કાઠડા (તા. માંડવી), તા. 18 : અહીં બંદર
રોડ સ્થિત ટાગોર રંગભવનની પાસે રમત-ગમતનાં સાધનોની સુવિધાયુક્ત જૂનો બગીચો છેલ્લા બે
વર્ષથી વેન્ટિલેટર પર શ્વાસ ભરી રહ્યો છે. બગીચાના દરવાજાને તાળાબંધી સાથે સાંકળથી બાંધી દેવામાં આવ્યો
છે, જ્યારે રમતગમતનાં સાધનોને કાટ ખાઇ રહ્યો છે.
ઘણા સમયથી બંધ જેવી હાલતમાં આ બગીચાનાં સાધનો તૂટ-ફૂટ હાલતમાં હોવાથી શહેરીજનો દ્વારા
વહેલી તકે નવીનીકરણ થાય તેવી માંગ ઊઠી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અન્ય બગીચાના સમારકામ માટે લાખોની રકમ ફાળવાઇ, ત્યારે
આ બગીચાનો સમાવેશ કરાયો ન હતો. સ્વચ્છ ભારત, સ્વચ્છ માંડવી જેવાં
સૂત્રોથી સુસજ્જિત બગીચાની દીવાલો જાણે નાવિન્ય ઝંખતું હોય તેવું ભાસે છે.