• શનિવાર, 25 જુલાઈ, 2026

કચ્છમિત્ર કચ્છના લોકોના હીતનું કાર્ય કરવામાં અગ્રેસર

કમલેશ ઠક્કર દ્વારા : ભચાઉ, તા. 24 : કચ્છના લોકપ્રિય દૈનિક કચ્છ મિત્ર અખબારના 80માં જન્મ દિવસની  ભચાઉ ખાતે  મેઘરાજાની પધરામણી સાથે ઉજવણી કરાઈ હતી. સ્વામી વિવેકાનંદ  માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજીત કાર્યક્રમમાં  પાંચ દાયકાથી સેવા આપતા પત્રકારનું વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરાયું હતું તેમજ આ વેળાએ લાયબ્રેરીને અખબારના વિશેષ પ્રકાશનો  એનાયત કરી અનોખી ઉજવણી કરાઈ હતી. - પત્રકારનું સન્માન : અખબારના 80માં જન્મ દિવસની ઉજવણીના કાર્યક્રમ બાદ  ભચાઉમાં  પાંચ દાયકાથી. કચ્છમિત્રનું પ્રતિનિધિત્વ કરતા  બ્યુરોચીફ મનસુખભાઈ  ઠક્કરનું  રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના હસ્તે  વિશેષ બહુમાન કરાયું હતું. પ્રત્યુતર આપતા  તેમણે   આ સન્માન મારા માટે મહાન હોવાની લાગણી વ્યકત કરી હતી. ં ગોપાલક વિકાસ બોર્ડના પુર્વ ચેરેમન  અરજણભાઈ રબારીએ તેમના લંગોટીયા મિત્ર મનસુખભાઈનું  રબારી સમાજની પરંરાગત દેશી  ભરતગુંથણ વાળી  જાકીટ સાથ ઁ સન્માન કરતા   કર્યું હતું. તેમણે  જણાવ્યું હતું કે નાના સેન્ટરમાં પત્રકારત્વ કરવું કઠીન કામ  છે. મનસુખભાઈએ કરેલ સઘર્ષની તેમણે વાત કરી હતી. 1880ના દાયકામાં  તેઓ ખુદ કરચ્છમિત્ર માટે  કામ કરતા  હોવાનું કહી  અખબારના પુર્વ અધિકારીઓને યાદ કર્યા હતાં.  ભચાઉમાં  ફુંવારાનું વિધાનસભાના  તત્કાલીન અધ્યક્ષના હસ્તે ઉદઘાટન  કરાયા બાદ એક જ દિવસમાં બંધ થતા તે અંગેનો અહેવાલ કચ્છમિત્રમાં પ્રકાશીત થયો  હોવાનું જણાવ્યું હતું. - વરસાદની હાજરી સારી નિશાની  : કે.ડી.સી.સીના ડાયરેકટર અને  જિલ્લા ભાજપના પુર્વ મંત્રી વિકાશભાઈ રાજગોરે કહ્યું હતું કે 8 દાયકા વિતાવતુ કચ્છમિત્ર કચ્છના લોકોના હીતનું કાર્ય કરે છે. વરસાદી વાતાવરણ વચ્ચે અખબારના જન્મ દિવસની ઉજવણી સારી નિશાની હોવાની લાગણી વ્યકત કરી હતી.તેમણે ભાડાના ચેરમેન  તરીકેના કાર્યકાળ દરમ્યાન 40 લાખના ખર્ચે બંધાયેલી ઈમારતને  ભારતા પુર્વ વડાપ્રધાન અટલબીહારી વાજપાઈનું નામ જોડાયું હોવાનું જણાવી અટલ વડલા ખાતે  વાંચનાલયટી.વીઈન્ડોર રમતવાંચનાલયરમત ગમતના સાધનો, મહિલા પુરૂષો માટે યોગ કેન્દ્રસંગીતની તાલીમ સહીતના કાર્યો કરાતા હોવાની માહિતી આપી હતી. સંસ્થામાં દાન આપનારા  દાતાઓને પણ  કચ્છમિત્રના જન્મ દિને  બહુમાન કરાયું  તે આનંદની વાત હોવાની લાગણી વ્યકત કરી હતી.નગરપાલિકા,   શહેર ભાજપ, તાલુકા ભાજપભારત વિકાસ પરિષદ, ભચાઉ વેપારી મંડળલોહાણા મહાજન, લોહાણા યુવક મંડળસ્વામીનારાયણ મંદીરસહીતની સંસ્થાઓ દ્વારા કચ્છમિત્રના પત્રકારનું સન્માન કરાયું હતું. - કચ્છમિત્ર પ્રત્યે દરેકને વિશ્વસનીયતા  : કે.ડી..સી.સીના ડાયરેકટર અને જિલ્લા ભાજપના પુર્વ મહામંત્રી  નરેન્દ્રસિંહ  અજીત સિંહ જાડેજાએ  કહ્યું હતું કે સબંધીનોના જન્મ દિવસ ઉજવીએ  પરંતુ  અખબારનો જન્મ દિવસ સંસ્થા દ્વારા ઉજવવામાં આવે  તે અખબાર પ્રત્યેનો ભાવ  દર્શાવે છે . તેમણે ઉમેર્યું હતું કે કચ્છમિત્ર  ગરીબ, તવંગર,   નાના થી મોટા દરેકના હીત માટે કાર્ય કરે છે.  વાગડમાં પાંચ  દાયકાથી સેવા કરતા મનસુખભાઈ, કમલેશભાઈ, દિલીપભાઈનું પ્રજા સાથે તાલમેલ હોવાથી તેમને બીરદાવવા વિવિધ સંસ્થાના મોવડીઓ  હાજર  રહ્યા તે વિશ્વનિયતા દર્શાવે છે તેવું ઉમેર્યું હતું.  - મંચસ્થોના હસ્તે દિપ પ્રાગ્ટય : કાર્યક્રમમાં ઉપસ્થિત ભચાઉ માર્કાટિંગ યાર્ડના પ્રમુખ વાઘજીભાઈ જાડેજા, ભચાઉ નગરપાલિકાના ઉપપ્રમુખ ચંપાબેન પટેલ, જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી રૂપલબેન દેસાઈ, ભચાઉ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહેન્દ્રાસિંહ જાડેજા, દિલીપભાઈ પ્રજાપતિ, આઈ.જી જાડેજા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જનકાસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન વાઘજીભાઈ છાંગા, ભચાઉ શહેર ભાજપ પ્રમુખ વિશાલભાઈ કોટક, ભચાઉ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ભરતાસિંહ જાડેજા વગેરેની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટય  કરાયું હતું.  - અગ્રણીઓની ઉપસ્થિતિ  ભારત વિકાસ પરિષદના પ્રમુખ અને ધારાશાત્રી ધનસુખભાઈ જોગી, કથાકાર શાત્રી અવિનાશ જોષીભચાઉ વેપારી મંડળના પ્રમુખ અને માર્કેટ યાર્ડના ઉપપ્રમુખ હર્ષદભાઈ ઠક્કર, ભચાઉ લોહાણામહાજનના પ્રમુખ નરેન્દ્રભાઈ કોટક, રાજેશભાઈ કાથરાણી, મંત્રી બીપીનભાઈ ઠક્કર, તબીબ ધર્મેન્દ્રાસિંહ પરમાર, લોહાણા સમાજના અગ્રણી અંબાલાલ ઠક્કર, રામકુમાર પોપટ, અરિહંત કોમ્પ્લેક્સ વેપારી મંડળ ના પ્રમુખ ભરતાસિંહ જાડેજા, નગરસેવક રાજેન્દ્રાસિંહ જાડેજા, પીન્ટુદાન ગઢવી, ચંદ્રેશ પઢારીયા, નગરપાલિકાના મુખ્ય ઈજનેર એસ.ડી.ઝાલા, વાગડ વેલ્ફેર હોસ્પિટલ ના વહીવટદાર ઈશ્વરભાઈ ઓઝા, ભચાઉ શહેર મહિલા મોરચા પ્રમુખ સુશીલાબેન ઠક્કર, સુધરાઈના નિવૃત્ત હિસાબનીશ અને લોહાણા મહાજન ના પૂર્વ મંત્રી અશ્વિનભાઈ ઠક્કર, યોગાચાર્ય રામદાસજી મહારાજ, નગરપાલિકાના સુપરવાઇઝર મુકેશભાઈ કટારીયા, ભાજપના કાર્યકર મહેશભાઈ સોલંકી, શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ વી એલ વાઘેલા, ચંદુલાલ પઢારીયા, પ્રવીણ સુથાર, ભચાઉ સુધરાઈ પૂર્વ કારોબારી ચેરમેન હરાસિંહ જાડેજા, આરએસએસ ના મનજીભાઈ ગામી, ફતાસિંહ જાડેજા તેમજ ધીરુભાઈ જોશી શિવમ જોશી, મનુભા ગઢવી દિનેશભાઈ પીઠડીયા, સ્વામિનારાયણ મંદિરના દાતા નરાસિંહ ખુથીયા ,લલીયાણાથી શાત્રી મનસુખ પ્રસાદ ગોર, જૈન બોર્ડીંગ  સંચાલીત  સાર્વજનીક હાઈસ્કુલના આચાર્ય  હરેશભાઈ દરજી,  ,  દરજી સમાજના મોવડી  અરવિંદભાઈ દરજી, ધારાશાત્રી એસ.કે . વરંચદ , રમેશભાઈ પંડયા  ઉપસ્થિત રહ્યા હતાં.વગેરે ઉપસ્થિત રહ્યા હતા. - દાતાઓનું સન્માન : આ પ્રસંગે અટલ વડલા ને અને ટિફિન સેવા માટે અનુદાન આપનાર ધારાસભ્ય વિરેન્દ્રાસિંહ જાડેજા, કાયમ ચાય ખાંડના દાતા હર્ષદભાઈ ઠક્કર, ભરતાસિંહ જાડેજા, હકુમતાસિંહ જાડેજા, વાઘજીભાઈ છાંગા, નરેન્દ્રાસિંહ જાડેજા, દીનરા પીઠડીયા, સંજયભાઈ કંસારા વિગેરે સહયોગી દાતાઓનો અભિ વાદન કરાયુ હતું  - અટલ વડલાને કચ્છમિત્રના જન્મ દિન ઉપક્રમે દાન : કચ્છમિત્રના  જન્મદિવસ પ્રસંગે અટલ વડલાને સ્માર્ટ ટેલિવિઝન સેટ આપવાની ધારાસભ્ય જાહેરાત કરી હતી તેમજ વિવેકાનંદ માનવસેવા ના ટ્રસ્ટી ગંભીરાસિંહ જાડેજાએ 11000 નું અનુદાન આપ્યું હતું  - ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની પહેલને આવકારાઈ : આ પ્રસંગે વાગડ પંથકમાં વરસાદ ખેંચાતા રાપરના ધારાસભ્ય સમગ્ર વિસ્તારમાં અબોલ પશુ માટે નીરણ ની અછત ન થાય તે માટે નીરણ કેન્દ્રમાં 11 લાખનું અનુદાન આપવાની જાહેરાત કરી હતી ઉપસ્થિતોએ ધારાસભ્યની અનોખી પહેલને આવકારીને તેમના કાર્યોની સરાહના કરી હતી અને વરસાદ પડવાની ખુશી મનાવાઈ હતી.ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહેલ નાયબ પોલીસ વડા સાગર શામળા વિગેરે શુભેચ્છા પાઠવી હતી. - શિક્ષક, સાહિત્યકાર પિતાની સ્મૃતિમાં પુસ્તકો લાયબ્રેરીને અર્પણ : ભચાઉ, તા. 24 : કચ્છમિત્રના જન્મ દિવસની ઉજવણીના કાર્યક્રમ દરમ્યાન પત્રકાર મનસુખભાઈ દ્વારા શિક્ષક, અને સાહિત્યકાર પિતાની સ્મૃતિમાં અખબારના વિવિધ પ્રકાશનો,પુસ્તકો લાયબ્રેરીને ભેટ આપ્યા હતાં. માતૃશ્રી શાંતાબેન કે .ઠક્કરાની પ્રેરણાથી પિતા કરશનદાસ પાનાચંદ ઠક્કરની સ્મૃતિમાં કચ્છમિત્રના 1987થી આજ દિન સુધીના દિવાળી અંકો,ફુલછાબના દિવાળી અંકો, કચ્છમિત્ર દ્વારા પ્રકાશીત રણભુમિમાં રેવા, નર્મદા આગમન અંગેના લેખોહીરક જયંતિના વિશેષાંકો, વેલ્કમ કચ્છ, અંગ્રેજી ,ગુજરાતી આવૃતિ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ સંચાલીત અખબારના અંકો, સહીત 250 જેટલા પુસ્તકો મહેમાનોના હસ્તે  લાયબ્રેરીને એનાયત કરાયા હતાં. 

Panchang

dd