• શનિવાર, 25 જુલાઈ, 2026

પેરા તરણમાં ભારતના બુડિગિના અને ઇમામ ફાઇનલમાં

ગ્લાસગો, તા. 24 : ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સના બીજા દિવસે ભારતીય તરણ ખેલાડી શ્રીહરી નટરાજન પ0 મીટર બેકસ્ટ્રોકન સેમિફાઇનલમાં પહોંચ્યો છે. નટરાજને 2પ.પ2 સેકન્ડના સમય સાથે સેમિમાં ક્વોલિફાય કર્યું હતું. સેમિફાઇનલ હિટમાં કુલ 14 સ્વિમરને જગ્યા મળી છે.  જ્યારે પેરા સ્વિમિંગમાં ભારતનો આર. વી. બુડિગિના અને ઇમામ અલી પુરુષોની 100 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં એસ13 વર્ગમાં ફાઇનલ માટે ક્વોલિફાય થયા છે. બુડિગિના તેની હિટમાં પ7.10 સેકન્ડ સાથે ત્રીજા સ્થાને રહ્યો હતો, જ્યારે ઇમામ અલી 1:0પ.32 સેકન્ડ સાથે આઠમા ક્રમે રહ્યો હતો. એસ13 કેટેગરી દૃષ્ટિબાધિત ખેલાડીઓ માટેની તરણસ્પર્ધા છે. બીજી તરફ ભારતને જૂડો સ્પર્ધામાં ફટકો પડયો છે. બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારી મહિલા ખેલાડી તુલિકા માન ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સની બહાર થઇ ગઇ છે. તેણીએ નાડાનો નિયમનું ઉલ્લંઘન કર્યું હતું. તેના પર આ કાર્યવાહી થઇ છે.  બીજી તરફ, લોન બોલ્સમાં શરૂઆતથી જ મુકાબલામાં વર્ચસ્વ જમાવીને જાળવી રાખનારા ભારતે દક્ષિણ આફ્રિકાને શુક્રવારે હાર આપી હતી અને કોમન વેલ્થ ગેમ્સમાં સળંગ બીજી જીત મેળવી હતી. લોન બોલ્સમાં ભારતની ટ્રપારાની ટિર્કી અને પિન્કી સિંહની જોડીએ શાનદાર પ્રદર્શન કરતાં આફ્રિકી જોડને 2-0 (6-4, 7-5)થી પરાજય આપ્યો હતો. 

Panchang

dd