ભુજ, તા. 11: ગાંધીધામના ત્રીજા અધિકચીફ
જ્યુ. મેજિ. કોર્ટના સજા વોરંટનો નાસતો-ફરતો આરોપી હબીબભાઈ કાસમભાઈ જીલાની (રહે. કાર્ગો
ટ્રાન્સપોર્ટ સર્વિસના પ્રોપરાઈટર, ઓફિસ નં. 4, ફ્રુટ માર્કેટની
સામે કોડાયપુલ, તા. માંડવી)ને પશ્ચિમ કચ્છની
એલસીબીએ પકડીને કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં એ.એસ.આઈ. દેવજીભાઈ મહેશ્વરી,
સુરજભાઈ વેગડા, હે.કો. મુળરાજભાઈ ગઢવી,
લીલાભાઈ દેસાઈ તથા રાજેશભાઈ ગઢવી જોડાયા હતા.