ગાંધીધામ, તા. 13 : ગાંધીધામની દિલ્હી પબ્લિક સ્કૂલમાં
વિદ્યાર્થીની અંડર-17 ફૂટબોલ રાષ્ટ્રીય
સ્પર્ધા માટે પસંદગી થઈ છે અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ
ઇન્ડિયા દ્વારા આયોજિત અંડર 17 ફૂટબોલર રાજવીરાસિંહ
હરપાલાસિંહ જાડેજાની પસંદગી થઈ છે. 10 જાન્યુઆરીથી લઈને 18 જાન્યુઆરી દરમિયાન આ સ્પર્ધા હરિયાણાના પાણીપત ખાતે યોજાશે.
કચ્છમાંથી માત્ર એક ખેલાડીની પસંદગી થઈ છે. રાજવીરાસિંહ કચ્છ જિલ્લા કોંગ્રેસના પૂર્વ
પ્રમુખ શૈલેન્દ્રાસિંહ જાડેજાના પૌત્ર અને યજુવેન્દ્રાસિંહ જાડેજાના ભત્રીજા છે. ડીપીએસના
ડાયરેક્ટર ડો. સુબોધ થાપલિયાલ, ધર્મેન્દ્રાસિંહ
વાઘેલા તેમજ કચ્છ જિલ્લા ફૂટબોલ એસોસીએશનનાં સતત માર્ગદર્શનથી આ સિદ્ધિ પ્રાપ્ત કરી
છે. સંસ્થા તેમજ શિક્ષકો અને કોચે શુભકામનાઓ પાઠવી હતી.