાલ જોશી, માલા જયંતીલાલ વાસુ, ક્રિષ્ના અરુણ જોષીના દેરાણી, હિના હરેન્દ્ર જોષીના જેઠાણી, પંકજ નરેશ વચ્છરાજાની, બીના અજીત પનિયાના ભાભી, દિવ્યા, પંકજ પુરોહિતના સાસુ, યોગેશ બોરાના બહેન, દેવાંશી બોરાના નણંદ, વિહાન, જયવીરના દાદી, દિત્યાના નાની તા. 4-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-8-2026 ગુરુવારે સાંજે 5થી 6 બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સત્સંગ હોલ, ભાનુશાલીનગર, ભુજ ખાતે.

ભુજ : રાયમા હાજિયાણી અમીનાબાઇ (બાયાબાઇ) (ઉ.વ. 76) તે રાયમા હાજી અલારખ્યા મામદના પત્ની, હનીફ, મુસ્તાકના માતા, રેહાન, સોબાનના દાદી, મ. મામદ, મ. હુશેન, ઇબ્રાહિમ (અભુ)ના બહેન, અબ્દુલ, ઇકબાલના સાસુ, મહમદ યાસીરના નાની તા. 4-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-8-2026ના ગુરુવારે સવારે 10થી 11 ગરીબ આબાદ મસ્જિદની બાજુમાં, જમાતખાના, ગાંધીનગરી, એરપોર્ટ રોડ, ભુજ ખાતે.

ભુજ : ખતીજાબેન મહંમદ અનવર મુનશી (ઉ.વ. 77) તે ફાતમાબેન અબ્દુલશકુરના પુત્રી, અખ્તર, શબનમના માતા, રિયાઝભાઇ (આદિપુર), સોનમબેનના સાસુ, આરીઝ, માયરાના દાદી, આયેશા, ઇરમ, અયાનના નાની તા. 3-8-2026ના અવસાન પામ્યા છે. ભાઇઓ-બહેનો માટે વાયેઝ-જિયારત તા. 5-8-2026ના સવારે 10થી 11 મેમણ જમાતખાના, ભુજ ખાતે.

ભુજ : રોસનબેન કાસમ થેબા (ઉ.વ. 43) તે કાસમ થેબાના પત્ની, હાજી હુશેન સરકીના પુત્રી, અબ્દુલ કરીમ સરકીના ભત્રીજી, થેબા હુશેન, થેબા અલીભાઇના ભાભી, સરફરાજ સરકી, અકરમ સરકીના બહેન, મ. હુશેન જુણેજા, સલીમ જુણેજાના ભાણેજી તા. 3-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-8-2026ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાન મુસ્તફાનગર, સંજોગનગર, ભુજ ખાતે.

ગાંધીધામ/ભુજ : ગોદાવરીબેન મેર (ઉ.વ. 94) તે સ્વ. લક્ષ્મણભાઈ તેજમાલભાઈ મેરના પત્ની, મનમોહનભાઇ, ભાનુબેન, દિનેશભાઇ, દેવેન્દ્રભાઈ, અશોક મેરના માતા, ચમનભાઇ ચૌહાણ, કોકિલાબેન, ઝવેરબેન, રેખાબેનના સાસુ, શીતલ વિક્રમાસિંગના નાનીવિશાલ, ચિરાગ, રાહી, સિમ્પલ મનોજ ગોહિલ, ખુશ્બૂ અમિત ગોહિલ, મૈત્રી સાવન છાયાણીના દાદી, ગીતા, દીપા, પરિતાના દાદીસાસુ, જેનીલ, વીદિત, માયરા, વાણીના પરદાદી તા. 2-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-8-2026ના બુધવારે સાંજે 5થી 5-30 વિશ્વકર્મા કોમ્યુનિટી હોલ (ગુર્જર સુથારવાડી) સુભાષનગર ગુરુદ્વારા પાસે, ગાંધીધામ ખાતે તથા તા. 6-8-2026ના ગુરુવારે સાંજે 5થી 6 રાજપૂત સમાજવાડી, નવી રાવલવાડી રિલોકેશન સાઇટ, ભુજ ખાતે.

અંજાર : કનૈયાલાલ (શંભુભાઈ) અબોટી (રાજ સેન્ડવિચ-ગાંધીધામ) (ઉ.વ. 77) તે સ્વ. પ્રભાબેન ચંપકલાલ શિવજી અબોટી (જોષી)ના પુત્ર, સ્વ. બેનાબેન કલ્યાણજી અબોટી (જખૌ)ના જમાઈ, નંદીશભાઈ, શિવમભાઈ, દીપમાલા પરેશભાઈ ત્રિપાઠી (મુંબઈ)ના પિતા, પવિત્રાબેન, રોશનીબેન, પરેશભાઈના સસરા, જયસિદ્ધ, નીલ, તીર્થ, માહીના દાદા, સ્વ. કાવ્ય, કશિશના નાના, ધૈર્યના પરદાદા, હસમુખલાલ (અબોટી ટ્રાવેલ્સ), શાંતિલાલ (ધૂની એસ્ટેટ), પ્યારેલાલ (પલુભાઈ), સ્વ. જયંતીલાલ, ગં.સ્વ. લતાબેન જેઠાલાલ ઠાકર (વિંઝાણ), નયનાબેન ઇશ્વરલાલ ભટ્ટ (ઉખેડા હાલે અંજાર)ના મોટા ભાઈ તા. 4-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 6-8-2026ના સાંજે 4થી 5 ભાટિયા મહાજનવાડી, ટાઉનહોલ સામે, અંજાર ખાતે.

અંજાર : ખત્રી મોહંમદ હુશેન સિદ્દિક (મોરબીવાળા) (ઉ.વ. 63) તે શાહિદ (રોલ પ્રેસવાળા)ના પિતા તા. 3-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-8-2026ના બુધવારે સવારે 11થી 12 ખત્રી જમાતખાના, વૈકુંઠધામ, યાદવનગર પાસે, નવા અંજાર ખાતે.

માંડવી : મૂળ ભુજના કચ્છી બ્રહ્મક્ષત્રિય મોહનલાલ મચ્છર (નિવૃત્ત એસ.ટી. કંડક્ટર ) (ઉ.વ. 82) તે સ્વ. પુરષોત્તમ જાદવજી મચ્છરના પુત્ર, નિર્મલાબેનના પતિ, સ્વ. નારાણજી ગોપાલજી લિયા (લાયજાવાળા)ના જમાઈ, સ્વ. પોપટલાલ, સ્વ. ચત્રભુજ, કાંતિલાલ, દમયંતીબેનના ભાઈ, સ્વ. પુષ્પાબેનના દિયર, રમીલાબેનના જેઠ, વીણા, ગૌતમ, સુષ્મા, જયંતના પિતા, નેહલ, રુચિકા, ઉદયભાઈ અને ચાર્લ્સકુમારના સસરા, સુરભિ, નીતીશ અને હર્ષિના નાના, ધ્યાનાના દાદા તા. 3-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-8-2026ના બુધવારે સાંજે 4.30થી 5 માણેક હોલ, રંગચુલી, માંડવી ખાતે.

નખત્રાણા : વાઘેલા વેલબાઇ ઉમર (ઉ.વ. 85) તે સ્વ. બાબુલાલ ભાણજીના પત્ની, સ્વ. જયંતીભાઈ (ગઢશીશા), કાંતિભાઇ, પ્રેમિલાબેન મૂળજી ગોહિલ (ઉખેડા), દમયંતીબેન વિનોદ ચાવડાના માતા, સ્વ. પૂંજાભાઇ હરજીભાઇ જાદવ, સ્વ. વિશ્રામભાઇ હરજીભાઇ જાદવ (રવાપર)ના બહેન, રમેશ, દીપક, સ્વ. સુરેશ, ઇન્દ્રજિત, સૂરજ, હસ્તિન, સોનીબેન, મનસુખ ચાવડા (લુડવા)ના દાદી તા. 3-8-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 6-8-2026ના રાત્રે સત્સંગ તથા તા. 7-8-2026ના સવારે 10.30 વાગ્યે પાણીયારો નિવાસસ્થાને આંબેડકર કોલોની ખાતે.

માધાપર (તા. ભુજ) : મેવાડા સુથાર ચૌહાણ હીરજીભાઇ (ઉ.વ. 65) તે સ્વ. ભચીબાઇ તથા સ્વ. જીવા નાથા સુથારના પુત્ર, સોનીબેનના પતિ, દામજીભાઇ, લાલજીભાઇ, લક્ષ્મણભાઇ, શાન્તાબેન (સુમરાસર)ના મોટા ભાઇ, પ્રકાશ, ભાવેશ, વનિતા (ચપરેડી), રસીલા (મિરજાપર)ના પિતા, સ્વ. સામજી રતા (કનૈયાબે), હીરજી રતા (નાગોર), રૂપા રતા (માધાપર)ના બનેવી, પરબત કરસન (સુમરાસર)ના સાળા, તનસુખ હીરજી (ચપરેડી), વિનોદ નારણ (મિરજાપર), રંજનબેન, દિવ્યાબેનના સસરા, ધ્રુતિ, રૂત્વીના દાદા, સ્વ. સામજી રામજી, સ્વ. હરજી રામજી, સ્વ. લાલજી રામજી, માવજી રામજી, પરબત રામજી, સ્વ. શિવજી વેલજીના કાકાઇ ભાઇ, વૈદિક, જિયા, વેદાંત, હેમાન્સીના નાના તા. 4-8-2026ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા નિવાસસ્થાન ગંગેશ્વર રોડ, નવાવાસ, માધાપર ખાતે.

જદુરા (તા. ભુજ) : થેબા ફિઝાબાનુ હાજી સાલેમોહમદ (ઉ.વ. 22) તે મ. હાજી રહેમતુલ્લાહ ફકીર મોહમદ, મ. રમઝાન ફકીર મોહમદના ભત્રીજી, રફીક રહેમતુલ્લાહના કાકાઈ બહેન તા. 4-8-2026ના અવસાન પામ્યા છે. જિયારત તા. 6-8-2026ના ગુરુવારે સવારે 9.30 વાગ્યે નિવાસસ્થાને જદુરા ખાતે.

ભારાસર (તા. ભુજ) : નોતિયાર સુલેમાન ફકીરમામદ (ઉ.વ. 58) તે મ. મુબારક, રમજાન, ઇબ્રાહિમના ભાઇ, સાલેમામદના બનેવી તા. 3-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 5-8-2026ના બુધવારે સવારે 10થી 11 જામા મસ્જિદ, ભારાસર ખાતે.

મોટા સલાયા (તા. માંડવી) : જમીલાબાઈ અબ્બાસ કુંગડા (ઉ.વ. 75)  તે અબ્બાસ ઈબ્રાહિમ કુંગડાના પત્ની, નિસાર, અસ્લમ, અઝીમ, રેશ્માના માતા, હમઝા ભટ્ટી, કાદર ભટ્ટીના બહેન, શબ્બીર દુરાનીના સાસુ તા. 4-8-2026ના અવસાન પામ્યાં છે. વાયેઝ-જિયારત તા. 6-8-2026ના ગુરુવારે સવારે 11થી 12 ફારુકિયા મસ્જિદ ખાતે.

બાડા (તા. માંડવી) : શઠિયા મેમુનાબાઇ ઇસ્માઇલ (ઉ.વ. 77) તે સુલતાનના માતા, સિકંદરના દાદી, રહીમ અબ્દુલના નાની તા. 3-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 6-8- 2026ના ગુરુવારે સવારે 11થી 12 મુસ્લિમ જમાતખાના, બાડા ખાતે.

રાજકોટ : ગણપતભાઈ વાઘજીભાઈ કાપડિયા (ઉ.વ. 68) તા. 3-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 6-8-2026ના ગુરુવારે સાંજે 4.30થી 6 વરિયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી, બેડી નાકા ટાવર પાસે, રાજકોટ ખાતે.

અમદાવાદ : માણેકમતી સિંહ તે સિંગ સાહેબના પત્નીદિનેશ સિંહ, સ્વ. રાજેશ સિંહ, સ્વ. સુરેશ સિંહ, સ્વ. કમલ સિંહ, શોભા સિંહ, અલકા સિંહના માતા તા. 2-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું તા. 6-8-2026ના સાંજે 4 વાગ્યે તેમના પુત્ર દિનેશાસિંહના નિવાસસ્થાને સફલ પરિસર-1, સાઉથ બોપલ, અમદાવાદ ખાતે.

મુંબઈ : સારસ્વત બ્રાહ્મણ પ્રદીપ (ઉ.વ. 64) તે સ્વ. હંસરાજ ગાંગજી બોડા અને ગં.સ્વ. હેમલતાબેનના પુત્ર, નીલુબેન ગિરીશભાઈ મોકાશીના ભાઈ, સ્વ. ગોદાવરીબેન ગાંગજી બોડાના પૌત્ર, સ્વ. હંસરાજ ખટાઉ ચઠમંધરા (જડોદર કોટડા)ના દોહિત્ર, સ્વ. જવાહરલાલ, સ્વ. ભગવાનજી (અંજાર), સ્વ. તારાબેન શંકરલાલ શિવ, સ્વ. લીલાવંતીબેન ખીમજી ધરાદેવ, સ્વ. મંજુલાબેન ગૌરીશંકર, ગં.સ્વ. રમાબેનના ભત્રીજા, પરેશ મારાજ (ટ્રસ્ટી સારસ્વત જ્ઞાતિ અંજાર), મનીષના મોટા ભાઈ, નૂતનબેન, દક્ષાબેનના જેઠ, પ્રણવી, ક્રિષ્ના, પ્રગતિ, તુલસી, નૈમિષના મોટાબાપા, સ્વ. મોરારજી, સ્વ. જેષ્ટારામ, સ્વ. કાશીબેન લક્ષ્મીનારાયણ ગાવડિયા (નલિયા), સ્વ. મણિબેન મયાશંકર ખીયરા (ધુફી), સ્વ. મણિબેન મુલશંકર ગાવડિયાના ભાણેજ તા. 3-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 5-8-2026ના બુધવારે સાંજે 5થી 7 સારસ્વત વાડી, ઝવેર રોડ, મુલુંડ ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

Panchang

dd