• બુધવાર, 19 નવેમ્બર, 2025

સોશિયલ મીડિયા-પેમેન્ટ ગેટ વે ઠપ

નવી દિલ્હી, તા. 18 : આધુનિક યુગમાં જીવનનાં અભિન્ન અંગ સમાન બની ગયેલા સોશિયલ મીડિયાથી લઈને અનેક ઓનલાઈન પેમેન્ટ ગેટ વે સહિતની ડિજીટલ સેવાઓ આજે ઠપ થઈ જતાં દુનિયાભરમાં લાખો લોકો આજે પરેશાન થઈ ગયા હતાં. ફેસબૂકથી માંડીને એક્સ, ચેટજીપીટી જેવા એઆઈથી લઈને મ્યુઝિક સ્ટ્રીમિંગની સ્પોટીફાય જેવી એપ સુધીની ડિજીટલ સેવાઓ આજે ખોરવાઈ ગઈ હતી અને તેનાં હિસાબે ભારે પરેશાની સર્જાઈ હતી. સામાન્ય રીતે વેબસાઈટ ડાઉન થઈ હોવાની જાણકારી આપતી ડાઉનડીટેક્ટરની પોતાની સાઈટ પણ આજે ખોરવાઈ ગઈ હતી. જો કે, થોડા કલાક બાદ અમુક સેવાઓ શરૂ પણ થઈ હતી. ઉક્ત વેબપોર્ટલ સહિત અનેક મોટા પ્લેટફોર્મનાં સર્વર ક્લાઉડફ્લેર ઉપર હોસ્ટ કરવામાં આવેલા છે. જે વેબસાઈટ્સને સાઈબર હુમલાઓથી બચાવવા અને વેબસાઈટની સામગ્રીનો તત્કાળ સંચાર કરવામાં મદદ કરે છે. આ કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક(સીડીએન)નાં સર્વરમાં ખામી સર્જાતા દુનિયાભરમાં આજે આ સમસ્યા ઉભી થઈ હતી. ક્લાઉડફ્લેર ઉપર હોસ્ટ કરવામાં આવેલી કોઈપણ વેબસાઈટ્સને લોકોએ ઓપન કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને  `પ્લીઝ અનબ્લોક ચેલેન્જીસ. ક્લાઉડફ્લેર.કોમ ટૂ પ્રોસીડ' જેવી એરર જોવા મળતી હતી. ઠપ થયેલી કોઈપણ વેબસાઈટ એક્સેસ કરવામાં આવતાં એરર કોડ પ00 જોવા મળતો હતો. જે સીધો સર્વર કે વેબસાઈટનાં કોટમાં સમસ્યાઓ તરફ ઈશારો કરે છે. જો કે ક્લાઉડફ્લેર સીવાય હોસ્ટ થયેલી અન્ય તમામ ડિજીટલ સેવાઓ યથાવત્ જારી રહી હતી.  ક્લાઉડફ્લેર તરફથી પણ આ વિક્ષેપની પુષ્ટિ આપવામાં આવી હતી અને કહ્યું હતું કે, કંપનીને આ સમસ્યાની જાણકારી છે અને તેની તપાસ ચાલી રહી છે. આ તકલીફનાં કારણે વપરાશકારોને અસર થઈ શકે છે.  

Panchang

dd