• શનિવાર, 25 જુલાઈ, 2026

દયાપરમાં થયેલી વાયરચોરીનો ભેદ ઉકેલાયો

ભુજ, તા. 24 : લખપત તાલુકાના દયાપર પોલીસ મથક વિસ્તારમાં થયેલી બોરવેલના કોપર વાયરની ચોરીમાં સંડોવાયેલા આરોપીને દયાપર પોલીસે પકડી પાડી ચોરી અંગે નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલ્યો હતો. પોલીસે આપેલી વિતગો મુજબ, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં આરોપી રમેશ ઉર્ફે રણજીત રવાભાઈ મકવાણાને પોલીસે ઝડપી લીધો હતો. તેની પાસેથી 10 કિલો કોપર વાયર કિં. રૂા. 7,000નો મુદ્દામાલ કબજે લેવાયો હતો, જ્યારે અન્ય આરોપી અજીજ ઈબ્રાહીમ સિદ્દીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. 

Panchang

dd