• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

અવસાન નોંધ

ભુજ : વડનગરા નાગર ભદ્રબાળાબેન (ઉ.વ. 89) તે સ્વ. જિતેન્દ્રરાય ભાઇલાલ અંતાણીના પત્ની, સ્વ. નંદશંકર અમૃતલાલ ધોળકિયાના પુત્રી, મનોજ, ભરત (નિવૃત્ત જિલ્લા પંચાયત), વીનેશ (નિવૃત્ત ભુજ નગરપાલિકા)ના માતા, ઇલા વીનેશ અંતાણીના સાસુ, સ્વ. સૂર્યકાંતભાઈ, લક્ષ્મીકાંતભાઇ, સ્વ. મહેન્દ્રબાળા નવીનચંદ્ર રાણાના બહેન, વિશ્વા કિશન રાઠોડ (એડવોકેટ)ના દાદી, કિશન શૈલેશભાઈ રાઠોડના દાદીસાસુ, આરવ કિશન રાઠોડના પરનાની તા. 6-8-2026ના અવસાન પામ્યા છે. (લૌકિક વ્યવહાર બંધ છે.) સંપર્ક : વીનેશ : 82389 99755, વિશ્વા : 92271 89898.

ભુજ : સવિતાબેન (સાવિત્રીબેન) વિરજીભા પરમાર (ઉ.વ. 71) (હાલે મુંદરા) તે સ્વ. વિરજીભા નથુભા પરમાર (બટુકભાઇ ગુબીતવાળા)ના પત્ની, ધર્મેશના માતા, સ્વ. રતનબેન, સ્વ. પ્રાગજીભાઇ ડુડિયાના પુત્રી તા. 4-8-2026ના અવસાન પામ્યા છે. બેસણું (માવતર પક્ષનું) તા. 7-8-2026ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 રાજપૂત સમાજવાડી, ભુજ ખાતે.

ભુજ : પ્રતાપ સંજોટ (ઉ.વ. 63) તે સ્વ. જેઠીબેન થાવર સંજોટના પુત્ર, બબીબેનના પતિ, સ્વ. હરેશ, સ્વ. સામજી, સ્વ. વાલજી બુદ્ધા સંજોટના ભાઇ, શંકર, રાજેશ, મીનાબેન કાન્તિભાઇ મંગરિયા (આદિપુર)ના પિતા, સ્વ. લક્ષ્મણ, મનોજ, મંગળા જગદીશ લોંચા (અંજાર), દમયંતી દિનેશ વારસુર (આદિપુર), સ્વ. ખેતશી, સુરેશ, દિવ્યાના મોટાબાપુ, સુરેશ, ભરત, રમેશ, કિશન, નવીન, કવિતા, રમીલા નરેશ બડગા (આદિપુર), લીલા પ્રજ્ઞેશ લોંચા (આદિપુર)ના કાકા, સુમિત, કાર્તિક, મોનિક, ધૈર્ય, ધ્રુવીના દાદા, પરિધી, પ્રગતિ, પ્રિયાંશી, કાનો, હિમાંશના નાના, ગં.સ્વ. જીવાબેન વાલજી, ગં.સ્વ. વાલુબેન સંજોટ (પુનડી)ના દિયર, ગં.સ્વ. લાછુબેન હરેશ, ગં.સ્વ. લક્ષ્મીબેન શામજીના જેઠ, સ્વ. બુદ્ધા વિશ્રામ નંજાર (ધુણઇ)ના જમાઇ, ભીમજી બુદ્ધા નંજાર (ભુજોડી), કાનજી બુદ્ધા નંજાર (માધાપર)ના બનેવી તા. 5-8-2026ના અવસાન પામ્યા છે. આગરી (દિયાડો) તા. 8-8-2026ના શનિવારે રાત્રે અને ઘડાઢોળ (પાણી) તા. 9-8-2026ના રવિવારે સવારે નિવાસસ્થાન ભીડ નાકા બહાર, સુરલભિટ્ટ રોડ, સલાટ સમાજવાડી પાસે, ભુજ ખાતે.

ભુજ : કેવર રમજુ હાસમ (ઉ.વ. 65) તે કેવર ગફુર, મામદના મોટા ભાઇ, રજાક, સિકંદર, અસલમ, ઇમરાનના પિતા, આદમ અને ઉમર (દરશડી)ના સાળા તા. 6-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-8-2026ના શનિવારે સવારે 10થી 11 ગરીબ આબાદ મસ્જિદ જમાતખાના પાસે, ગાંધીનગરી, ભુજ ખાતે.

ભુજ : ભચીબાઇ મામદ વીરા (ઉ.વ. 60) તે મામદ જુમા વીરાના પત્ની, રિઝવાનના માતા, ઇરફાન, રિયાઝ, મોસીમના મોટીમા, ગગડા હારુન (અબ્દુલ) અધાભા, ગગડા રમજુ, ગગડા જુસબ, ગગડા કાસમના બહેન તા. 6-8-2026ના અવસાન પામ્યા છે. તાજિયાત તા. 6, 7, અને 8-8-2026 ગુરુવાર, શુક્રવાર તથા શનિવારે નિવાસસ્થાને કુંભાર ફળિયા, ભીડ નાકા બહાર, ભુજ ખાતે.

ગાંધીધામ : ગં.સ્વ. પ્રેમાબેન પલણ (ઉ.વ. 94) તે સ્વ. દામજી ખીમજી માવજીના પત્ની, સ્વ. દેવશીભાઇ, સ્વ. શિવજીભાઇ, સ્વ. કરમશીભાઇ, સ્વ. વીરજીભાઇ, સ્વ. વિશ્રામભાઇના ભાઇના પત્ની, સ્વ. ઝવેરબેન રણછોડદાસ હીરજી દૈયા (અંજાર)ના પુત્રી, વિજય (મે. પપુ પેટ્રોલિયમ), જગદીશ, અજિત (મે. પપુ મેડિકલ હોલ), હર્ષાબેન દિનેશભાઇ ગણાત્રા (ભુજ)ના માતા, નીતાબેન, રક્ષાબેન, ગીતાબેનના સાસુ, સ્વ. ત્રિવેણીબેન, સ્વ. મંજુલાબેન, સ્વ. સીતાબેન, અમૃતલાલ, દિલીપભાઇના બહેન, કાર્તિક, દીપા (ઓસ્ટ્રેલિયા), મનન, હેતલ, કુશના દાદી, મોનિક, દર્શન, કૃતિ, દર્શિની, વિધિના દાદીસાસુ, જય, આરતીના નાની, વર્ણિકા, વિવેકના નાનીસાસુ, માયશાના પરદાદી, નીરજા, પર્વ, પ્રિષા, દ્વિષા, હીરવા, શિવાંશના પરનાની તા. 5-8-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 7-8-2026ના શુક્રવારે સાંજે 4.30થી 5.30 ઝૂલેલાલ મંદિર, શિવ હોટેલની પાછળ, ગાંધીધામ ખાતે.

ગાંધીધામ : મૂળ ભુજના ગં.સ્વ. ઈન્દિરાબેન સોલંકી (રાજપૂત) (ઉ.વ. 92) તે સ્વ. ભગવાનજી શામજીભાઈ સોલંકીના પત્ની, સ્વ. જસુભાઇ પરમારના પુત્રી, અજિતભાઈ (નિવૃત્ત એસ.પી. ઓફિસ-ભુજ), સ્વ. સતીશભાઈ, રાજેશભાઈ (રાજેશ ઓટોગેરેજ), ભારતીબેનના માતા, સરલાબેન (નિવૃત્ત સર્વોદય પ્રાથમિક શાળા-ગાંધીધામ), વિપુલાબેન (ભાનુશાળી નગર પ્રાથમિક શાળા-ભુજ), દક્ષાબેન (નાયબ અધીક્ષક પી.જી.વી.સી.એલ. ગાંધીધામ ડિવિઝન), રાજેન્દ્રભાઈ પરમારના સાસુ, શીલાબેન, નિર્મળાબેનના જેઠાણી, સ્વ. મૂલજીભાઇ, જગદીશભાઈ, સ્વ. ચતુરબેન, કુસુમબેન, સરસ્વતીબેનના ભાભી, વૈભવ, કેવલ, દિવ્ય, ભક્તિ  જીનય મહેતા, ધ્વનિ હર્ષ પરમાર, હેન્સીના દાદી, સ્મિતા, કોમલના દાદીસાસુ, ધ્રીશાના પરદાદી તા. 5-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-8-2026ના શુક્રવારે સાંજે 5થી 6 ભવનાથ મહાદેવ મંદિર, સથવારા કોલોની, સેક્ટર નં. 5, ગાંધીધામ ખાતે.

અંજાર : મોડ નરેશભાઈ (ઉ.વ. 56) તે લક્ષ્મીબેન કાનજી મોડના પુત્ર, કરસનજી મોડના પૌત્ર, પાર્વતીબેન હીરજી રાઠોડના દોહિત્ર, સ્વ. કસ્તૂરબેન માવજીના ભત્રીજા, મુકેશભાઈ, મહેન્દ્રભાઈના નાના ભાઈ, મંજુલાબેન, અરુણાબેનના દિયર, પ્રકાશ, શક્તિ, શારદા, સુનિયાના કાકાઈ ભાઈ, મહાવીર, કરણ, રાજેશ્વરી, ખુશાલી, ભાવિકાના કાકા, દિપાલી, રાજન પરમાર, કેવલ પરમાર, મેહુલ પરમારના કાકાજી સસરા, દેવાંશીબાના કાકાઈ દાદા, નવ્યા, પ્રજ્વલ, પરી, ધૈર્યરાજના કાકાઈ નાના તા. 5-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-8-2026ના શનિવારે સાંજે 4થી 5 મહાવીર વિવિધલક્ષી હોલ, જૈન કોલોની, સાંઈબાબા મંદિર પાસે, અંજાર ખાતે.

માંડવી : ખારવા લક્ષ્મણ હરદાસભાઇ જેઠવા (ઉ.વ. 52) (જેઠવા બ્રધર્સવાળા) (સોની) તે ગં.સ્વ. વસુબેન હરદાસભાઇના પુત્ર, નરેન્દ્રભાઇ, ગોદાવરીબેન, મહાલક્ષ્મીબેનના ભાઇ તા. 6-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (ભાઇઓ-બહેનોની) તા. 7-8-2026ના શુક્રવારે સાંજે 4થી 5 રામેશ્વર વાડીમાં, ખારવા પાંચાડો, માંડવી ખાતે.

માંડવી : ઓધવાણી હાર્દિક (ઉ.વ. 38) તે ઓધવાણી પુષ્પાબેન દિનેશભાઇના પુત્ર, હેન્સીબેનના પતિ, સ્વ. નાંઢુબેન મોહનલાલના પૌત્ર, વિપુલના નાના ભાઇ, આરતીબેનના દિયર, દિત્યા અને નિયતિના પિતા, પ્રાર્થવીના કાકા, પ્રાણલાલભાઇ, લક્ષ્મીચંદભાઇ, કાન્તિલાલભાઇ, સ્વ. ભરતભાઇ, વિનોદભાઇ, જિતેશભાઇ, જિજ્ઞેશભાઇ, કમળાબેન, હેમલતાબેન, ઇલાબેનના ભત્રીજા, સ્વ. રાઠોડ વાલીબેન જેઠાલાલ (ભગતભાઇ)ના દોહિત્ર, રાજેશભાઇ, ચેતનભાઇ, રીટાબેનના ભાણેજ, વાસાણી ઇલાબેન નરોત્તમભાઇ (ભુજ)ના જમાઇ, માનસીબેન, ભાવિનભાઇના બનેવી તા. 5-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-8-2026ના શુક્રવારે સાંજે 5થી 6 રાજપૂત ક્ષત્રિય સમાજવાડી, આઝાદ ચોક, માંડવી ખાતે.

માનકૂવા (તા. ભુજ) : વેલબાઇ નારાણ હીરાણી (ઉ.વ. 87) તે નારાણ હીરા હીરાણીના પત્ની, દર્શન, પુષ્પાબેન, રમીલાબેન, નીતાબેન, સીતાબેનના માતા તા. 6-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-8-2026ના શનિવારે સવારે 7થી 8 ભાઇઓ માટે સ્વામિનારાયણ મંદિર ભાઇઓના મંદિરે, બહેનો માટે સ્વામિનારાયણ મંદિર બહેનોના મંદિરે, નવાવાસ-માનકૂવા ખાતે.

સુમરાસર-શેખ (તા. ભુજ) : મહેશ્વરી હીરબાઇ દેવજીભાઇ (ઉ.વ. 62) તે દેવજી આત્મારામના પત્ની, સ્વ. રાજબાઇ આત્મારામના પુત્રવધૂ, સ્વ. સેજબાઇ વાલજી સિંગરખિયા (ગોડપર)ના પુત્રી, ચેતનભાઇ, જશોદાબેન થાવર માતંગ (ઝુરા), રમીલાબેન નારાણભાઇ, પ્રભાબેન રવિભાઇ, જયાબેન ધનજીભાઇ, રસીલાબેન ભીમજી (ભારાપર)ના માતા, લક્ષ્મીબેનના સાસુ, હર્ષિતભાઇ, નીલભાઇના દાદી, ધરમશીંભાઇના પુત્રવધૂ, સ્વ. દામજીભાઇ, લક્ષ્મીબેન હીરજી માતંગ (ઝુરા)ના ભાભી, હીરજીભાઇ, રતનશીં (એસ.ટી.-ભુજ), દિનેશભાઇ, હરેશભાઇના કાકી, સ્વ. મેઘજીભાઇ, દેવજીભાઇ, પેથાભાઇ, ઉમાબેન, નેણબાઇ, ચાગબાઇ, ખીમઇબાઇ, વિબુભાઇના બહેન, નાગશીભાઇ, થાવરભાઇ, કાન્તાબેન (ઝુરા)ના મામી, હિનાબેન, વૃષિકાબેન, નીરવભાઇ, રવિનાબેન, દીપભાઇ, દક્ષાબેન, અશ્વિનભાઇ, કાવ્યભાઇ, રુદ્રભાઇ, મયૂરભાઇ, શિવાંશના નાની, ભીમજીભાઇ, હરેશભાઇ, ગોપાલભાઇ, નરેશભાઇ, રતનબેન, દક્ષાબેન, લાલજીભાઇ, નીતેશના ફઇ, રસીલાબેન, ધર્મિષ્ઠાબેન, ગીતાબેનના કાકીસાસુ, દેવલબેનના દેરાણી, ભાણબાઇના જેઠાણી તા. 6-8-2026ના અવસાન પામ્યા છે. ઉત્તરક્રિયા તા. 11-8-2026ના મંગળવારે રાત્રે આગરી અને તા. 12-8-2026ના બુધવારે સવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાન સુમરાસર (શેખ) ખાતે.

ઝીંકડી (તા. ભુજ) : મૂળ તલસાણાના મ.કા.ચા. મોઢ બ્રાહ્મણ ગં.સ્વ. મધુમતીબેન મહેશભાઈ ઉપાધ્યાય (ઉ.વ. 58) તે સ્વ. દેવકિશન મોરારજી પંડ્યાના પુત્રી, દીપકભાઈ તથા આરતીબેનના માતા, નિશાબેન ના સાસુ, ગં.સ્વ. રંજનબેન મહેન્દ્રભાઈ ઉપાધ્યાય (બોટાદ), ગં.સ્વ. શારદાબેન ગજેન્દ્રભાઈ, સ્વ. હંસાબેન અનિલભાઈના દેરાણી, તેજલબેન હિતેષભાઈ ભટ્ટ (માધાપર), જીવલભાઈ, જિજ્ઞેશ (બોટાદ), છાયાબેન દિવ્યેશભાઈ વ્યાસના કાકી, સુશીલાબેન બળવંતરાય ભટ્ટ (ભુજ)ના નાના બહેન, ગિરીશભાઈ, વિમલભાઈ (સુરેન્દ્રનગર)ના મામી તા. 6-8-2026ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-8-2026ના શનિવારે સાંજે 4થી 5 શંકર મંદિર, ઝીંક્ડી ખાતે.

ઝુરા કેમ્પ (તા. ભુજ) : સોઢા સરૂપાજી ખેંગારજી તે આશાજી રાયચંદજીના ભત્રીજા, સવાઇસિંહ, હમીરજીના મોટા ભાઇ, લક્ષ્મણસિંહ આશાજી, મંગલસિંહ, ઇન્દ્રસિંહના કાકાઇ ભાઇ, શંકરસિંહ, મોહબતસિંહ, રવિરાજસિંહના પિતા, વિક્રમસિંહ, વનરાજસિંહના મોટાબાપુ, સ્વ. ખેતાજી કારૂભા જાડેજા (વડવા હોથી)ના જમાઇ, જાડેજા દેવાજી ભચાજી (વંગ), જાડેજા હઠુભા જાલુભા, ભુરજી જાલુભા (મુધાન)ના સાળા તા. 4-8-2026ના અવસાન પામ્યા છે. આગરી તા. 14-8-2026ના રાત્રે અને ઘડાઢોળ તા. 15-8-2026ના સવારે નિવાસસ્થાન ઝુરા કેમ્પ ખાતે.

ગઢશીશા (તા. માંડવી ) :  મોહનભાઇ શિવજીભાઇ લધાભાઇ રંગાણી (ઉ.વ. 67) તે સ્વ. દેવકાબેનના પુત્ર, ભાવનાબેનના પતિરસીલાબેન (મદનપુરા), દીપકભાઈ (મુંબઈ), વિજયભાઈ (મુંદરા)ના પિતા, દિલીપભાઈ (મદનપુરા), કાજલબેન, કોમલબેનના સસરા, સ્વ. સવિતાબેન (મોરબી), લખમશીભાઈ, સ્વ. મનજીભાઇ, વેલાબેન (ગાંધીગ્રામ), પ્રેમજીભાઈ, બાબુભાઇ (બોટાદ), શાંતિભાઈ (આદિપુર), કસ્તૂરબેન (અમદાવાદ)ના ભાઈ, જાદવજીભાઈ, માધવજીભાઈના કાકાઈ ભાઈ, રાજેશભાઇ, હિતેષભાઇ, ચંદુભાઈ, જિતેન્દ્રભાઈ, સ્વ. હસમુખભાઈ, રમેશભાઈ, રસિકભાઈ, હિંમતભાઇ, પરેશભાઈ, અનિતાબેન (માંડવી), ચંચલબેન (નાસિક), પ્રભાબેન (મુંબઈ), ચંદ્રિકાબેન (વિભાપર)ના કાકા, રોહિતભાઈ, નયનભાઇ, ભૂમિબેન (ભુજ)ના મોટાબાપા, હિત, ક્રિશિવ, સાચી, રીવાના દાદા, નારણભાઇ વિશરામ લિંબાણી (દરશડી)ના જમાઈ, નરશીભાઈ નારણભાઇ લીંબાણી (મુંબઈ)ના બનેવી  તા. 5-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી તા. 7-8-2026ના સવારે 8થી 11 અને બપોરે 3થી 5 પાટીદાર સમાજવાડી, નવાવાસ, શેરી નં. 4, ગઢશીશા ખાતે.

રાયણ મોટી (તા. માંડવી) : હીરબાઇ દનિચા (ઉ.વ. 76) તે સ્વ. સામતભાઈ દનિચાના પત્ની, કાંતિલાલ, ખીમજીભાઈ, રવિલાલ, શાંતાબેનના માતા, સુનીતાબેન, ધનસુખ, સ્વ. કેતન, શીતલ, ધવલ, અંકિત, સંદીપ, અંકિતાના દાદી, ડાહીબેન, રમીલાબેન, ભાવનાબેનના સાસુ, ગીતાબેન (ધનસુખ), દિવ્યાબેન (સ્વ. કેતન)ના દાદીસાસુમેઘજીભાઈ ગાભાભાઇ ટોટિયા (દેશલપર)ના સાસુ, પદ્માબેન શિવજી ખાખલા (મેરાઉ)ના પુત્રી, હમીરભાઈ, દેવજીભાઈ, ધનજીભાઈ, આત્મારામ, રતનાસિંહ, દામજીભાઈના બહેન તા. 4-8-2026ના અવસાન પામ્યા છે.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : હાલે ઘાટકોપર (મુંબઇ) ભરતકુમાર (ઉ.વ. 64) તે ગં.સ્વ. પ્રભાવતીબેન તથા સ્વ. ઠા. મથરાદાસ લક્ષ્મીદાસ કોઠારીના પુત્ર, સ્વ. ઠા. લક્ષ્મીદાસ કલ્યાણજીના પૌત્ર, સ્વ. ઠા. લીલાધર હીરજી સોતા (ઝરુ)ના જમાઇ, દક્ષાબેનના પતિ, જ્યોતિબેન જોબનપુત્રા, દક્ષાબેન રૂપારેલ, સરોજબેન કારિયા (ભુજ), શીતલબેન ચંદન, રાજેશભાઇ (રાજ ઓટો-નખત્રાણા)ના ભાઇ, જાગૃતિબેના જેઠ, સ્વાતિબેન, સચિન, સ્વ. સુમિતના પિતા, હેતવી, વેદિકા, પરાગના મોટાબાપા તા. 5-8-2026ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-8-2026ના રવિવારે સાંજે 4થી 5 મૈયાબેન મનજી આઇયા દરિયાલાલ લોહાણા મહાજનવાડી, મોટી વિરાણી ખાતે.

વિગોડી (તા. નખત્રાણા) : ચાકી હાજિયાણી હાજરાબાઇ (ઉ.વ. 61) તે ચાકી હાજીમહમદ હાજીઅદ્રેમાનના પત્ની, ફરીદ, યાસીન, અરફાનાના માતા, મ. હાજીઅદ્રેમાનના પુત્રવધૂ, ચાકી હાજીજુસબ ઇબ્રાહિમ (ભુજ માજી મુતવલી), ચાકી આદમ, ચાકી હાજીખમીસા (વિંઝાણ), ચાકી હાજીજુસબ મુસા (ભુજ)ના ભત્રીજા વહુ, સુલેમાન, આધમ, આમદ, અબ્દુલકાદર (એસ.ટી. ડ્રાઈવર) (વિગોડી), રજાક, સલીમ (ભુજ)ના ભાભી, પરવેઝ (જીયા ગ્રાફિક્સ-રવાપર)ના સાસુ, ચાકી સલીમ ઇશા (કલ્યાણપર)ના બહેન, સફીક, સકિલના ફઇ, નિઝામ, સોયબ, આમિર હુશેન, અનિસ, અવેસ, હેઝલા, ફરહાન, મોહીબના મોટીમા, તાહીર, માહીર, ઝહીર, મુસ્કાનના દાદી, ઝિયા, ઝોયા, ઝુહેરના નાની તા. 6-8-2026ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-8-2026ના શનિવારે સવારે 10.30થી 11.30 મુસ્લિમ જમાતખાના, વિગોડી ખાતે.

દદામાપર (તા. અબડાસા) : વાલજીભાઈ પરબતભાઈ સીજુ (ઉ.વ. 75) તે વાછિયાભાઈ સીજુ, વાલબાઈ ગોપાલ ગોરડિયા (ગઢવાળા), દેવલબાઈ ગાંગજી લખનપાર (વરાડિયા), મીણાબાઈ સુજા (વરાડિયા)ના ભાઈ, સ્વ. જીવાબાઈ સીજુના પતિ, હીરજીભાઈ સીજુ, લક્ષ્મીબેન જેન્તીભાઈ ખંભુ (પુનરાજપર), કેસરબેન વિનોદભાઇ ખોખર (આદિપુર)ના પિતા, પ્રેમિલાબેન હીરજીના સસરા, નાનબઈ મૂરજી બળિયા (કોઠારા), રાણબાઈ ખીમજી ગોરડિયા (ગઢવાળા), ખેતાબાઈ રામજી બુચિયા (વરાડિયા), કાંતાબાઈ રામજી જેપાર (કોટડા-જ.), નેનબઈ વાલજી ગાડિયા (જાડવા), માનબાઈ વાલજી બળિયા (ફુલરા), રાજબાઇ નારણભાઈ બુચિયા (ભડલી)ના કાકા, અજિતભાઈ સીજુ, કિશોરભાઈ સીજુ, મિતેષભાઈ સીજુ, ભારતી રાજેશ ગંઢેર (ફુલરા), રાહુલ સીજુના દાદા, લક્ષ્મીબેન અજિત સીજુ, વનિતા કિશોર સીજુના દાદાસસરા, વછિયાભાઇ ખીમજીભાઇ લખનપાર (વરાડિયા), મનજી થાવર લખનપાર (વરાડિયા)ના બનેવી તા. 4-8-2026ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 14-8-2026ના શુક્રવારે સાંજે આગરી અને તા. 15-8-2026ના શનિવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાને દદામાપર ખાતે.

વરંડી મોટી (તા. અબડાસા) : ચૌહાણ ચંદ્રસિંહ (ઉ.વ. 63) તે સ્વ. હમીરજી મુરવાજીના પુત્ર, સ્વ. ચૌહાણ દિલુભા, પોપટસિંહના નાના ભાઇ, પ્રદ્યુમનસિંહ, જાડેજા મીનાબા કિરીટસિંહ (કાદિયા હાલે ભુજ), જાડેજા દક્ષાબા કિશોરસિંહ (ડુમરા હાલે ભારાસર)ના પિતા, પ્રભાતસિંહ, જગદીશસિંહ, ગજેન્દ્રસિંહ, જાડેજા રાજુબા દૈયવતસિંહ (સણોસરા હાલે મુંબઇ), વર્ષાબા હરેન્દ્રસિંહ (વમોટી મોટી), જાડેજા ધર્મિષ્ટાબા જયપાલસિંહ (બાબિયા)ના કાકા, તીર્થરાજસિંહ, જયરાજસિંહ, જયદીપસિંહ, યુવરાજસિંહ, હર્ષદીપસિંહ, રીટાબા, અંજલિબા, રિંકુબા, હર્ષીદાબા, ધૈર્યરાજસિંહના દાદા તા. 6-8-2026ના અવસાન પામ્યા છે. સાદડી ચૌહાણ દરબાર ડેલી, વરંડી ખાતે.

બિદડા (ખા.ફ.)ના કુસુમબેન ગંગર (ઉં. 80)  તે જવેરબેન જેવતના પુત્રવધુ. વલ્લભજીના પત્ની. બીના, વિપુલ, રાજુના માતા. નેણબાઈ મેઘજી જીવરાજના પુત્રી. મણીલાલ, ચંદ્રકાંત, વિનેશ, ખેતબાઈ શામજી, કેસરબેન નાનજી, હેમલતા વસનજી, વનિતા જયંતિલાલના બેન અવસાન પામ્યા છે. (ચક્ષુદાન કર્યું છે.)

નાની તુંબડીના પુષ્પાબેન પ્રેમજી શામજી દેઢિયાના પુત્રી અ.સૌ. નીતા હરીશ ભલ્લા (ઉં. 59)  તે હિરાસિંહ ભલ્લાના પત્ની. રશ્મીના મમ્મી. સ્વ. જયા, મીના, ભદ્રા, દિપક, વીણાના બહેન અવસાન પામ્યા છે.

કુંદરોડીના ગાવિંદજી છેડા (ઉં. 83)   તે ઉંમરબાઇ નેણશી દેરાજના પુત્ર. અમૃતબેનના પતિ. રીટા, પ્રફુલના પિતા. મુલબાઇ, હેમકુંવરબાઇ, કંચનબેનના ભાઇ. હીરબાઇ હીરજી સંગોઇના જમાઇ અવસાન પામ્યા છે.

લઠેડીના મણીલાલ ગડા (ઉં. 76)   તે ચંચલબેન નાગજીના પુત્ર. લીલાવંતીના પતિ. ભાવેશના પિતા. શાંતીલાલ, લક્ષ્મીચંદ, પ્રવીણ, વિજયાબેન, ઝવેરીબેન, લીલાવંતી, જયવંતીના ભાઇ. પુરબાઇ દેવશીના જમાઈ અવસાન પામ્યા છે.

(સૌ. : કવીઓ જૈન ખબરપત્રિકા)

Panchang

dd