• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

30 ટેસ્ટ અને 30 અલગ- અલગ સ્થળ યશસ્વી બનાવશે અનોખો વિક્રમ

નવી દિલ્હી, તા. 11 : ભારતનો યુવા પ્રતિભાશાળી ડાબોડી પ્રારંભિક બેટધર યશસ્વી જયસ્વાલ શ્રીલંકા વિરુદ્ધના પ્રથમ ટેસ્ટમાં ગોલ મેદાન પર ઉતરી એક વિશેષ સિદ્ધિ હાંસલ કરશે. યશસ્વી જયસ્વાલની કારકિર્દીનો આ 30મો ટેસ્ટ મેચ હશે. ખાસ વાત છે કે તે જે 29 ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે. તે તમામ જુદાં- જુદાં સ્થળે રમ્યો છે. એટલે કે તે એક સ્થળ પર હજુ સુધી બે ટેસ્ટ મેચ રમ્યો નથી. તેની 30મી ટેસ્ટ મેચ શ્રીલંકાના ગોલ મેદાન પર રમાવાનો છે. જ્યાં તે પ્રથમવાર ટેસ્ટ મેચ રમશે. યશસ્વી જયસ્વાલ 29 ટેસ્ટ મેચની 54 ઇનિંગ્સમાં 48.75ની સરેરાશથી કુલ 2535 રન બનાવી ચૂક્યો છે. આ દરમિયાન 7 સદી અને 13 અર્ધસદી કરી છે. તેનાં નામે બે બેવડી સદી પણ છે. તે ટેસ્ટ કેરિયરમાં 317 ચોગ્ગા અને 45 છગ્ગા ફટકારી ચૂક્યો છે.

Panchang

dd