• બુધવાર, 12 ઑગસ્ટ, 2026

પદમપુરના વેપારી અને તેના પત્નીના ખાતામાંથી રૂા. 9.24 લાખ સેરવાયા

ભુજ, તા. 11 : માંડવી તાલુકાના પદમપુરના વેપારી અને તેના પત્નીના બેન્ક ખાતામાં ઓનલાઇન રૂા. 9.24 લાખ ઉપડી જતા છેતરપિંડીની ફરિયાદ નોંધાવાઇ છે. આ અંગે આજે ભુજ બોર્ડર રેન્જના સાયબર પોલીસ મથકે, પદમપુર (તા. માંડવી)માં રહેતા ખેતીકામ અને ગઢશીશામાં ટ્રેકટર સ્પેરપાર્ટની દુકાન ચલાવતા હીરાલાલ હંસરાજ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત તા. 11-9-25ના તેમના બેન્ક ખાતામાંથી રૂા. પાંચ લાખ ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો અને બાદમાં તેમના પત્નીના બેન્ક ખાતામાંથી પણ રૂા. 4.24 લાખ ઉપડી ગયાનો મેસેજ આવતા ફરિયાદીએ તુરંત બેન્કના કસ્ટમર કેરમાં ફોન કરી બેન્ક ખાતા બ્લોક કરાવ્યા હતા. ફરિયાદીએ ફરિયાદમાં નોંધાવેલી વિગત મુજબ તેમણે પોતાના ફોન કોઇને આપ્યા ન હતા કે કોઇપણ પ્રકારનો ઓટીપી પણ આપ્યો ન હતો અને બેન્ક ખાતાની વિગતો પણ કોઇને આપી ન હતી  છતાં નાણા ઉપડી ગયા હતા. બેન્ક તરફથી તેમને જણાવ્યું કે, તમે એકસેસ આપ્યો હશે તે સિવાય નાણા ઉપડે નહીં. ફરિયાદીએ કોઇ એકસેસ આપ્યો હોય તેની તેનહે ખબર નથી. આમ ફરિયાદી અને તેના પત્નીના ખાતામાંથી કોઇ અજાણ્યા ઇસમે રૂા. 9.24 લાખ ઉપાડી લઇ તેમની સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવી છે.

Panchang

dd