• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

શેખ ટીમ્બામાં એક મકાન અડધુ તોડાયું ત્યાં કામ ચલાઉ મનાઈ હુકમ આવ્યો

અંજાર, તા. 11 :  પોલીસ અને નગરપાલિકા દ્વારા આજે શેખ ટીમ્બા વિસ્તારમાં અસામાજિક તત્વોના દબાણ તોડી પાડવામાં આવ્યા હતા તે દરમ્યાન એક કેસમાં મહિલા દ્વારા કોર્ટમાં દાદ માંગતા સ્ટે આપવામાં આવ્યો હતો. આ કેસની વિગતો મુજબ મહમદ ઉર્ફે પોપટ અબ્દુલ સતાર કકલનું મકાન તોડવાની નોટીસ સુધરાઈ દ્વારા આપવામાં આવી હતી. આ સામે સરીફાબેન અબ્દુલસતારે અંજાર પ્રીન્સીપલ સીનીયર સિવિલ જજ ની કોર્ટમાં મનાઈ હુકમ મેળવવા દાવો દાખલ કરાયો હતો. અર્જન્ટ નેચર ગણી આજે સુનાવણી હાથ ધરાઈ હતી. માત્ર ફોજદારી ગુનો નોંધાયો  હોવાથી માદી વિરૂધ્ઘ કાર્યવાહી કરાતી હોવાનું જણાય છે. કોર્ટે નોંધ્યું હતું કે કાયદાનો એ પ્રસ્થાપીત સિધ્ધાંત છે કે કોઈ વ્યક્તિ વિરૂધ્ધ ગુનો નોંધાય ત્યારે તે ગુનો નિ:શંક પણે પુરવાર ન થાય ત્યાં સુધી તે વ્યક્તિ નિર્દોષ હોવાનું અનુમાન કરવાનું રહે છે. વાદીના પુત્ર વિરૂધ્ધ નોંધાયેલા ગુના સબબ વાદીનું એકલાનું મકાન તોડી પાડવાની કાર્યવાહી ઉચીત જણાતી નથી. જયાં સુધી પ્રતિવાદીઓ હાજર ન થાય ત્યાં સુધી મકાન તોડવા માટે કામચલાઉ મનાઈ હુકમ આપવામાં આવ્યો હતો. આ કેસમાં વાદી તરફે ગુલામશા શેખ, રાહુલ રાઠોડ, યાકુબ શેખ, મમતા ગેડીયા, ઈમરાન રાજા સાવનગીરી ર્ગોસ્વામી, નરેન્દ્રસિંહ જાડેજા, અમીન રાયમા હાજર રહ્યા હતાં.

Panchang

dd