ભુજ, તા. 13 : વીશા ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિ
યુવક મંડળ દ્વારા પાંચદિવસીય `લાણેદાર બોક્સ
ક્રિકેટ લીગ'નું આયોજન કરાયું હતું.
જૈન ગુર્જરવાડી, વાણિયાવાડ ખાતે રમાયેલી ટૂર્ના.માં જ્ઞાતિના
ચાર અલગ-અલગ વયજૂથના 300થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
સમાપન અને ઈનામ વિતરણ સમારોહમાં વી.ઓ. જૈન ગુર્જર જ્ઞાતિના પ્રમુખ સ્મિત ઝવેરી તેમજ
કારોબારી સભ્યો હિરેન શાહ, નીરજ શાહ,
વિરાજ શાહ, મલય શાહ, હર્ષ
સંઘવી, મનીષ શાહ, દીપક શાહ, ચેતન શાહ તેમજ મહિલા મંડળના કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. આ પ્રસંગે ખાસ
અતિથિ તરીકે કાઉન્સિલર રેશ્માબેન ઝવેરી તથા નીરવ શાહ ઉપસ્થિત રહ્યા હતા. અગ્રણીઓએ જણાવ્યું
હતું કે, આવાં આયોજનોથી સમાજમાં એકતા અને નવી પેઢીમાં ખેલદિલીની
ભાવના મજબૂત બને છે. મેલ કેટેગરીમાં વિજેતા - કેમ્પસ, રનર્સઅપ
- વીએચ ટાઈટન, સિનિયર કેટેગરીમાં વિજેતા - બાઉન્ડ્રી બ્લાસ્ટર,
રનર્સઅપ - પીડી ફાઈટર, ફિમેલ કેટેગરીમાં વિજેતા
- એમએચ વોરિયર, રનર્સઅપ - પાવર પેન્થર, કિડસ કેટેગરીમાં વિજેતા - માસ્ટર બ્લાસ્ટર, રનર્સઅપ
- લિટલ સ્માર્ટી રહ્યા હતા. બેસ્ટ બેટ્સમેન તનીષ શાહ, બેસ્ટ બોલર
કાર્તિક ઝવેરી રહ્યા હતા. યુવક મંડળના પ્રમુખ અમિત શાહ તથા કારોબારી સભ્યો મલય ઝવેરી,
મોહિત શાહ, જય શાહ, પુનિત
શાહ, અંકિત શાહ, કેયૂર શાહ, પાર્થ મહેતા, ઉર્મિશ શાહ, સ્મિત
શાહ અને ફાલ્ગુન ઝવેરીએ જહેમત ઉઠાવી હતી. સ્પોર્ટસ કમિટીના મલય શાહ, ફેનિલ વોરા, મૌલિક શાહ, સ્નેહલ
ઝવેરી, જતિન દોશી, શ્રેયાંશ શાહ,
નીલ શાહ, વેનીલ શાહ અને નિખિલ શાહે વ્યવસ્થા સંભાળી
હતી. અમ્પાયર તરીકે દર્શકભાઈ, ધીરેનભાઈ, ઓજસભાઈ અને મનીષભાઈએ સેવા આપી હતી.