• બુધવાર, 19 નવેમ્બર, 2025

બેરાજામાં બંધ મકાનો તસ્કર ટોળીનાં નિશાને : પાંચ ઘરમાં ચોરી

મુંદરા, તા. 18 : મુંદરા તાલુકાના બેરાજા ગામે ખાસ કરીને બંધ પડેલાં ઘરો પર ડોળો માંડીને તસ્કર ટોળકી ફરી સક્રિય બની હોવાની રાવ ઊભી થઈ છે અને પોલીસ તંત્ર દ્વારા તાકીદે તપાસ અને ચોકસાઈ વધારવાની માગણી ઊઠી છે. અગાઉ આ મુદ્દે મહાજન વર્ગમાંથી રજૂઆત થઈ હતી. તાજેતરમાં બેરાજા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ જયેન્દ્રાસિંહ જાડેજા (લાલુભા)એ પ્રાગપર પીઆઈને પત્ર દ્વારા રજૂઆત કરી હતી કે, છેલ્લા લગભગ બે માસથી બેરાજામાં બંધ મકાનમાં ઘરફોડીના બનાવો વધી ગયા છે. ખાસ કરીને મુંબઈ કે બહારગામ વસતા લોકોના બંધ મકાનને નિશાન બનાવાય છે. ઘણીવાર તો બહારગામવાસી  વતનમાં આવી મકાન ખોલે ત્યારે ખબર પડે છે કે ચોરી થઈ છે. આવા લગભગ પાંચ બનાવ બની ચૂક્યા છે, ત્યારે પોલીસ તંત્ર સ્થાનિકે તપાસ કરી રાત્રે પેટ્રાલિંગ શરૂ કરે તેવી માગણી છે. 

Panchang

dd