કોલકતા, તા. 11 : દિલ્હી
કેપિટલ્સ ટીમ તરફથી આઇપીએલમાં રમતા અને બંગાળના યુવા ક્રિકેટર અભિષેક પોરેલની કથિત
દુષ્કર્મના મામલે પોલીસે ધરપકડ કરી છે. એક મેડિકલ વિદ્યાર્થિનીએ અભિષેક પોરેલ પર ધમકી
આપી બળાત્કાર ગુજાર્યાનો અને મારપીટનો આરોપ મુક્યો છે. યુવતીએ અંગત પળોના વીડિયો ઉતાર
ધમકી આપ્યાની પણ ક્રિકેટર અભિષેક પર ફરિયાદ કરી છે. હુગલી પોલીસ કમિશનર કુંવલ ભૂષણસિંહે
જણાવ્યું કે સોમવારે અભિષેક પોરેલની ધરપકડ કરવામાં આવી છે. યુવતીની ફરિયાદ પરથી કોલકતા
હાઇકોર્ટ ક્રિકેટર અભિષેક પોરેલની ધરપકડનો પોલીસને આદેશ આપ્યો હતો. આ પછી પોલીસે કડક
કાર્યવાહી કરી છે.