નવી દિલ્હી, તા. 17 : ફાંસીની
સજા પર પહેલી પ્રતિક્રિયા આપતાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ ટ્રિબ્યુનલના ફેંસલાને
પક્ષપાતી અને રાજકારણ પ્રેરિત લેખાવ્યો હતો. 78 વર્ષીય બાંગલાદેશી નેતા હસીનાએ
કહ્યું હતું કે, પહેલાં તો મારો પક્ષ સાંભળવામાં નથી આવ્યો અને બીજું આઇસીટી ખુદ એક બોગસ
અદાલત છે. આ ફેંસલો એક એવી ટ્રિબ્યુનલે આપ્યો છે, જે `િબનનિર્વાચિત' એટલે કે, નહીં ચૂંટાયેલી સરકારે બનાવી છે, જેની પાસે જનતાનો
કોઇ જનાદેશ જ નથી, તેવું તેમણે ઉમેર્યું હતું. હસીનાએ જણાવ્યું
હતું કે, મારા પર લાગેલા તમામ આરોપોને હું ફગાવું છું. સમગ્ર
કેસ મારી ગેરહાજરીમાં ચાલ્યો. મને બચાવ કરવાનો મોકો, પોતાની
પસંદગીના વકીલ રાખવાની છૂટ ન અપાઇ.