ભુજ, તા. 11: ગાંધીધામમાં 29 વર્ષીય યુવાન પ્રદીપ કૈલાશ
પ્રજાપતિએ ગળે ફાંસો ખાઈ પોતાનો જીવ દીધો હતો. જ્યારે અબડાસા તાલુકાના વાયોરમાં 48 વર્ષીય મહિલા ગીતાબાઈ રાજપટોર
તીલાલા પોતાના ઘરે બાથરૂમમાં પડી જતાં ગંભીર ઈજાના પગલે મૃત્યુ પામી હતી. ગાંધીધામના
ગુરુકુળ વિસ્તારમાં રહેતા પ્રદીપ પ્રજાપતિએ કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે સવાર પહેલા કોઈ
પણ સમયે પોતાના ઘરની બાલ્કનીની છતના ભાગે ઝુલો બાંધવાના હુંકમાં પ્લાસ્ટીકની દોરી બાંધી
ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની વિગતો પ્રદીપના પિતા કૈલાશભાઈએ ગાંધીધામ
એ-ડિવિઝન પોલીસમાં જાહેર કરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે.
વાયોરના અલ્ટ્રાટેક ટાઉનશીપમાં રહેતી મહિલા ગીતાબાઈ તા. 11/8ના રાતે ત્રણેક વાગ્યે પોતાના
ઘરે બાથરૂમમાં પડી જતાં તેને ગંભીર ઈજા પહોંચી હતી. આથી તેને સારવાર અર્થે ભુજની ખાનગી
હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પરંતુ સારવાર કારગત નીવડી નહતી અને તેનું મૃત્યુ થયું હતું.
પોસ્ટમોર્ટમ અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલ લઈ અવાતા ફરજ પરના તબીબે મૃત ઘોષિત
કરી પી.એમ.ની કાર્યવાહી કરી હતી. આ બનાવ અંગે વાયોર પોલીસ મથકે વિગતો જાહેર થતા પોલીસે
અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તજવીજ આદરી હતી.