ભુજ, તા. 18 : કચ્છના સાંસદ વિનોદ ચાવડા દ્વારા
`સાંસદ ખેલ મહોત્સવ-2025' અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું
આયોજન કરાયું છે, જેના ભાગરૂપે
એમ.એસ.વી. હાઈસ્કૂલ, માધાપર ખાતે એથલેટિક્સના આયોજનમાં ઊંચી કૂદ,
લાંબી કૂદ, ગોળા ફેંક, ચક્ર
ફેંક, ભાલા ફેંક સાથે 100 મીટર, 200 મીટર, 400 મીટર, 800 મીટર અને
1500 મીટર દોડનું આયોજન કરવામાં
આવ્યું હતું. આ તમામ વિવિધ સ્પર્ધાઓમાં નોંધપાત્ર સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લઈ પોતાનું
કૌશલ્ય બતાવ્યું હતું. સાંસદ વિનોદભાઈએ જણાવ્યું હતું કે, આવા અવસર યુવાનોમાં ખેલ પ્રત્યેના ઉત્સાહમાં
વધારો કરવાની સાથે પ્રતિભાને પ્રોત્સાહન આપે છે. સૌ મહાનુભાવો દ્વારા ખેલાડીઓને પ્રમાણપત્ર
સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સરપંચ વાલજી આહીર, પારૂલબેન કારા, દિનેશ ઠક્કર, જગદીશભાઈ,
તુશારીબેન, આશિકાબેન ભટ્ટ, શંભુભાઈ જરૂ, પ્રિન્સિપાલ મહેશ ઝાલા, પ્રેમજી મંગેરિયા, દીપક ડાંગર, નીલય ગોસ્વામી, પ્રવીણ ખોખાણી, વિનોદ પિંડોરિયા, ભરત આહીર, રમેશ
આહીર ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન ડી.એલ. ડાકીએ સંભાળ્યું હતું.