ગ્લાસગો : કોમનવેલ્થ ગેમ્સ-2026નો ગુરુવારે રાત્રે સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં
ભવ્ય ઉદઘાટન સમારંભ યોજાયો હતો. જેમાં ખેલાડીઓની માર્ચ પાસ્ટમાં ભારતીય દળની આગેવાની
ઓલિમ્પિક ચંદ્રક વિજેતા બે મહિલા ખેલાડી મીરાબાઇ ચાનૂ અને લવલીના બોરગોહેન સંભાળી હતી.
બન્ને ભારતની ધ્વજવાહક બની હતી. બ્રિટનના રાજા ચાર્લ્સ તૃતિયે ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સને
સત્તાવાર રીતે ખુલ્લો મુક્યો હતો. કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં પહેલીવાર ઓપનિંગ સેરેમની
ઈન્ડોર સ્ટેડિયમમાં આયોજિત થઇ હતી. કાર્યક્રમમાં સ્કોટલેન્ડની સંસ્કૃતિ, સંગીત અને ઇતિહાસને રજૂ કરતી
પ્રસ્તુતિ થઇ હતી. સમારોહમાં 74 દેશના ખેલાડીઓનું ઉમળકાભેર સ્વાગત થયું હતું. આ અવસર પર ભારતીય પુરુષ ખેલાડીઓ
બ્લૂ રંગના બ્લેઝરમાં અમે મહિલા ખેલાડીઓ સાડીના પરિધાન સાથે શોભી ઉઠયા હતા.