• શનિવાર, 25 જુલાઈ, 2026

નબળો ડિજિટલ પહેરો

આજકાલના સમયમાં કોઈ એકલ-દોકલ માનવીની બેંક બચત પર સાયબર લૂંટારુઓ ધાડ પાડી જાય ત્યારે ભોગ બનનારની હાલત ભારે કફોડી બની જતી હોય છે. આવામાં દેશના ચાવીરૂપ અણુ વીજ મથકની ગુપ્ત માહિતી જાહેર થવાના ચોંકાવનારા બનાવમાં સાયબર ગુનેગારો હોવાની ઘટનાએ ભારતીયોમાં ભારે ચિંતા જગાવી છે. એકલ-દોકલ બનાવોથી આગળ દેશની સલામતીની વિગતો પર પડેલી આ સાયબર ધાડે ફરી એક વખત ડિજિટલ સલામતીના મુદ્દાની ચર્ચા છેડી છે. તામિલનાડુના કુડનકુલમ ખાતે ભારતના સૌથી મોટા અણુ વીજ મથકના ગુપ્ત અને સંવેદનશીલ હજારો દસ્તાવેજ જાહેર થયા છે. વર્લ્ડ લીક્સનાં નામે કુખ્યાત સાયબર ગુનેગારોની એક ટોળકીએ દાવો કર્યો છે કે, તેણે આ અણુ મથકને સંબંધિત આઠ લાખ પ8 હજાર ફાઈલો ડાર્ક વેબ પર જાહેર કરી દીધી છે. આ બનાવે સ્વાભાવિક રીતે જ દેશની અણુ ઊર્જા સંબંધિત સાયબર સલામતીની નબળાઈને છતી  કરી દીધી છે.  રાષ્ટ્રીય સલામતી માટે ભારે ગંભીર એવા આ બનાવે ફરી એક વખત સાયબર સલામતીની સામે સવાલ ખડા કરી દીધા છે.  હવે ભારતીય સાયબર સલામતીનાં તંત્ર અને ભારતીય અણુ ઊર્જા નિગમે આ બનાવની તપાસ શરૂ કરી છેપણ આ સાયબર ચોરીએ લાલબત્તી ધરી છે કે, આવા ચાવીરૂપ વીજ મથકની ગુપ્ત માહિતી જાહેર થઈ જાય તો તેની સલામતી માટેની વ્યવસ્થા પણ અભેદ્ય ગણી શકાય નહીં.  આવા મથકોએ વાસ્તવિક અને સાયબર સલામતી બન્ને મજબૂત હોવી એ દેશના હિતમાં છે.   

Panchang

dd