• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

રાજ્યસ્તરની અંડર-15 રગ્બી સ્પર્ધામાં સ્વામિ. કન્યા વિદ્યામંદિરની છાત્રાઓને રજત

ભુજ, તા. 13 : ગુજરાત સ્પોર્ટ્સ એસોસીએશન અંતર્ગત રાજ્યકક્ષાની અન્ડર-15 રગ્બી રમતનું ગાંધીનગરમાં આયોજન કરાયું હતું, જેમાં કચ્છ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની અન્ડર-15ની વિદ્યાર્થિનીઓએ સમગ્ર રાજ્યમાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો છે. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી, સમસ્ત સંત મંડળ, સાંખ્યયોગી મહંત સામબાઈ ફઈ સહિત સમસ્ત સાંખ્યયોગી બહેનો, ટ્રસ્ટી મંડળ, સંસ્થાના પ્રમુખ શ્રી વેકરિયા, મંત્રી પ્રવીણભાઈ પિંડોરિયા, સંચાલક મંડળ, સંસ્થાનાં આચાર્યા દક્ષાબેન પિંડોરિયા, કોચ રશ્મિતાબેને ખેલાડીઓને બિરદાવી હતી.  

Panchang

dd