નવી દિલ્હી,
તા.9 : ટીમ
ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે સૂર્યકુમાર યાદવનાં સંયમિત નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા
કરતા કહ્યું કે ટી-20 ફોર્મેટમાં કપ્તાન તરીકે તે તમામ
કસોટીમાં ખરો ઉતર્યો છે. આથી તેનું દબાણભર્યું કામ થોડું આસાન બની ગયું છે. કોચ ગંભીરે
વધુમાં જણાવ્યું કે વર્તમાન ટી-20 વર્લ્ડ
કપમાં સૂર્યકુમાર જેવા આક્રમક બેટધરનું કપ્તાન હોવું ભારત માટે સૌભાગ્યની વાત છે. ગંભીરે
સૂર્યકુમાર વિશેની આ પ્રશંસા એક વીડિયોમાં કરી છે. જે સ્ટાર સ્પોર્ટસ દ્વારા પ્રસારિત
કરાયો છે. વીડિયોમાં કોચ ગંભીરે વધુમાં જણાવ્યું કે સૂર્યકુમાર મારું કામ આસાન કરી
રહ્યો છે. તે બધાનો એક શ્રેષ્ઠ કપ્તાન છે. તે એટલા માટે નહીં કે તે ફટકાબાજી કરે છે.
તે માહોલને શાંત બનાવી રાખે છે. દરેક કોચનું સપનું હોય છે કે તેને આવો કપ્તાન મળે.
મારા માટે સૂર્યકુમાર એક ખેલાડી તરીકે અલગ છે પરંતુ કપ્તાનના રૂપમાં તે દરેક કસોટી
પર ઉત્તિર્ણ રહ્યો છે. આથી મારી જિંદગી ઘણી આસાન બની ગઈ છે. તે વાસ્તવમાં શાનદાર નેતૃત્વકર્તા
છે. ટીમનું સુકાન આવા ખેલાડીના હાથમાં છે જે સૌથી સારી વાત છે. તે દબાણમાં સાચા નિર્ણય
લે છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે 3પ
વર્ષીય સૂર્યકુમાર બે વર્ષ પહેલા રોહિત શર્માના સન્યાસ પછી ટીમ ઇન્ડિયાનો ટી-20 ફોર્મેટનો નિયમિત કેપ્ટન બન્યો છે.