• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની છાત્રાઓ વોલીબોલમાં 14-17-19 ત્રણેય મોરચે જીતી

ભુજ, તા. 11 : રમતગમત ભુજ વિભાગ દ્વારા જિલ્લાકક્ષાની વોલીબોલ  સ્પર્ધાનું આયોજન ભુજ ખાતે કરાયું હતું, જેમાં અંડર 14 - 17 - 19 એમ ત્રણેય વિભાગમાં સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની દીકરીઓએ સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબરે (ગોલ્ડ મેડલ) પ્રાપ્ત કર્યો હતો, જે હવે રાજ્યક્ષાએ કચ્છ જિલ્લાનું પ્રતિનિધત્વ કરશે. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી, સમસ્ત સંત મંડળ, સાંખ્યયોગી મહંત સામબાઈ ફઈ સહ સમસ્ત સાંખ્યયોગી બહેનો સાથે મંદિરનું ટ્રસ્ટી મંડળ, સંસ્થા પ્રમુખ રામજીભાઈ વેકરિયા, મંત્રી પ્રવીણભાઈ પિંડોરિયા, સંચાલક મંડળ, સંસ્થાના આચાર્યા દક્ષાબેન પિંડોરિયા, કોચ રશ્મિતાબેને ખેલાડીઓને બિરદાવી હતી.

Panchang

dd